GU/Prabhupada 0448 - આપણે શાસ્ત્ર, ગુરુ અને સાધુ પાસેથી શિક્ષા લેવી જોઈએ



Lecture on SB 7.9.3 -- Mayapur, February 17, 1977

પ્રદ્યુમ્ન: અનુવાદ - "પછી બ્રહ્માજીએ પ્રહલાદ મહારાજને વિનંતી કરી, જે તેમની ઘણી નજીક ઊભા હતા: મારા પ્રિય પુત્ર, ભગવાન નરસિંહ દેવ તમારા દાનવી પિતા પર ખૂબ જ ક્રોધિત છે. કૃપા કરીને આગળ જાઓ અને ભગવાનને શાંત પાડો."

પ્રભુપાદ:

પ્રહરાદમ પ્રેશયામ આસ
બ્રહ્માવસ્થિતમ અંતિકે
તાત પ્રશમયોપેહી
સ્વ-પિત્રે કુપિતમ પ્રભુમ
(શ્રી.ભા. ૭.૯.૩)

તો નરસિંહ દેવ ખૂબ જ, ખૂબ જ ક્રોધિત હતા. હવે નાસ્તિક વર્ગના માણસો, જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સ્વભાવ શું છે તે જાણતા નથી, તેઓ કહેશે, "શા માટે ભગવાન ગુસ્સે થવા જોઈએ?" તો ભગવાન, શા માટે તેઓ ગુસ્સે થવા જોઈએ? ભગવાન પાસે બધુ જ હોવું જોઈએ; નહિતો કેવી રીતે ભગવાન પૂર્ણ છે? પૂર્ણમ. ક્રોધ પણ જીવ લક્ષણનો બીજો ગુણ છે. પથ્થર ક્રોધિત નથી બનતો, કારણકે તે પથ્થર છે. પણ કોઈ પણ જીવ, તે ક્રોધિત બને છે. તે એક ગુણ છે. અને શા માટે ભગવાન ક્રોધિત ના બને? તેઓ ભગવાનની ધારણા કરે છે; તેમની પાસે કોઈ ભગવાનનો વાસ્તવિક ખ્યાલ નથી. તેઓ ધારણા કરે છે કે "ભગવાન આવા જ હોવા જોઈએ. ભગવાન અહિંસક જ હોવા જોઈએ. ભગવાન બહુ જ શાંત હોવા જોઈએ." શા માટે? ક્રોધ ક્યાંથી આવે છે? તે ભગવાનમાથી આવે છે. નહિતો ક્રોધનું કોઈ અસ્તિત્વ નથી.

બધી જ વસ્તુ છે. જન્માદી અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). તે બ્રહ્મની વ્યાખ્યા છે. જે પણ આપણને અનુભવમાં છે અને જે પણ આપણને અનુભવમાં નથી... આપણને બધુ જ અનુભવમાં નથી. જેમ કે નરસિંહ દેવ વિશે તે કહ્યું છે કે લક્ષ્મીજીને પણ કોઈ અનુભવ ન હતો, કે ભગવાન અડધા સિંહ, અડધા માણસ બની શકે. લક્ષ્મીજી પણ, બીજાની તો વાત જ શું કરવી. લક્ષ્મીજી, તે ભગવાનના નિરંતર સંગી છે. તો તે કહ્યું છે, અશ્રુત. તે શું છે? અદ્રષ્ટ. અદ્રષ્ટ અશ્રુત પૂર્વત્વાત. તે ભયભીત બન્યા કારણકે તેમણે પણ ક્યારેય જોયું હતું નહીં, આટલું વિશાળકાય રૂપ, અને અડધા સિંહ, અડધા માણસ. ભગવાનને ઘણા રૂપો હોય છે: અદ્વૈત અચ્યુત અનાદિ અનંત રુપમ (બ્ર.સં. ૫.૩૩). અનંત રુપમ; છતાં, અદ્વૈત. તો ભાગવતમાં તે કહ્યું છે કે ભગવાનના અવતારો બિલકુલ નદી અને દરિયાના મોજા જેવા છે. કોઈ પણ ગણતરી ના કરી શકે. તમે થાકી જશો જો તમારે મોજાની ગણતરી કરવી છે. તે અશક્ય છે. તો ભગવાનના અવતારો મોજા જેટલા છે. તો તમે મોજાની ગણતરી કરી ના શકો; તેથી તમે સમજી ના શકો, તેમને કેટલા અવતારો છે. લક્ષ્મીજી પણ, અનંતદેવ પણ, તેમને ખ્યાલ નથી. તો આપણો અનુભવ - ઘણો જ સીમિત. આપણે શા માટે કહેવું જોઈએ કે "ભગવાન આવું ના કરી શકે, ભગવાન પાસે આ ના હોઈ શકે..." એવું? આ નાસ્તિકતા છે. તેઓ ભાગ પાડે છે. તેઓ કહે છે... આપણા કહેવાતા વેદિક આર્ય-સમાજી પણ, તેઓ દાવો કરે છે કે ભગવાન કોઈ અવતાર ના લઈ શકે. શા માટે? જો ભગવાન સર્વ-શક્તિમાન હોય, તો શા માટે તે અવતાર ગ્રહણ ના કરી શકે?

તેથી આપણે ભગવાનની શિક્ષા આ ધૂર્તો પાસેથી ના લેવી જોઈએ. આપણે ભગવાનની શિક્ષા શાસ્ત્રમાથી લેવી જોઈએ, ગુરુ અને સાધુ પાસેથી - જે વ્યક્તિએ ભગવાનને જોયા છે, તત્ત્વ-દર્શિન. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, ઉપદેક્ષ્યંતિ તદ જ્ઞાનમ (ભ.ગી. ૪.૩૪). તદ જ્ઞાનમ મતલબ આધ્યાત્મિક જ્ઞાન. તદ વિજ્ઞાનમ.

તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવાભિગચ્છેત
સમિત પાણી: શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ
(મુ.ઉ. ૧.૨.૧૨)

તો તદ વિજ્ઞાનમ, તમે ધારણા ના કરી શકો, કલ્પના. તે શક્ય નથી. તમારે તેવા વ્યક્તિ પાસેથી શીખવું પડે જે તત્વ-દર્શિન: છે, જેણે ભગવાનને જોયા છે. જોઈને પણ, તમે ના કરી શકો... જેમ કે લક્ષ્મીદેવી, તે દરેક ક્ષણે જોઈ રહ્યા છે, નિરંતર. તે પણ જાણતા નથી. અશ્રુત પૂર્વ. અદ્રષ્ટશ્રુત પૂર્વ. તો જે પણ આપણે જોઈએ છીએ કે આપણે જોતાં નથી, બધુ જ છે. અહમ સર્વસ્ય પ્રભવ: (ભ.ગી. ૧૦.૮). કૃષ્ણ કહે છે, "જે પણ તમે જુઓ છો, જે પણ તમે અનુભવો છો, હું તે બધાનું મૂળ છું." તો ક્રોધ તો હશે જ. તમે કેવી રીતે કહી શકો કે "ભગવાન ક્રોધિત ના થવા જોઈએ. ભગવાન આવા ના હોવા જોઈએ. ભગવાન ના હોવા જોઈએ..."? ના, તે હકીકત નથી. તે આપણો અનુભવ છે.