GU/Prabhupada 0322 - શરીર તમારા કર્મ પ્રમાણે ભગવાન દ્વારા આપવામાં આવેલો પુરસ્કાર છે



Lecture on SB 1.15.40 -- Los Angeles, December 18, 1973

આપણને પરમ પિતા દ્વારા આપવામાં આવેલું છે, "હવે, આ તમારું અમેરિકા છે. આ તમારું ભારત છે." પણ કશું પણ અમેરિકાની કે ભારતની સંપત્તિ નથી. તે પિતા, પરમ પિતા, ની સંપત્તિ છે. તો જ્યા સુધી તે લોકો આ ભાવ સુધી નથી પહોંચતા, કે "પિતાએ મને આપ્યું છે ભોગ કરવા માટે, કે તે મારું છે, પણ વાસ્તવમાં તે પિતાનું જ છે..." તેને કહેવાય છે કૃષ્ણ ભાવનામૃત. તેને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે.

તેથી જે લોકો કૃષ્ણ ભાવનાભાવિત છે, પૂર્ણ રીતે ભાવનામાં છે કે "કોઈ પણ વસ્તુ મારી નથી. બધું તેમનું... "ઈશાવાસ્યમ ઈદમ સર્વમ યત કિંચિદ (Iso ઈશો મંત્ર ૧). "સૌથી નાનું વસ્તુ પણ, અણુ પણ, ભગવાનની સંપત્તિ છે. હું સ્વામી નથી." જો તમને આ ભાવ આવે છે, તો તમે મુક્ત છો. તે ભગવદ ગીતામાં વ્યક્ત છે,

મામ ચ યો અવ્યભિચારેણ
ભક્તિયોગેન સેવતે
સ ગુણાન સમતિત્યૈતાન
બ્રહ્મ-ભૂયાય કલ્પતે
(ભ.ગી. ૧૪.૨૬)

આ બંધન ગુણમયી માયા છે, પ્રકૃતિના ત્રણ ગુણોની માયા દ્વારા બંધિત થયેલું. તે બંધન છે. પણ જો વ્યક્તિ ભક્તિમય સેવામાં સંલગ્ન છે, તે આ બંધનના અંતર્ગત નથી કારણકે તે વસ્તુઓને તેના મૂળ રૂપે જાણે છે. તો... જેમ કે હું કે વિદેશી છું અને હું... તો હું તમારા દેશમાં આવ્યો છું. તો જો હું દાવો કરીશ કે "આ મારો દેશ છે," ત્યારે સંકટ થશે. પણ જો હું જાણું છું કે હું તો અહીં એક પર્યટક કે વિદેશીના રૂપે આવ્યો છું, તો ત્યાં કોઈ સંકટ નથી. હું સરળતાથી વિચલન કરી શકું છું. મને યુનાઇટેડ સ્ટેટ્સની બધી સગવડો પ્રાપ્ત થઇ શકે છે. કોઈ પણ તકલીફ નથી. તેવી જ રીતે, આપણે આ ભૌતિક જગતમાં એક મુસાફરની જેમ, એક વિદેશીની જેમ આવેલા છીએ, અને જો આપણે દાવો કરીએ છીએ કે "આ ભૌતિક જગત મારું છે," અથવા લોકોનું એક દળ, કે દેશનું દળ, તેને કહેવાય છે અજ્ઞાન.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે આ અજ્ઞાનને કાઢવું, લોકોને બુદ્ધિશાળી બનાવવા, કે "કશું પણ તમારું નથી. બધું ભગવાનનું જ છે." તો અહીં એક સામાન્ય પદ્ધતિ છે, ત્યાગ, કે મહારાજ યુધિષ્ઠિર, તેઓ કહે છે... કારણકે જેમ કે મે પેહલા પણ સમજાવેલું છે, કારણકે આપણે આ અહંકારની ધારણામાં ખૂબ જ ડૂબેલા છીએ, "હું આ શરીર છું, અને આ શરીરના સંબંધમાં કઈ પણ છે તે મારું છે." તે ભ્રમ છે. તેને મોહ, ભ્રમ કહેવાય છે. જનસ્ય મોહો અયમ. મોહ એટલે કે ભ્રમ. તેને ભ્રમ કહેવાય છે. આ ભ્રમ શું છે? અહમ મમેતિ (શ્રી.ભા. ૫.૫.૮) "હું આ શરીર છું અને આ શરીરના સંબંધમાં કઈ પણ છે, તે મારું છે." તેને મોહ, ભ્રમ કહેવાય છે. આ શરીર પણ તેનું નથી, કારણકે આ શરીર ભગવાન દ્વારા આપવામાં આવેલું છે તમારા કર્મના અનુસાર. જેમ કે ભાડાના અનુસાર, મકાનમાલિક તમને ફ્લેટ આપે છે. તે એપાર્ટમેન્ટ તમારૂ નથી. તે હકીકત છે. જો તમે પાંચસો ડોલર દર સપ્તાહ આપશો, તો તમને ખૂબજ સરસ એપાર્ટમેન્ટ મળશે. અને જો તમે પચીસ ડોલર ભરશો, તો તમને બીજું મળશે. તેવી જ રીતે, આ વિવિધ પ્રકારના શરીર આપણી પાસે છે... આપણા દરેક પાસે છે, વિવિધ પ્રકારના. આ એપાર્ટમેન્ટ છે. વાસ્તવમાં, તે એપાર્ટમેન્ટ છે કારણકે હું આ શરીરમાં રહુ છું, પણ હું આ શરીર નથી. તે ભગવદ ગીતાનો ઉપદેશ છે. દેહિનો અસ્મિન યથા દેહે (ભ.ગી. ૨.૧૩). અસ્મિન દેહે, દેહી છે, ભાડું આપનાર, તે માલિક નથી. ભાડુઆત. જેમ કે એપાર્ટમેન્ટમાં પણ, ભાડું આપનાર કોઈ છે, અને માલિક બીજો કોઈ છે. તેવી જ રીતે, આ એપાર્ટમેન્ટ છે, આ શરીર. હું આત્મા છું, ભાડુઆત. મેં તેને ભાડે લીધું છે તેની કિંમતને અનુસાર અથવા કર્મને અનુસાર.