GU/Prabhupada 0407 - હરિદાસનો જીવન ઇતિહાસ છે કે તે એક મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા



Discourse on Lord Caitanya Play Between Srila Prabhupada and Hayagriva -- April 5-6, 1967, San Francisco

પ્રભુપાદ: એટલી વારમાં એક બ્રાહ્મણ આવ્યો અને ભગવાન ચૈતન્યને આમંત્રણ આપ્યું કે, "મે બનારસથી બધા જ સન્યાસીઓને આમંત્રણ આપ્યું છે, પણ હું જાણું છું કે તમે આ માયાવાદી સન્યાસીઓને નથી મળતા, પણ છતાં હું તમને આમંત્રણ આપવા આવ્યો છું. તમે દયા કરીને મારૂ આમંત્રણ સ્વીકારો." તો ચૈતન્ય મહાપ્રભુએ આમાં પ્રકાશાનંદ સરસ્વતીને મળવાની તક જોઈ. તેમણે તેનું આમંત્રણ સ્વીકાર્યું, અને મુલાકાત થઈ, અને પ્રકાશાનંદ સરસ્વતી સાથે વેદાંત સૂત્રની ચર્ચા થઈ, અને તેમણે તેમને વૈષ્ણવમાં પરિવર્તિત કર્યા. તે બીજો કિસ્સો છે.

હયગ્રીવ: તે માણસની ઉમ્મર કેટલી હતી?

પ્રભુપાદ: પ્રકાશાનંદ સરસ્વતી? તે પણ એક વૃદ્ધ માણસ હતા. સાઈઠ વર્ષથી ઓછા નહીં. હા.

હયગ્રીવ: અને તે નગરમાં તેમનું કાર્ય શું હતું? શું તે? શું તે વેદાંતી હતા?

પ્રભુપાદ: પ્રકાશાનંદ સરસ્વતી. તે એક માયાવાદી સન્યાસી હતા. તેમણે ચૈતન્ય મહાપ્રભુના સિદ્ધાંતને સ્વીકાર્યો અને તેમને પ્રણામ કર્યા. તેમણે તેમના (ચૈતન્ય મહાપ્રભુના) ચરણ સ્પર્શ કર્યા. અને તે પણ જોડાઈ ગયા. પણ તેમનું એક ઔપચારિક રીતે વૈષ્ણવ બનવાનું કોઈ વૃતાંત નથી, પણ તેમણે ચૈતન્ય મહાપ્રભુના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો. પણ સાર્વભૌમ ભટ્ટાચાર્ય સત્તાવાર રીતે વૈષ્ણવ બન્યા. પછી ભગવાન હરિદાસને મળે છે...

હયગ્રીવ: પાંચમુ દ્રશ્ય.

પ્રભુપાદ: પાંચમુ દ્રશ્ય.

હયગ્રીવ: આ હરિદાસ ઠાકુર છે?

પ્રભુપાદ: હરિદાસ ઠાકુર.

હયગ્રીવ: કોની મૃત્યુએ? હરિદાસની મૃત્યુએ?

પ્રભુપાદ: હા. હરિદાસ એક બહુ જ વૃદ્ધ માણસ હતા. તેઓ મુસ્લિમ હતા.

હયગ્રીવ: શું તે વ્યક્તિ હતા જેમને નદીમાં નાખી દેવામાં આવ્યા હતા.

પ્રભુપાદ: હા.

હયગ્રીવ: તો છેવટે અહી, પાંચમા દ્રશ્યમાં, તેમની મૃત્યુ થઈ.

પ્રભુપાદ: આપણે તેમના માટે નથી... અવશ્ય, હરિદાસ ઠાકુરને એક અલગ જીવન હતું, પણ તે આપણે બતાવવાના નથી.

હયગ્રીવ: હા. ઠીક છે. આ વિશેષ કિસ્સો.

