GU/Prabhupada 0326 - ભગવાન પરમ પિતા છે, પરમ સ્વામી છે, પરમ મિત્ર છે



Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972

હવે, કેવી રીતે આત્મા પરિભ્રમણ કરે છે? ધારો કે આ જીવન પછી, મને સારું જીવન મળે છે, તે સારું છે. પણ જો મને નીચું જીવન મળે છે, ત્યારે શું પરિસ્થિતિ છે? ધારો કે મને આવતા જીવનમાં બિલાડી કે કૂતરો કે ગાયનું શરીર મળે. ધારો કે તમને ફરીથી અમેરિકામાં જન્મ મળે. પણ જો તમે તમારું શરીર બદલો, ત્યારે આખી પરિસ્થિતી બદલાય છે. મનુષ્ય તરીકે, તમને દેશ દ્વારા બધું સંરક્ષણ પ્રદાન કરવામાં આવે છે, પણ જેવુ તમને બીજું શરીર મળે છે, વૃક્ષનું કે પશુઓનું, ત્યારે વર્તન બદલાઈ જાય છે. પશુઓ કતલખાનામાં જાય છે, વૃક્ષોને કાપવામાં આવે છે. કોઈ વિરોધ નથી. તો આ ભૌતિક જીવનની પરિસ્થિતિ છે. ક્યારેક આપણને જીવનની શ્રેષ્ઠ પરિસ્થિતિ મળે છે, ક્યારેક આપણને જીવનની નીચી અવસ્થા મળે છે. કોઈ પણ ખાતરી નથી. તે મારા કર્મ ઉપર નિર્ભર કરશે. તે વ્યવહારિક છે. આ જીવનમાં પણ, જો તમે શિક્ષિત બનો, તો તમારું ભવિષ્ય ખૂબજ ઉજ્જવળ છે. જો તમે શિક્ષિત નથી, તો તમારું ભવિષ્ય એટલું ઉજ્જવળ નથી. તેવી જ રીતે, આ મનુષ્યના જીવનમાં, આપણે આ નિરંતર જન્મ અને મૃત્યુના ચક્કરનો ઉકેલ નીકાળી શકીએ છીએ. અને મનુષ્ય જીવનનું તે એક જ કર્તવ્ય છે, કેવી રીતે આ ભૌતિક પરિસ્થિતિઓ: જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિથી બહાર આવવું. આપણે ઉકેલ કાઢી શકીએ છીએ. અને તે ઉકેલ છે કૃષ્ણ ભાવનામૃત. જેવા આપણે કૃષ્ણ ભાવનાભાવિત બનીશું... કૃષ્ણ ભાવનામૃત એટલે કે કૃષ્ણ, સર્વોચ્ચ, તેઓ ભગવાન છે. આપણે કૃષ્ણના અંશ છીએ. આ કૃષ્ણ ભાવનામૃત છે. માત્ર સમજવું. કે... જેમ કે તમે તમારા પિતાને સમજો, તમારા ભાઈઓને અને પોતાને. તમે બધા પિતાના પુત્રો છો. તો તે સમજવું મુશ્કેલ નથી. જેમ કે પિતા આખા પરિવારનું પોષણ કરે છે, તેવી જ રીતે, કૃષ્ણ પરમ ભગવાન, તેમની પાસે અસંખ્ય પુત્રો છે, જીવો છે, અને તેઓ સંપૂર્ણ શરીર, સંપૂર્ણ પરિવારનું પાલન કરે છે. શું મુશ્કેલી છે? પછી આગલું કર્તવ્ય છે વિકસિત ચેતનાવાળું બનવું. જેમ કે કોઈ સારો પુત્ર, જ્યારે તેને લાગે છે કે "પિતાએ મારા માટે કેટલું બધું કર્યું છે. મારે તેનું ઋણ ચુકાવવું જોઈએ, અથવા ઓછામાં ઓછું ઉપકાર સમજવો જોઈએ કે મારા પિતાએ મારા માટે શું કર્યું છે," આ ભાવને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. તો કૃષ્ણ ભાવનાભાવિત બનવા માટે, આપણે માત્ર ત્રણ વસ્તુઓને સમજવાની છે:

