GU/Prabhupada 0515 - તમે સુખી ના રહી શકો, શ્રીમાન, જ્યાં સુધી તમારી પાસે આ ભૌતિક શરીર છે



Lecture on BG 2.25 -- London, August 28, 1973

આપણે સિદ્ધાંત આપી શકીએ છીએ અને આપણા આનંદમય જીવનની ઘણી બધી રીતો. પણ તમે સુખી ના બની શકો, શ્રીમાન, જ્યાં સુધી તમારે આ ભૌતિક શરીર છે. તે હકીકત છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). તેથી બુદ્ધિશાળી વ્યક્તિઓ, તેમણે... કૃષ્ણ દરેકને બુદ્ધિશાળી બનાવે છે: "તું ધૂર્ત, તું જીવનના શારીરિક ખ્યાલ પર છે. તારા સમાજનું કોઈ મૂલ્ય નથી. તે ધૂર્ત સમાજ છે." અહી મુદ્દો છે,

યમ હી ન વ્યથયંતી એતે
પુરુષમ પુરુષર્ષભ
સમ દુખ સુખમ ધીરમ
સો અમૃતત્વાય કલ્પતે
(ભ.ગી. ૨.૧૫)

તમારી સમસ્યા છે કે કેવી રીતે શાશ્વત તરીકે પુન:સ્થાપિત થવું. કારણકે આપણે શાશ્વત છીએ. એક યા બીજી રીતે, આપણે આ ભૌતિક જગતમાં પતિત થયા છીએ. તેથી, આપણે જન્મ અને મૃત્યુ સ્વીકારવું પડે છે. તો આપણી સમસ્યા છે કે કેવી રીતે ફરીથી શાશ્વત થવું. તે અમૃતત્વ છે. પણ આ ધૂર્તો, તેઓ જાણતા નથી, કે શાશ્વત બનવાની શક્યતા છે. ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરવાથી, વ્યક્તિ અમર બની શકે છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો જાનાતી તત્ત્વત: (ભ.ગી. ૪.૯). ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો, કૃષ્ણ શું છે. પછી ત્યક્તવા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). ફક્ત કૃષ્ણને સમજવાથી, ભલે તમે કૃષ્ણની સેવા ના પણ કરો. જો તમે સેવા કરો, તો તમે પહેલેથીજ મુક્ત છો. જો તમે ફક્ત સૈદ્ધાંતિક રીતે કૃષ્ણની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. પણ ના, મુઢા, ધૂર્તો, તેઓ કહેશે: "અમે કૃષ્ણને એક મહાન માણસ તરીકે સ્વીકારીએ છીએ. અમે કૃષ્ણને ભગવાન તરીકે નથી સ્વીકારતા." આર્યસમાજના લોકો કહે છે. ઠીક છે જો તમે એક મહાન માણસ તરીકે સ્વીકારો છો, મહાન વ્યક્તિ, તો તેમનો ઉપદેશ કેમ નથી સ્વીકારતા, હે? તો તે મહાન વ્યક્તિત્વનો કયા પ્રકારનો સ્વીકાર છે? જો તમે વાસ્તવિક રીતે કૃષ્ણને એક મહાન વ્યક્તિ તરીકે સ્વીકારો છો, ઓછામાં ઓછું તમારે કૃષ્ણના ઉપદેશનું પાલન તો કરવું જ જોઈએ. પણ ના, તે પણ તેઓ નહીં કરે. અને છતાં તેઓ આર્યસમાજ છે. આર્ય મતલબ ઉન્નત વર્ગ. તેઓ ઊતરતો વર્ગ છે. વાસ્તવિક ઉન્નત વર્ગ છે કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ, કૃષ્ણભક્તો. તેઓ આર્યન છે. જેમ કે અર્જુન, જ્યારે તે કૃષ્ણના ઉપદેશને અવગણવાનો પ્રયાસ કરતો હતો, "સાહેબ, હું લડીશ નહીં," તેમણે કહ્યું, અનાર્ય જૂષ્ટમ (ભ.ગી. ૨.૨). જે કોઈ પણ કૃષ્ણના ઉપદેશનું ઉલ્લંઘન કરે છે, તે અનાર્યન છે. અને જે કૃષ્ણના ઉપદેશનું પાલન કરે છે, તે આર્યન છે. તે તફાવત છે. તેથી, કહેવાતા આર્યસમાજ, તેઓ કૃષ્ણના ઉપદેશનું ઉલ્લંઘન કરે છે, અને છતાં તેઓ આર્યન હોવાનો દાવો કરે છે. વાસ્તવિક રીતે તેઓ અનાર્યન છે. અનાર્યજુષ્ટમ. આ વસ્તુઓ ભગવદ ગીતમાં છે.

તો નાનુશોચિતમ અરહસિ (ભ.ગી. ૨.૨૫). કૃષ્ણે અહી કહ્યું છે, "તું શાશ્વત છે. તારું કર્તવ્ય છે કેવી રીતે શાશ્વત અવસ્થા પ્રાપ્ત કરવી, અને, જ્યાં સુધી શરીરનો પ્રશ્ન છે, અંતવંત ઈમે દેહા: (ભ.ગી. ૨.૧૮), આ નાશવંત છે. તો તારે આ શરીર પ્રત્યે બહુ ગંભીર ના થવું જોઈએ." આ તફાવત છે વેદિક સમાજ અને આર્યસમાજ વચ્ચે. વેદિક સમાજ મતલબ આર્ય. અને અનાર્ય સમાજ. અનાર્ય સમાજ મતલબ જીવનનો શારીરિક ખ્યાલ, અને આર્ય સમાજ મતલબ જીવનનો આધ્યાત્મિક ખ્યાલ, કેવી રીતે આધ્યાત્મિક પ્રગતિ કરવી. તે વાસ્તવિક સમાજ અથવા સંસ્કૃતિ છે. જે લોકો જીવનની શારીરિક સુવિધાઓના વિચારોમાં મગ્ન છે, તેઓ બધા અનાર્ય છે, અને તેની હવે નિંદા કરવામાં આવી છે, નાનુશોચિતમ અરહસિ: "આ ભૌતિક વસ્તુઓ પાછળ શોક ના કર."

આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.