GU/Prabhupada 0360 - આપણે કૃષ્ણ સુધી સીધા નથી પહોંચતા. આપણે કૃષ્ણના સેવક તરીકે જ આપણી સેવા શરૂ કરવી જોઈએ



Lecture on SB 7.9.42 -- Mayapur, March 22, 1976

તો અહીં, કો નુ અત્ર અખિલ ગુરુ ભગવાન પ્રયાસ (શ્રી.ભા. ૭.૯.૪૨). તો દરેક વ્યક્તિને કૃપા પ્રાપ્ત કરવા માટે અલગ પ્રયાસની જરૂર હોય છે, પણ કૃષ્ણને નહીં. તે કૃષ્ણ છે. તેઓ તેમનું ગમતું કઈ પણ કરી શકે છે. તેઓ બીજા ઉપર આધારિત નથી. બીજા લોકો કૃષ્ણની અનુમતિ ઉપર આધારિત છે, પણ કૃષ્ણને કોઈની અનુમતિની જરૂર નથી. તેથી પ્રહલાદ મહારાજે કહ્યું ભગવાન પ્રયાસ. પ્રયાસ, ન કરવા માટે ભલામણ થયેલી છે, વિશેષ કરીને ભક્તો માટે. વ્યક્તિએ કોઈ એવું કાર્ય ના ઉપાડવું જોઈએ જેના માટે ખૂબજ અઘરું પરિશ્રમ કરવું પડે. ના. આપણે ફક્ત સરળ વસ્તુઓ સ્વીકાર કરવી જોઈએ જે શક્ય હોય. અવશ્ય, એક ભક્ત જોખમ લે છે. જેમ કે હનુમાન. તેઓ ભગવાન રામચંદ્રના સેવક હતા. તો ભગવાન રામચંદ્રને સીતાદેવીની જાણકારીની જરૂર હતી. તો તેમણે તેમ ના વિચાર્યું કે, "હું કેવી રીતે સમુદ્રના બીજા પારે, લંકામાં જઈશ?" તેઓ માત્ર, ભગવાન રામચંદ્રમાં વિશ્વાસ કરીને, "જય રામ," તેની ઉપર કૂદી ગયા. રામચંદ્રને એક સેતુનું નિર્માણ કરવાનું હતું. અવશ્ય, તે સેતુ પણ અદભુત હતો, કારણકે વાંદરાઓ પથ્થર લાવી રહ્યા હતા, અને તે સમુદ્રમાં ફેંકી રહ્યા હતા, પણ પથ્થર સમુદ્રમાં તરી રહ્યા હતા. તો તમારો ગુરુત્વાકર્ષણનો નિયમ ક્યાં છે? હે? પથ્થર જળ ઉપર તરે છે. તે વૈજ્ઞાનિકો દ્વારા ના થઈ શકે. પણ ભગવાન રામચંદ્રની ઈચ્છા હતી; એક પથ્થર તરતો બની ગયો. નહિતો કેટલા પથ્થર આપણે સમુદ્રમાં ફેકશું કે તે એક સેતુ બનવાના સ્તર સુધી પહોંચશે? ઓહ, તે શક્ય ન હતું. તે શક્ય હતું, બધું શક્ય હતું, પણ રામચંદ્ર, ભગવાન રામચંદ્રની, ઈચ્છા હતી કે, "તેને સરળ બની જવા દો. તો તેમને પથ્થર લાવવા દો અને તે તરશે. પછી આપણે જઈશું." તો પથ્થર વગર પણ તેઓ જઈ શકતા હતા, પણ તેમને વાંદરાઓની થોડી સેવા જોઈતી હતી. કેટલા બધા વાંદરાઓ હતા. બડો બડો બદરે, બડો બડો પેટ, લંકા દિંગકે, માતા કરે હેત. બીજા કેટલા બધા વાંદરાઓ હતા, પણ હનુમાન જેવા સમર્થ ન હતા. તેથી તેમને પણ થોડી તક આપવામાં આવી હતી કે "તમે થોડા પથ્થર લાવો. તમે હનુમાનની જેમ સમુદ્ર ઉપર કૂદી નથી શકતા, તો તમે પથ્થર લાવો, અને હું પથ્થરને તરવા માટે કહીશ."

