GU/Prabhupada 0520 - આપણે જપ કરીએ છીએ, આપણે સાંભળીએ છીએ, આપણે નૃત્ય કરીએ છીએ, આપણે આનંદ કરીએ છીએ. શા માટે?



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

આ પણ કૃષ્ણનું ધામ છે, કારણકે બધુ ભગવાન, કૃષ્ણ, નું છે. કોઈ સ્વામી નથી. આ દાવો કે "આ ભૂમિ, અમેરિકા, અમારી છે, યુનાઇટેડ સ્ટેટ્સની," તે ખોટો દાવો છે. તે તમારી નથી, કોઇની પણ નથી. જેમ કે અમુક વર્ષો પહેલા, ચારસો વર્ષો પહેલા, તે ભારતીયોની હતી, લાલ ભારતીયો, અને એક યા બીજી રીતે, તમે તેના પર કબજો કર્યો છે. એવું કોણ કહી શકે કે બીજા અહિયાં નહીં આવે અને કબજો નહીં કરે? તો આ બધુ ખોટો દાવો છે. વાસ્તવિક રીતે, બધુ કૃષ્ણનું છે. કૃષ્ણ કહે છે સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯): "હું બધા ગ્રહોનો, સર્વોચ્ચ સ્વામી, નિયંત્રક છું." તો બધુ તેમનું છે. પણ કૃષ્ણ કહે પણ છે કે બધુ તેમનું છે. તો બધુ જ તેમનું ધામ છે, તેમનું સ્થળ, તેમનું નિવાસસ્થાન. તો આપણે કેમ અહિયાં બદલીએ છીએ? પણ તેઓ કહે છે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ (ભ.ગી. ૧૫.૬). પરમમ મતલબ સર્વોચ્ચ. આ ધામ પણ, તે પણ કૃષ્ણ ધામ છે, કૃષ્ણના ગ્રહો, પણ અહી પરમ, સર્વોચ્ચ, નથી. મુશ્કેલીઓ છે. જેમ કે જન્મ, મૃત્યુ, રોગ, અને વૃદ્ધાવસ્થા. પણ જો તમે કૃષ્ણના વ્યક્તિગત નિવાસસ્થાન, ગોલોક વૃંદાવન, ચિંતામણી ધામ (બ્ર.સં. ૫.૨૯), પાછા જાઓ, તો તમે શાશ્વત જીવન, આનંદમય જીવન, પૂર્ણ જ્ઞાનરૂપી જીવન મેળવો છો.

અને તે કેવી રીતે મેળવી શકાય છે. અહી છે તે, શરૂઆતમાં... કૃષ્ણ કહે છે કે મયી આસક્ત મના: ફક્ત કૃષ્ણ પ્રતિ તમારી આસક્તિ વધારો. આ સરળ વિધિ. આ, આ બધી, આપણે જપ કરીએ છીએ, આપણે સાંભળીએ છીએ, આપણે નાચીએ છીએ, આપણે આનંદ કરીએ છીએ. શા માટે? ફક્ત આપણા જીવનને આ બધી અર્થહીન વસ્તુઓમાથી વિરક્ત કરીને કૃષ્ણ પ્રતિ આસક્ત કરવા. આ વિધિ છે. આ કૃષ્ણ ભાવનામૃત છે. તમારે તમારા મનને કોઈક પ્રતિ આસક્ત કરવું જ પડે. પણ જો તમે તમારા મનને કોઈક અર્થહીન વસ્તુ પ્રત્યે આસક્ત કરશો, તો તે જ વસ્તુ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ (ભ.ગી. ૧૩.૯), જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ. તમારે સહન કરવું પડશે. તમારે ભોગવવું પડશે. તમારું વિજ્ઞાન, તમારું ભૌતિક વિજ્ઞાન, અથવા બીજું કઈ પણ... ના. કોઈ આ કષ્ટોનું નિવારણ ના કરી શકે. પણ જો તમારે વાસ્તવિક નિવારણ જોઈતુ હોય, કાયમી નિવારણ, કાયમી જીવન, તો તમે કૃષ્ણ પ્રતિ આસક્ત થાઓ. સરળ વિધિ. મયી આસક્ત મના: પાર્થ યોગમ યુંજન. તે પૂર્ણ યોગ છે. બીજા બધા યોગ, તે તમને કૃષ્ણ ભાવનામૃતના સ્તર પર લાવવા માટે મદદ કરી શકે છે, પણ જો તમે કૃષ્ણ ભાવનામૃતના સ્તર પર આવવામાં નિષ્ફળ જાઓ છો, તો આ બધી ઉપાધિઓ નિરર્થક શ્રમ હશે. તે શક્ય નથી. જો તમે યોગની ધીમી વિધિને લેશો, તે આ યુગમાં શક્ય નથી. આ યુગમાં નહીં, પાંચ હજાર વર્ષો પૂર્વે પણ. આ શક્ય નથી. તમે તમારી શારીરિક કસરતો કરી શકો છો, પણ તે ક્યારેય સફળ નહીં થાય. આ યોગ વિધિ, જેમ કૃષ્ણે પાછલા અધ્યાયમાં પુષ્ટિ કરી છે... આ સાતમો અધ્યાય છે. છઠ્ઠા અધ્યાયમાં પણ, તેમણે તે જ વસ્તુ કહી છે, કે યોગીનામ અપિ સર્વેષામ: (ભ.ગી. ૬.૪૭) "પ્રથમ વર્ગનો યોગી તે છે કે જેનું મન હમેશા મારા, કૃષ્ણ, પ્રતિ આસક્ત છે." તો આ કૃષ્ણ ભાવનામૃત છે.