GU/Prabhupada 0405 - રાક્ષસો સમજી ના શકે કે ભગવાન એક વ્યક્તિ હોઈ શકે. તે રાક્ષસી છે



Lecture on SB 7.7.30-31 -- Mombassa, September 12, 1971

દાનવો સમજી ના શકે કે ભગવાન એક વ્યક્તિ હોઈ શકે. તે દાનવી છે. તેઓ સમજી ના શકે... કારણકે તેઓ સમજી નથી શકતા, મુશ્કેલી છે કે એક દાનવ ભગવાનને સમજવાનો પ્રયત્ન કરે છે, પોતાની સાથે સરખામણી કરીને.

ડોક્ટર દેડકો, તે ડો. દેડકાની કથા. ડો. દેડકો એટલાન્ટીક મહાસાગરને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના ત્રણ-ફૂટના કૂવા સાથે સરખામણી કરીને, બસ તેટલું જ. જ્યારે તેને માહિતી આપવામાં આવે છે કે એટલાન્ટીક મહાસાગર છે, તે ફક્ત તેની સીમિત જગ્યા સાથે સરખામણી કરે છે. તે ચાર ફૂટનું હોઈ શકે છે, અથવા તે પાંચું ફૂટનું હોઈ શકે છે, તે દસ ફૂટનું હોઈ શકે છે, કારણકે તે તેના ત્રણ ફૂટની સીમામાં છે. તેનો મિત્ર માહિતી આપે છે, "ઓહ, મે એક પાણીનો સ્ત્રોત જોયો છે, વિશાળ પાણી." તો તે વિશાળતા, તે માત્ર અનુમાન કરી રહ્યો છે, "તે વિશાળતા કેટલી હશે? મારો કૂવો ત્રણ ફૂટ છે, તે ચાર ફૂટ હોઈ શકે છે, પાંચ ફૂટ, "હવે તે આવું કહી રહ્યો છે. પણ તે લાખો અને લાખો ફૂટ સુધી જશે છતાં પણ તે તેના કરતાં વધુ મોટું છે. તે બીજી વસ્તુ છે. તેથી, નાસ્તિક વ્યક્તિઓ, દાનવો, તેઓ તેમની પોતાની રીતે વિચારે છે કે ભગવાન, કૃષ્ણ, કદાચ આવા હશે, કૃષ્ણ કદાચ આવા હશે, કૃષ્ણ કદાચ આવા હશે. સામાન્ય રીતે તેઓ વિચારે છે કે હું કૃષ્ણ છે. કેવી રીતે તેઓ કહે છે? કૃષ્ણ મહાન નથી. તેઓ વિશ્વાસ નથી કરતાં કે ભગવાન મહાન છે. તે વિચારે છે કે ભગવાન મારા જેવા જ છે, હું પણ ભગવાન છું. આ દાનવી છે.