તો કૃષ્ણ કઈ પણ કરી શકે છે. અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમન્તી. તેઓ કઈ પણ કરી શકે છે. પણ આપણે તેમની કૃપા વગર કઈ પણ નથી કરી શકતા. તો પ્રહલાદ મહારાજ નિવેદન કરે છે કે "જો તમે દયા કરીને અમારા ઉપર કૃપાળુ થાઓ, તે તમારા માટે મોટું કાર્ય નથી, કારણકે તમને જે ગમે તે તમે કરી શકો છો. કારણકે તમે સૃષ્ટિની રચના, પાલન અને સંહારના કારણ છો, તો તે તમારા માટે મુશ્કેલ નથી." તેના સિવાય, મુઢેષુ વૈ મહદ અનુગ્રહ આર્ત બંધો (શ્રી.ભા. ૭.૯.૪૨). સામાન્ય રીતે, જે આર્ત-બંધુ હોય છે, કષ્ટ ભોગવતી માનવતાના મિત્રો, તે વિશેષ કરીને મૂઢો, ધૂર્તો પ્રત્યે કૃપા દાખવે છે. કૃષ્ણ તે હેતુ માટે આવે છે, કારણકે આપણે દરેક વ્યક્તિ, આપણે મૂઢ છીએ. દુષ્કૃતિનો. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપધ્યન્તે (ભ.ગી. ૭.૧૫). સામાન્ય રીતે, કારણકે, આપણે પાપી છીએ, કારણકે આપણે મૂઢ છીએ, આપણે કૃષ્ણને શરણાગત નથી થતાં. ન મામ પ્રપધ્યન્તે (ભ.ગી. ૭.૧૫). જે પણ કૃષ્ણને શરણાગત નથી થતો, તેને દુષકૃતિન, મૂઢ, નરાધમ, માયાયપહૃત-જ્ઞાનામાં વિભાજીત કરવામાં આવેલો છે. કૃષ્ણની ઇચ્છાથી સ્વતંત્ર બનવું બિલકુલ પણ શક્ય નથી. તે શક્ય નથી. તેથી જે લોકો કૃષ્ણની કૃપા વગર કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે, તે મૂઢ છે, બધા ધૂર્તો. કૃષ્ણ જે કહે છે તેઓ તે સ્વીકાર નહીં કરે, અને તેઓ કોઈ કૃષ્ણ વગરનો નિયમ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. "ભગવાનની કોઈ જરૂર નથી." આ, મોટા ભાગના વૈજ્ઞાનિકો, તેમ કહે છે. "હવે આપણી પાસે વિજ્ઞાન છે. આપણે બધું કરી શકીએ છીએ." તેઓ મૂઢ છે. તે શક્ય નથી. કૃષ્ણની કૃપાથી સ્વતંત્ર રહીને તમે કઈ પણ નથી કરી શકતા.

