GU/Prabhupada 0493 - જ્યારે આ સ્થૂળ શરીર આરામ કરે છે, સૂક્ષ્મ શરીર કાર્ય કરે છે



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974

આપણે થોડા વિચારથી સમજી શકીએ, કે આ શરીરમાં હું છું, આ જીવનમાં પણ... રાત્રે મને અલગ શરીર હોય છે. હું સ્વપ્ન જોઉ છું. હું સ્વપ્ન જોઉ છું કે વાઘ છે. હું વનમાં જાઉં છું, અને વાઘ હોય છે, અને તે મને મારવા આવી રહ્યો છે. પછી હું રડી રહ્યો છું, અને વાસ્તવમાં હું રડી રહ્યો છું. અથવા, બીજી બાજુએ, હું કોઈ પ્રેમી, પુરુષ અને સ્ત્રી પાસે ગયો છું. અમે ભેટી રહ્યા છીએ, પણ શારીરિક કાર્ય ચાલી રહ્યું છે. નહિતો શા માટે હું રડી રહ્યો છું? અને શા માટે વીર્યસ્ખલન થાય છે? તો લોકો જાણતા નથી કે હું આ સ્થૂળ શરીરમાં રહું છું, પણ હું સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરું છું. સૂક્ષ્મ શરીર છે, અંદર હોવાનો પ્રશ્ન નથી. આપણે બંધાયેલા છીએ. જેમ કે આ શરીર બંધાયેલું છે શર્ટ અને કોટ દ્વારા, તો કોટ સ્થૂળ શરીર છે, અને શર્ટ સૂક્ષ્મ શરીર છે. તો જ્યારે આ સ્થૂળ શરીર આરામ કરે છે, સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે. મૂર્ખ માણસો, તેઓ સમજી નથી શકતા, કે: "હું કોઈ શરીરમાં બંધાયેલો છું, ક્યાં તો સૂક્ષ્મ શરીર અથવા સ્થૂળ શરીર." જે વ્યક્તિ બહુ જ પાપી છે, ઘોર પાપી, તે સ્થૂળ શરીર મેળવતો નથી. તે સૂક્ષ્મ શરીરમાં રહે છે, અને તેને ભૂત કહેવાય છે. તમે સાંભળ્યુ છે. તમારામાથી અમૂકે જોયું હશે. ભૂત હોય છે. ભૂત મતલબ તે નથી મેળવતો. તે એટલો પાપી છે કે તેને સૂક્ષ્મ શરીરમાં રહેવાનો શાપ મળે છે. તે સ્થૂળ શરીર નેથી મેળવતો. તેથી, વેદિક પદ્ધતિ પ્રમાણે, શ્રાદ્ધ સંસ્કાર હોય છે. જો પિતા અથવા સંબંધીને સ્થૂળ શરીર નથી મળ્યું, તે સંસ્કારથી તેને બીજું એક સ્થૂળ શરીર મેળવવાની અનુમતિ મળે છે. તે વેદિક પદ્ધતિ છે.

તો કઈ વાંધો નહીં, આપણે સમજી શકીએ છીએ કે "હું ક્યારેક આ સ્થૂળ શરીરમાં છું, અને ક્યારેક હું સૂક્ષ્મ શરીરમાં છું. તો હું છું, ક્યાં તો સ્થૂળ શરીરમાં અથવા સૂક્ષ્મ શરીરમાં. તો હું શાશ્વત છું. પણ જ્યારે હું સૂક્ષ્મ શરીર સાથે કામ કરું છું, હું આ સ્થૂળ શરીરને ભૂલી જાઉં છું. અને જ્યારે હું આ સ્થૂળ શરીર સાથે કામ કરું છું, હું આ સૂક્ષ્મ શરીરને ભૂલી જાઉં છું. તો ક્યાં તો હું સ્થૂળ શરીરને સ્વીકારું છું અથવા સૂક્ષ્મ શરીરને, હું શાશ્વત છું. હું શાશ્વત છું. હવે સમસ્યા છે કે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી છુટકારો કેવી રીતે મેળવવો. તે સમસ્યા છે. તેનો મતલબ જ્યારે તમે તમારા મૂળ શરીરમાં રહો છો, મતલબ આધ્યાત્મિક શરીર, અને આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં નથી આવતા, તે તમારું શાશ્વત જીવન છે. તે છે... આપણે મેળવવું પડે. આ મનુષ્ય જીવન પ્રકૃતિ અથવા ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ છે. હવે તમે સાક્ષાત્કાર કરો કે તમે અલગ પરિસ્થિતી, સુખ અને દુખ, પ્રમાણે બદલો છો, અમુક પ્રકારનું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સ્વીકારવા પર મજબૂર થાઓ છો. તે તમારા સુખ અને દુખનું કારણ છે. અને જો તમે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી બહાર નીકળો છો, તમારા મૂળ, આધ્યાત્મિક શરીરમાં રહો છો, તો તમે આ સુખો અને દુખોથી મુક્ત છો. તેને મુક્તિ કહેવાય છે. મુક્તિ. તે સંસ્કૃત શબ્દ છે. મુક્તિ મતલબ વધુ કોઈ સ્થૂળ શરીર નહીં, વધુ કોઈ સૂક્ષ્મ શરીર નહીં. પણ તમે તમારા પોતાના મૂળ આધ્યાત્મિક શરીરમાં રહો છો. આને મુક્તિ કહેવાય છે. મુક્તિ મતલબ... તે ભાગવતમમાં વર્ણિત છે, મુક્તિર હિત્વા અન્યથા રુપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ: (શ્રી.ભા. ૨.૧૦.૬) તેને મુક્તિ કહેવાય છે. અન્યથા રુપમ.