ભોકતારામ યજ્ઞ તપસામ
સર્વ લોક મહેશ્વરમ
સુહ્રદમ સર્વ-ભૂતાનામ
જ્ઞાત્વા મામ શાંતિમ ઋચ્છતી
(ભ.ગી. ૫.૨૯)

આપણામાંથી દરેક વ્યક્તિ, સુખી, સંતુષ્ટ બનવાનો પ્રયાસ કરે છે. તે અસ્તિત્વ માટેનો સંઘર્ષ છે. પણ જો આપણે આ ત્રણ સિદ્ધાંતોને સમજીશું, કે ભગવાન પરમ પિતા છે, ભગવાન પરમ સ્વામી છે, અને ભગવાન પરમ મિત્ર છે, આ ત્રણ વસ્તુઓ, જો તમે સમજશો, ત્યારે તમે તરત જ શાંત બની જશો. તરત જ. તમે કેટલા બધા મિત્રોની મદદની ઈચ્છા કરો છો, કેટલા બધા. પણ જો આપણે માત્ર ભગવાન, કૃષ્ણ, ને મારા મિત્ર, પરમ મિત્રના રૂપે સ્વીકાર કરીશું, ત્યારે તમારી મિત્રતાની સમસ્યાનું સમાધાન થઈ જશે. તેવી જ રીતે, જો આપણે ભગવાનનો આપણા પરમ સ્વામી તરીકે સ્વીકાર કરીશું, ત્યારે આપણી બીજી સમસ્યાઓનો પણ ઉકેલ થઈ જાય છે. કારણકે આપણે મિથ્યા રીતે તે વસ્તુઓ ઉપર સ્વામિત્વ જતાવીએ છીએ જે ભગવાનની સંપત્તિ છે. ખોટો દાવો કરીને કે "આ દેશ, અમેરિકાનો આ દેશ, અમેરિકનોનો છે; આફ્રિકાની ભૂમિ આફ્રિકી લોકોની છે." ના. દરેક જમીન ભગવાનની છે. આપણે બધા ભગવાનના પુત્રો છે વિવિધ વેશોમાં. આપણે બધાને હક છે કે આપણે બધા ભગવાનની સંપત્તિનો આનંદ લઇ શકીએ છીએ, બીજાના અધિકારનું ઉલ્લંઘન કર્યા વગર. જેમ કે પરિવારમાં, આપણે રહીએ છીએ, કેટલા બધા ભાઈઓ. તો જે પણ પિતા, માતા આપણને આપે છે આપણે ખાઈએ છીએ. આપણે બીજાની થાળી ઉપર હાથ નથી મારતા. તે સભ્ય પરિવાર નથી. તેવી જ રીતે, જો આપણે ભગવદ ભાવનાભાવિત બનીશું, કૃષ્ણ ભાવનાભાવિત, ત્યારે દુનિયાની સમસ્ત સમસ્યાઓ - સામાજિક, ધાર્મિક, આર્થિક વિકાસ, રાજનૈતિક - બધાનો ઉકેલ આવી જશે. તે હકીકત છે.

તેથી અમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરવાનો પ્રયાસ કરીએ છીએ, માનવ સમાજના સંપૂર્ણ લાભ માટે. અમે બુદ્ધિશાળી વ્યક્તિઓને, વિશેષ કરીને વિદ્યાર્થી સમુદાયને નિવેદન કરીએ છીએ, આ આંદોલનમાં સમ્મિલિત થાવા માટે, વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કે આ આંદોલન શું છે. અમારી પાસે કેટલા બધા ગ્રંથો છે, ઓછામાં ઓછા બે ડઝન પુસ્તકો, મોટા, મોટા, ગ્રંથો. તો તમે તેને વાંચી શકો છો, અને તેને સમજવાનો પ્રયાસ કરો અને પછી અમારી સાથે જોડાઈ શકો છો.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ.