GU/Prabhupada 0513 - ઘણા બધા શરીરો છે, ૮૪,૦૦,૦૦૦ વિભિન્ન પ્રકારના શરીરો



Lecture on BG 2.25 -- London, August 28, 1973

જ્યારે પૃચ્છા હોય છે, કે કેમ એક વ્યક્તિને રાજાનું શરીર મળ્યું છે, અને કેમ બીજાને ભૂંડનું શરીર મળ્યું છે. કેટલા બધા બીજા શરીરો છે, ૮૪,૦૦,૦૦૦ અલગ પ્રકારના શરીરો. તો કેમ અંતર છે? તે અંતર ભગવદ ગીતામાં સમજાવેલું છે. કારણમ. કારણમ મતલબ કારણ. કેમ આ ભાત ભાત ના.... કારણમ ગુણ સંગો અસ્ય. અસ્ય, જીવસ્ય. વ્યક્તિ અલગ પ્રકારના ગુણો સાથે સંપર્ક કરી રહ્યો છે, અને તેથી તે અલગ પ્રકારનું શરીર મેળવી રહ્યો છે. કારણમ ગુણ સંગો અસ્ય.

તેથી આપણું કાર્ય હોવું જોઈએ કે આપણે ભૌતિક ગુણો સાથે સંપર્ક ના રાખીએ. સત્વગુણ પણ. ભૌતિક ગુણ, સત્વગુણ મતલબ બ્રાહ્મણ ગુણ. સત્ત્વ શમ દમસ તિતિક્ષા. તો ભક્તિમય સેવા આ સત્વ ગુણથી પણ પરે છે. આ ભૌતિક જગતમાં, જો એક યા બીજી રીતે, વ્યક્તિને બ્રાહ્મણ કુટુંબમાં જન્મ મળ્યો છે અથવા તે તેનું કાર્ય કરે છે, પૂર્ણ રૂપે એક કડક બ્રાહ્મણ તરીકે, છતાં તે ભૌતિક જગતના નિયમોમાં બાધ્ય છે, છતાં. અને બીજાનું શું કહેવું, જેઓ આ રજોગુણ અને તમોગુણમાં છે. તેમની પરિસ્થિતી અત્યંત કષ્ટદાયક છે. જઘન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગછન્તિ તામસા: (ભ.ગી. ૧૪.૧૮). જે લોકો તમોગુણમાં છે, જઘન્ય, ખૂબ જ ઘૃણાસ્પદ પરિસ્થિતી. તો વર્તમાન સમયે... તે શુદ્ર છે. કલૌ શુદ્ર સંભવા: આ કલિયુગમાં, દરેક વ્યક્તિ તમોગુણમાં છે. શુદ્ર. તેઓ જાણતા નથી કારણકે તેમની પાસે... જે જાણે છે કે "હું આધ્યાત્મિક આત્મા છું; હું આ શરીર નથી," તે બ્રાહ્મણ છે. અને જે તે જાણતો નથી, તે શુદ્ર છે, કૃપણ. એતદ વિદિત પ્રાયે સ બ્રાહ્મણ. દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે, તે ઠીક છે, પણ જે આધ્યાત્મિક સત્યને જાણ્યા પછી મૃત્યુ પામે છે... જેમ કે અહિયાં, વિદ્યાર્થીઓ કે જેઓ આધ્યાત્મિક જીવન શું છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને, એક યા બીજી રીતે, જો તે સમજાશે કે તે આધ્યાત્મિક આત્મા છે, છેવટે, પછી તે બ્રાહ્મણ બની જાય છે. તે બ્રાહ્મણ બની જાય છે. એતદ વિદિત. અને જે નથી સમજતો, તે કૃપણ છે. કૃપણ મતલબ કંજૂસ. બ્રાહ્મણ મતલબ ઉદાર. આ શાસ્ત્રના વિધાનો છે.

તો સૌ પ્રથમ, આપણે બ્રાહ્મણ બનવું પડે. પછી વૈષ્ણવ. બ્રાહ્મણ ફક્ત જાણે છે કે "હું આધ્યાત્મિક આત્મા છું," અહમ બ્રહ્માસ્મિ. બ્રહ્મ જાનાતી ઈતિ બ્રાહ્મણ. બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪). આવા જ્ઞાનથી વ્યક્તિ પ્રસન્નાત્મા બને છે. મતલબ રાહત મેળવી છે. જેમ તમે રાહત મેળવો છો.. જો તમારા માથા ઉપર કોઈ ભાર હોય, અને ભાર લઈ લેવામાં આવે, તમે રાહત મેળવો છો, તેવી જ રીતે, આ અજ્ઞાનતા કે "હું આ શરીર છું" તે બહુ જ મોટો ભાર, આપણા ઉપર એક ભાર છે. તો જ્યારે તમે આ ભારથી મુક્ત થાઓ છો, તો તમે રાહત અનુભવો છો. બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪). મતલબ જ્યારે વાસ્તવિક રીતે વ્યક્તિ સમજે છે કે "હું આ શરીર નથી; હું આત્મા છું," તો તેને આ શરીરના પાલન માટે સખત મહેનત કરવી પડે છે, તો જો તેને રાહત મળે કે "હું શા માટે આ ભૌતિક વસ્તુઓના કોથળા માટે આટલી બધી મહેનત કરું? ચાલ હું મારા જીવનની, આધ્યાત્મિક જીવનની, વાસ્તવિક જરૂરિયાત પૂરી કરું." તે એક મહાન રાહત છે. તે એક બહુ મોટી રાહત છે. બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ (ભ.ગી. ૧૮.૫૪). રાહત મતલબ કોઈ ઈચ્છા નથી, કોઈ પસ્તાવો નથી. આ બ્રહ્મભૂત: છે.