GU/Prabhupada 0508 - જેઓ પશુ હત્યારા છે, તેઓના મગજ પથ્થરની જેમ જડ છે



Lecture on BG 2.18 -- London, August 24, 1973

હવે, આ આત્મા, જેમ કે પાછળના શ્લોકમાં આપણે સમજયા, અવિનાશી તુ તદ વિધિ યેન સર્વમ ઈદમ તતમ. આ આત્માનું માપ નથી, પણ આત્માની શક્તિને તમે માપી શકો. પણ આત્માને નહીં. તે શક્ય નથી. આત્મા એટલું સૂક્ષ્મ છે કે તે શક્ય નથી. તમારી પાસે માપવા માટે કોઈ સાધન નથી, અને કારણકે અત્યારે આપણે આપણી ભૌતિક ઇન્દ્રિયો છે, તે શક્ય નથી. તમે ફક્ત ચેતનાને સમજી શકો. જેમ કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ મંદિરમાં બેભાન થઈ ગયેલા, સાર્વભૌમ ભટ્ટાચાર્યે તેમને તપાસ્યા કે કોઈ ચેતના હતી નહીં. પેટ પણ હલન ચલણ ન હતું કરતું. જ્યારે ખરેખર તમારી ચેતના હોય અને તમે શ્વાસ લો, તમારું પેટ હલન ચલન કરે છે. પણ સાર્વભૌમ ભટ્ટાચાર્યે ચૈતન્ય મહાપ્રભુના શરીરની તપાસ કરી હતી. તે પણ હલન ચલન ન હતું કરતું. તો તેમણે વિચાર્યું કે "આ સન્યાસી કદાચ મૃત્યુ પામ્યા છે." પણ તેમણે ફરીથી પ્રયત્ન કર્યો. તેઓ એક રુ નું પૂમડું લઈ આવ્યા અને તેમના નાક આગળ મૂક્યું, અને જ્યારે તેમણે જોયું કે પૂમડું, રૂના રેસા થોડાક હલ્યા, પછી તેમને આશા થઈ, હા. તો દરેક વસ્તુઓની અલગ પ્રકારની ગણતરી હોય છે, માપ. પણ જ્યાં સુધી આત્માનો પ્રશ્ન છે, તે કહ્યું છે અહિયાં, અપ્રમેયસ્ય, માપદંડનો કોઈ સ્ત્રોત નથી. કોઈ સ્ત્રોત નથી. તેથી, કહેવાતા ભૌતિક વિજ્ઞાનમાં, તેઓ કહે છે કોઈ આત્મા નથી. ના, આત્મા છે. સાબિતી છે કે આત્મા છે. આ સાબિતી છે. શું છે તે સાબિતી? સૌથી પહેલા ચેતના છે. આ છે સાબિતી. પણ તમે માપી ના શકો. સ્થાન પહેલેથી જ નિયુક્ત છે. આત્મા હ્રદયમાં છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેષુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧).

તો આત્મા હ્રદયમાં છે અને કૃષ્ણ પણ હ્રદયમાં છે. કારણકે તેઓ સાથે જ રહે છે. સ્થાન પણ નિયુક્ત છે. તમે ચેતના દ્વારા અનુભવી પણ શકો કે આત્મા હાજર છે, પણ જો તમે પ્રયોગ દ્વારા માપવા જાઓ, તો તે શક્ય નથી. તેથી તેને અપ્રમેય કહેવાય છે. પ્રમેય મતલબ પ્રત્યક્ષ ધારણા. હું જોઈ શકું છું કે હું અડી શકું છું, હું લઈ શકું છું. તો તે છે... કૃષ્ણ કહે છે ના, તે શક્ય નથી. અપ્રમેય. પછી, કેવી રીતે હું સ્વીકારું? હવે કૃષ્ણ કહે છે. તો હું કેવી રીતે કૃષ્ણ પર વિશ્વાસ કરું? કૃષ્ણ કહે છે, ઉક્ત, તે પહેલેથી જ અધિકૃત સત્તા દ્વારા નિયુક્ત કરવામાં આવેલું છે. ઉક્ત. આ છે પરંપરા પ્રણાલી. કૃષ્ણ પણ કહે છે ઉક્ત. કૃષ્ણ નથી કહેતા કે "હું કહું છું," ના. ઉક્ત, આ વેદિક સાબિતી છે. ક્યાં છે તે? ઉપનિષદોમાં છે તે. જેમ કે,

બાલાગ્ર શતભાગસ્ય
શતધા કલ્પિતસ્ય ચ
ભાગો જીવ: સ વિજ્ઞેય:
સ ચાનન્ત્યાય કલ્પતે

તે ઉપનિષદમાં છે. શ્વેતાશ્વતર ઉપનિષદ. આને વેદિક સાબિતી કહેવાય છે. બીજામાં, શ્રીમદ ભાગવતમમાં, સાબિતી છે. શું છે તે? કેશાગ્ર શત ભાગસ્ય શતધા, સદ્ર્શમ જીવ: સૂક્ષ્મ (ચૈ.ચ. ૧૯.૧૪૦). સૂક્ષ્મ. બહુ જ નાનું. જીવ સૂક્ષ્મ સ્વરૂપો અયમ સંખ્યાતીત: કલ્પતે આ જીવ, એક, બે, ત્રણ, ચાર નહીં - તમે ગણતરી ના કરી શકો. અસંખ્ય. તો આ વેદિક સાહિત્યમાં સાબિતીઓ છે. તો આપણે સ્વીકાર કરવી જ પડે. કૃષ્ણ તેની પુષ્ટિ કરે છે અને ખરેખર તમે તેને માપી પણ ના શકો. પણ આપણને સાબિતી મળે છે, આત્માની હાજરી, આત્માની હાજરી. છતાં, આપણે કેવી રીતે કહી શકીએ કે કોઈ આત્મા નથી? ના. આ મૂર્ખતા છે. સંપૂર્ણ જગત આ મૂર્ખતા પર ચાલી રહ્યું છે. અત્યારે નહીં, પહેલા પણ. જેમકે ચાર્વાક મુનિ, તે નાસ્તિક હતો, તેણે માન્યું હતું નહીં. ભગવાન બુદ્ધે પણ તેના જેવુ કહ્યું હતું, પણ તેમણે છળ કર્યું. તેમને બધુજ જ્ઞાત હતું કારણકે તેઓ ભગવાનના અવતાર હતા. પણ તેમણે લોકોને તે રીતે છેતરવા પડ્યા કારણકે તેઓ પૂરતા બુદ્ધિશાળી હતા નહીં. કેમ બુદ્ધિશાળી ન હતા? કારણકે તેઓ પશુ હત્યારા હતા, તેઓએ બુદ્ધિ ગુમાવી ચૂકી હતી. કેશવ ધૃત બુદ્ધ શરીર જય જગદીશ હરે. જેઓ પશુ હત્યારા છે, તેમના મગજ પથ્થરની જેમ જડ છે. તેઓ કોઈ વસ્તુ સમજી ના શકે. તેથી માંસાહાર બંધ થવો જોઈએ. મગજની સૂક્ષ્મ પેશીઓના પુનર્જીવન માટે, સૂક્ષ્મ વસ્તુઓ સમજવા, વ્યક્તિએ માંસાહાર છોડવો જ પડે.