પ્રભુપાદ: વિશેષ કિસ્સો મહત્વનો છે, કે ચૈતન્ય મહાપ્રભુ એક બ્રાહ્મણ હતા અને તેઓ એક સન્યાસી હતા. સામાજિક રીત પ્રમાણે તેમણે એક મુસ્લિમને સ્પર્શ પણ ના કરવો જોઈએ, પણ આ હરિદાસ ઠાકુર એક મુસ્લિમ હતા, અને તેમના મૃત્યુ વખતે તેમણે (ભગવાન ચૈતન્યે) સ્વયમ તેમના શરીરને લીધું અને નૃત્ય કર્યું, અને તેમણે તેમને દાટયા અને પ્રસાદમનું વિતરણ કર્યું. અને હરિદાસ ઠાકુર બે, ત્રણ દિવસ માટે બહુ સારું અનુભવતા ન હતા. કારણકે તે મુસ્લિમ હતા તેથી તેમને જગન્નાથ મંદિરમાં પ્રવેશ ન હતો મળતો. કારણકે હિન્દુઓ બહુ ચુસ્ત હોય છે. તે એક ભક્ત હતા, તેમણે ક્યારેય વાંધો ન હતો ઉઠાવ્યો. શા માટે મારે તકરાર કરવી જોઈએ? તો ચૈતન્ય મહાપ્રભુએ આ વ્યવહારની બહુ પ્રશંસા કરી હતી કે... કારણકે તે ભક્તિ બની ગયા હતા. બળપૂર્વક તેઓ મંદિરમાં જતાં નહીં. પણ ચૈતન્ય મહાપ્રભુ પોતે રોજ આવતા હતા અને તેમને દર્શન આપતા હતા. સમુદ્રમાં સ્નાન લેવા જતી વખતે, તેઓ સૌ પ્રથમ હરિદાસને મળવા જતાં. "હરિદાસ? તમે શું કરી રહ્યા છો?" હરિદાસ તેમના પ્રણામ કરતાં, અને તેઓ બેસતા અને થોડી વાર વાતો કરતાં. પછી ચૈતન્ય મહાપ્રભુ તેમનું સ્નાન લેવા જતાં. આ રીતે, એક દિવસ જ્યારે તેઓ આવ્યા તેમણે જોયું કે હરિદાસથી તબિયત ઠીક નથી. "હરિદાસ? તમારી તબિયત કેમ છે?" "હા પ્રભુ, તે બહુ સારી નથી... છેવટે, તે શરીર છે." પછી ત્રીજા દિવસે તેમણે જોયું કે હરિદાસ આજે તેનું શરીર છોડવા જઈ રહ્યો છે. તો ચૈતન્ય મહાપ્રભુએ તેમને પૂછ્યું, "હરિદાસ, તમે શું ઈચ્છો છો?" તેઓ બંને સમજી શક્યા. હરિદાસે કહ્યું કે "આ મારો અંતિમ સમય છે. જો તમે કૃપા કરીને મારી સમક્ષ ઊભા રહો." તો ચૈતન્ય મહાપ્રભુ તેમની સમક્ષ ઊભા રહ્યા અને તેમણે તેમનું શરીર છોડયું. (અંતરાલ)

હયગ્રીવ: તમે કહ્યું કે...

પ્રભુપાદ: તેમના પ્રસ્થાન પછી ચૈતન્ય મહાપ્રભુ પોતે શરીરને લઈ જતાં હતા, અને બીજા ભક્તો તેમને લઈ ગયા અને તેમને દાટવા માટે ખાડો ખોદયો. આ કબર હજુ પણ જગન્નાથ પૂરીમાં છે. હરિદાસ ઠાકુરની સમાધિ, કબર. તો ચૈતન્ય મહાપ્રભુ નાચવા માંડ્યા. તે સમારોહ હતો. કારણકે એક વૈષ્ણવ સમારોહમાં, બધુ જ કીર્તન અને નૃત્ય છે. તો તે તેમનો હરિદાસ ઠાકુરનો છેલ્લો સમારોહ હતો.

હયગ્રીવ: તમે કઈ એવું કહેલું કે ચૈતન્ય મહાપ્રભુએ હરિદાસ ઠાકુર સાથે નૃત્ય કર્યું હતું?

