GU/Prabhupada 0432 - જ્યાં સુધી તમે વાંચો છો, સૂર્ય તમારા પ્રાણ ના લઈ શકે



Lecture on SB 2.3.17 -- Los Angeles, June 12, 1972

પાવકા: દહતી પાવકા: (ભ.ગી. ૨.૨૩). તો આધુનિક વૈજ્ઞાનિકો, તેઓ કહે છે કે સૂર્ય ગ્રહ પર કોઈ જીવન નથી. પણ તે હકીકત નથી. સૂર્ય ગ્રહ શું છે? તે એક અગ્નિમય ગ્રહ છે, બસ તેટલું જ. પણ આત્મા અગ્નિમાં રહી શકે, અને તેને એક અગ્નિમય શરીર મળે છે. જેમ કે અહિયાં, આ ગ્રહ પર, પૃથ્વી પર, આપણને આ પૃથ્વીમય શરીર છે. તે બહુ સુંદર હોઈ શકે છે, પણ તે પૃથ્વી છે. ફક્ત પ્રકૃતિના વ્યવહારથી. જેમ કે અમે આવી રહ્યા છીએ... કરંધરે મને બતાવ્યુ. પ્લાસ્ટિક, અમુક વૃક્ષો. તો તેમણે પ્લાસ્ટિકનું વૃક્ષ બનાવ્યું છે બિલકુલ વૃક્ષ જેવુ જ. પણ તે વૃક્ષ નથી. તેવી જ રીતે, આ શરીર એક પ્લાસ્ટિકના શરીર જેવુ જ છે. તેનું કોઈ મૂલ્ય નથી. તો ત્યક્ત્વા દેહમ. તો જ્યારે કૃષ્ણ કહે છે કે આ શરીરને છોડયા પછી... પણ આ શરીર પ્લાસ્ટિકનું શરીર છે. જેમ કે તમારે કોટનનું શર્ટ છે કે પ્લાસ્ટિકનું શર્ટ અથવા ઘણા બધા. તમે તેને કાઢી શકો છો. તેનો મતલબ તેવો નથી કે તમે મરી જાઓ છો. તે પણ ભગવદ ગીતામાં સમજાવેલું છે: વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). જેમ એક વ્યક્તિ જૂના વસ્ત્રનો ત્યાગ કરે છે નવા વસ્ત્ર માટે, તેવી જ રીતે, મૃત્યુ મતલબ આ પ્લાસ્ટિકના શરીરને છોડી દેવું, અને બીજું પ્લાસ્ટિકનું શરીર સ્વીકારવું.

તે મૃત્યુ છે. અને ફરીથી, તે પ્લાસ્ટિકના શરીરમાં, તમારે કામ કરવું પડે છે. જો તમને એક સરસ શરીર મળે છે, તો તમે સરસ રીતે કામ કરી શકો છો. જો તમને એક કુતરાનું શરીર મળે છે, તો તમે એક કુતરાની જેમ કામ કરો છો. તમારા શરીર પ્રમાણે. તો ત્યક્ત્વા દેહમ. કૃષ્ણ કહે છે કે "જે કોઈ પણ મને સત્યમાં સમજે છે..." તો કેવી રીતે તમે સમજશો? જો તમે ફક્ત તેમના વિશે સાંભળશો, તો તમે સમજશો. પછી તમે સમજશો. તો સાંભળવું બહુ અઘરું કાર્ય નથી. પણ તમારે સાક્ષાત્કારી આત્મા પાસેથી જ સાંભળવું જોઈએ. તે છે... સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદ: (શ્રી.ભા. ૩.૨૫.૨૫). જો તમે એક વ્યાવસાયિક માણસ પાસેથી સાંભળશો, તે અસરકારક નહીં હોય. સાધુ પાસેથી જ સાંભળવું જોઈએ, ભક્ત પાસેથી. ભક્તના હોઠમાથી નીકળતું. જેમ કે શુકદેવ ગોસ્વામી મહારાજ પરિક્ષિતને કહી રહ્યા હતા. તો... અથવા જો તમે પોતે સાંભળો, તમે પુસ્તકો વાંચો, તમે તમારું જીવન બચાવશો. જો તમે ફક્ત કૃષ્ણ પુસ્તક વાંચશો, અથવા ભગવદ ગીતા, અથવા ભગવાન ચૈતન્યની શિક્ષાઓ, તો તમે જાણો છો... જ્યાં સુધી તમે વાંચી રહ્યા છો, સૂર્ય તમારા પ્રાણ ના લઈ શકે. સૂર્ય માટે તમારા પ્રાણ લેવું શક્ય નથી.