તો શ્રેષ્ઠ વસ્તુ છે હંમેશા કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. અને તમે કૃષ્ણની કૃપા સીધી પ્રાપ્ત નથી કરી શકતા. તે પણ બીજો મુદ્દો છે. કિમ તેન તે પ્રિય-જનાન અનુસેવતામ ન: (શ્રી.ભા. ૭.૯.૪૨). કૃષ્ણના ભક્તની કૃપા વગર તમે કૃષ્ણ પાસે સીધા ન જઈ શકો. યસ્ય પ્રસાદાદ ભગવત-પ્રસાદ: તમે સીધા ભગવાનની કૃપા પ્રાપ્ત ન મેળવી શકો. તે બીજી મૂર્ખતા છે. તમારે કૃષ્ણના સેવકના માધ્યમથી જ જવું જોઈએ. ગોપી-ભર્તુર પદ કમલયોર દાસ-દાસ દાસાનુદાસ: તે આપણી પદ્ધતિ છે. આપણે કૃષ્ણ સુધી સીધા પહોંચવાનો પ્રયત્ન નથી કરતા. આપણે આપણી સેવા કૃષ્ણના સેવકથી જ પ્રારંભ કરવી જોઈએ. અને કૃષ્ણનો સેવક કોણ છે? જે કૃષ્ણના બીજા સેવકનો સેવક બન્યો છે. તેને કહેવાય છે. દાસ-દાસાનુદાસ. કોઈ પણ સ્વતંત્ર રીતે કૃષ્ણનો સેવક નથી બની શકતો. તે બીજી મૂર્ખતા છે. કૃષ્ણ ક્યારે પણ કોઈની સેવા પ્રત્યક્ષ રીતે સ્વીકાર નથી કરતા. ના. તે શક્ય નથી. તમે સેવકના સેવકના માધ્યમથી આવતા હોવા જોઈએ (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). તેને કહેવાય છે પરંપરા પદ્ધતિ. જેમ કે તમે જ્ઞાન પરંપરા પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરો છો... કૃષ્ણે બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, નારદે વ્યાસદેવને કહ્યું, અને આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. જેમ કે કૃષ્ણ... ભગવદ ગીતા કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવી હતી.

તો જો આપણે અર્જુનની જેમ સમજવાની પદ્ધતિને ત્યાગી દઈશું, તો તમે કૃષ્ણને, ભગવાનને ક્યારેય પણ નહીં સમજી શકો. તે શક્ય નથી. તમારે તે પદ્ધતિને સ્વીકારવી જોઈએ જે પદ્ધતિનો અર્જુને સ્વીકાર કર્યો. અર્જુને પણ કહ્યું કે, "હું તમને સ્વીકાર કરું છું, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને, કારણકે વ્યાસદેવે સ્વીકાર કર્યો છે, અસિતે સ્વીકાર કર્યો છે, નારદે સ્વીકાર કર્યો છે." તે જ વાત. આપણે કૃષ્ણને સમજવા જોઈએ. આપણે સીધા ના સમજી શકીએ. તેથી આ ધૂર્તો જે કૃષ્ણને સીધા અર્થઘટનથી સમજવાનો પ્રયત્ન કરે છે, તે બધા ધૂર્તો છે. તેઓ કૃષ્ણને સમજી ના શકે. કહેવાતો મોટો માણસ હોઈ શકે. કોઈ પણ મોટો માણસ નથી. તે પણ સ વૈ... શ્વ વિદ વરાહોષ્ત્ર ખરૈ: સંસ્તૂતઃ પુરુષઃ પશુ: (શ્રી.ભા. ૨.૩.૧૯). પુરુષ: પશુ: આ મોટા, મોટા માણસો, જે અમુક ધૂર્તો દ્વારા ખૂબ માનવામાં આવે છે, આ બધા મોટા, મોટા, નેતાઓ, તે શું છે? કારણકે તેઓ કૃષ્ણના ભક્ત નથી, તેઓ નેતૃત્વ ના કરી શકે. તેઓ માત્ર પથ-ભ્રષ્ટ કરશે. તેથી તે બધા ધૂર્તો છે. આ માપદંડ છે. આ એક માપદંડ લો. તમારે કોઈ પણ વસ્તુ કોઈનાથી પણ શીખવી છે, સૌથી પેહલા તમે જુઓ કે તે કૃષ્ણનો ભક્ત છે. નહિતો કોઈ પણ શિક્ષા ન લો. અમે કઈ પણ શિક્ષા એવા વ્યક્તિ, "કદાચ," "લગભગ", એવા પાસેથી નથી લેતા. ના. આપણને તેવા વૈજ્ઞાનિક કે ગણિત-શાસ્ત્રીની જરૂર નથી. ના. જે કૃષ્ણને જાણે છે, જે કૃષ્ણનો ભક્ત છે, જે માત્ર કૃષ્ણના વિશે સાંભળવાથી ભાવથી ઓત-પ્રોત થઇ જાય છે, તમે તેની પાસેથી શિક્ષા સ્વીકાર કરો. નહિતો બધા ધૂર્તો છે.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.