પ્રભુપાદ: હરિદાસના શરીર સાથે. ચૈતન્ય... મૃત શરીર. હરિદાસ ઠાકુરનું મૃત શરીર.

હયગ્રીવ: ઓહ, તેમના મૃત શરીર સાથે?

પ્રભુપાદ: હા. તેમના મૃત શરીર સાથે.

હયગ્રીવ: તેમના મૃત્યુ પછી.

પ્રભુપાદ: તેમના મૃત્યુ પછી.

હયગ્રીવ: ચૈતન્ય...

પ્રભુપાદ: જ્યારે હરિદાસ ઠાકુર જીવિત હતા, હરિદાસ ઠાકુર નૃત્ય કરતાં હતા. પણ હરિદાસના મૃત્યુ પછી, ચૈતન્ય મહાપ્રભુએ પોતે શરીર લીધું, અને કીર્તન સાથે નૃત્ય કરવા માંડ્યુ. તેનો મતલબ તેમની અંતિમ ક્રિયા ચૈતન્ય મહાપ્રભુએ સ્વયમ કરી હતી. તેઓ શરીરને દરિયાકિનારે લઈ ગયા અને કબરમાં...

હયગ્રીવ: તેમણે અંતિમ ક્રિયા કરી..

પ્રભુપાદ: હા. અંતિમ ક્રિયા, હા.

હયગ્રીવ: કીર્તન સાથે.

પ્રભુપાદ: કીર્તન સાથે. કીર્તન હમેશા હોય છે. અને સમાધિ પછી પ્રસાદમ વિતરણ હતું અને કીર્તન હતું. હરિદાસ ઠાકુર. તો અહિયાં તમારે હરિદાસ ઠાકુરનો અમુક વાર્તાલાપ બતાવવો પડે, કેવી લાગણીપૂર્વક.

હયગ્રીવ: ઠીક છે. શું હરિદાસ વિશે બીજી કોઈ માહિતી છે?

પ્રભુપાદ: હરિદાસનો જીવન ઇતિહાસ છે કે તે એક મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા. એક યા બીજી રીતે તે એક ભક્ત બની ગયા અને ૩,૦૦,૦૦૦ નામનો જપ કરતાં હતા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે, અને ચૈતન્ય મહાપ્રભુએ તેમને આચાર્ય બનાવ્યા, જપના અધિકારી. તેથી આપણે તેમના ગુણગાન કરીએ છીએ, "નામાચાર્ય હરિદાસ ઠાકુર કી જય." કારણકે તેમને આચાર્ય બનાવવામાં આવ્યા હતા, હરે કૃષ્ણ જપના અધિકારી. પછી, જ્યારે ભગવાન ચૈતન્યે સન્યાસ લીધો, હરિદાસ ઠાકુરે ઈચ્છા કરી, કે, "મારા પ્રિય પ્રભુ, તમે નબદ્વીપ છોડી રહ્યા છો, તો મારા જીવનનો મતલબ શું છે? ક્યાં તો તમે મને લઈ જાઓ અથવા મને મરી જવા દો." તો ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, "ના. શા માટે તમે મરશો? તમે મારી સાથે આવો." તો તેઓ તેમને જગન્નાથ પૂરી લઈ ગયા. જગન્નાથ પૂરીમાં, કારણકે તે પોતાને મુસ્લિમ પરિવારમાં જન્મેલો ગણાતા હતા, તેમણે પ્રવેશ કર્યો નહીં. તો ચૈતન્ય મહાપ્રભુએ તેમને કાશીનાથ મિશ્રાના ઘરે સ્થાન આપ્યું અને ત્યાં તેઓ જપ કરતાં હતા અને ચૈતન્ય મહાપ્રભુ તેમના માટે પ્રસાદમ મોકલાવતા હતા. તે રીતે તે તેમના દિવસો પસાર કરતાં હતા. અને ચૈતન્ય મહાપ્રભુ રોજ તેમને દર્શન આપવા આવતા, અને એક દિવસ તે આ રીતે મૃત્યુ પામ્યા.