તો જો તમે નિરંતર વાંચશો, તો સૂર્યની તમારા પ્રાણ લેવાની તક ક્યાં છે? તેનો મતલબ તમે અમર બનો છો. લોકો અમર બનવા માટે બહુ જ ચિંતિત છે. કોઈને મરવું નથી. દરેક વ્યક્તિ જાણે છે કે "હું મૃત્યુ પામીશ." પણ જેવો કોઈ સંકટ હોય છે, આગ, તરત જ તમે આ ઓરડામાથી જતાં રહો છો. શા માટે? મારે મરવું નથી. મારે મરવું નથી. જોકે હું જાણું છું કે મારે મરવું તો પડશે જ. છતાં, શા માટે હું જતો રહું છું? હું જાણું છું કે... "ઓહ, ભલે આગ હોય. હું આજે કે કાલે મરીશ જ. મને મરી જવા દો." ના. મારે મરવું નથી. તેથી હું જતો રહું છું. આ મનોવિજ્ઞાન છે. તો દરેક વ્યક્તિને હમેશ માટે જીવવું છે. તે એક હકીકત છે. તો જો તમારે હમેશ માટે જીવવું છે, તો તમારે કૃષ્ણ ભાવનામૃતને ગ્રહણ કરવી પડે. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું મહત્વનુ અને સરસ છે. દરેક વ્યક્તિને જીવવું છે. તો વાસ્તવમાં, જો મારે જીવવું છે, તો તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો. આ શ્લોક તેની પુષ્ટિ કરે છે. આયુર હરતી વૈ પુંસામ ઉદ્યન્ન અસ્તમ ચ યન્ન અસૌ (શ્રી.ભા. ૨.૩.૧૭). સૂર્ય વહેલી સવારે ઊગે છે. જેવો તે ઊગે છે, ધીમે ધીમે તે તમારા પ્રાણ લે છે.

બસ તેટલું જ. તે કાર્ય છે. પણ જો તમારે સૂર્યને પરાજિત કરવો છે... સૂર્ય બહુ શક્તિશાળી છે. લડવું બહુ જ મુશ્કેલ છે. પણ તમે સૂર્ય સાથે લડી શકો. કેવી રીતે? ફક્ત કૃષ્ણ-કથા વાંચીને, કૃષ્ણના શબ્દો. ઉત્તમ શ્લોક વાર્તયા (શ્રી.ભા. ૨.૩.૧૭). વાર્તયા. ઉત્તમ-શ્લોક, કૃષ્ણ. તો આ સરળ વિધિ છે. તમે બકવાસ વાતો કરવામાં તમારો સમય ના બગાડો. તેથી રૂપ ગોસ્વામીએ સલાહ આપી છે, અત્યાહાર: પ્રયાસશ ચ પ્રજલ્પો નિયમાગ્રહ: પ્રજલ્પ:

અત્યાહાર: પ્રયાસશ ચ
પ્રજલ્પો નિયમાગ્રહ:
જન સંગશ ચ લૌલ્યમ ચ
ષડભીર ભક્તિર વિનશ્યતિ
(ઉપદેશામૃત ૨)

આપણું ભક્તિ જીવન સમાપ્ત થઈ શકે છે, મતલબ અવરોધાઈ શકે છે... જે લોકો ભક્તિમય જીવનમાં છે, કૃષ્ણ ભાવનામૃત, તેઓ ભાગ્યશાળી છે. આ સદભાગ્યનો છ વસ્તુઓથી વિનાશ થઈ શકે છે. સાવચેત રહો. તે શું છે? અત્યાહાર. અત્યાહાર મતલબ જરૂર કરતાં વધુ જમવું, અથવા જરૂર કરતાં વધુ ભેગું કરવું. આહાર. આહાર મતલબ ભેગું કરવું. આપણે થોડું ધન એકત્ર કરવું પડે છે, પણ આપણે જરૂરિયાત કરવા વધુ ભેગું ના કરવું જોઈએ. તે આપણે ના કરવું જોઈએ.કારણકે જો મને થોડું ધન મળે છે, તો તરત જ માયા... "તો તું મારી પાછળ ખર્ચ કેમ નથી કરતો?" હા. તો જરૂર કરતાં વધુ ભેગું ના કરો... જેટલું તમને જરૂરી છે, તમે ભેગું કરો. અથવા તેવી જ રીતે, આહાર મતલબ ખાવું. જરૂર કરતાં વધુ ના ખાઓ. વાસ્તવમાં, આપણે તે બિંદુ પર આવવાનું છે જ્યાં ખાવું, ઊંઘવું, મૈથુન અને રક્ષણ શૂન્ય થઈ જાય. અને તે શક્ય નથી કારણકે આપણી પાસે આ શરીર છે. પણ ઓછામાં ઓછું.