GU/Prabhupada 0548 - જો તમે હરિ માટે બધુ જ બલિદાન કરવાના બિંદુ પર આવ્યા છો



Lecture -- New York, April 17, 1969

તો આરાધિતો યદિ હરિસ તપસા તત: કિમ (નારદ પંચરાત્ર). આપણે ગોવિંદમ આદિ પુરુષમની પૂજા કરીએ છીએ, આદિ પૂર્ણ પુરષોત્તમ ભગવાન જેને હરિ કહેવામા આવે છે. વેદિક ગ્રંથ કહે છે આરાધિતો યદિ હરિ: જો તમે હરિને ભજવાના બિંદુ સુધી પહોંચી ગયા છો, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, તપસા તત: કિમ, તો પછી બીજી કોઈ તપસ્યા, તપ, યોગ અભ્યાસની કોઈ જરૂર નથી, અથવા આ કે બીજું, ઘણા બધા યજ્ઞો, કર્મકાંડો.... બધુ જ સમાપ્ત. તમારે આ વસ્તુઓ માટે કષ્ટ લેવાની કોઈ જરૂર નથી જો તમે હરિ માટે બધુ જ બલિદાન આપવાના બિંદુ સુધી પહોંચી ગયા છો. આરાધિતો યદિ હરિસ તપસા તત: કિમ. અને નારાધીતો યદિ હરિસ તપસા તત: કિમ. અને જો તમે તપસ્યા, યજ્ઞો, કર્મકાંડો, બધુ કરી રહ્યા છો, પણ તમે જાણતા નથી કે હરિ શું છે: તે વ્યર્થ છે, બધુ જ વ્યર્થ. નારાધીતો યદિ હરિ:, નારાધિત: જો તમે હરિને ભજવાના બિંદુ સુધી નથી આવતા, તો બધી વસ્તુઓ બેકાર છે. તત: કિમ. અંતરબહિર યદિ હરિસ તપસા તત: કિમ. જો તમે હરિને હમેશા તમારી અંદર જુઓ છો અને જો તમે હમેશા હરિને બહાર જુઓ છો, અંદર અને બહાર... તદ વંતિકે તદ દુરે તદ... તે શ્લોક શું છે? ઇશોપનિષદ? તદ અંતરે... દુરે તદ અંતિકે સર્વસ્ય. હરિ દરેક જગ્યાએ ઉપસ્થિત છે, તો જે હરિને જુએ છે, અંતિકે, નજીક, અને... અથવા દૂર, અંદર, બહાર, તે હરિ સિવાય બીજું કશું જોતો નથી.

તે કેવી રીતે શક્ય બને છે? પ્રેમાંજનછુરીત ભક્તિ વિલોચનેન (બ્ર.સં. ૫.૩૮). જ્યારે વ્યક્તિ ભગવદ પ્રેમમાં લીન બની જાય છે, તે જગતમાં હરિ સિવાય બીજું કશું જોતો નથી. તે તેની દ્રષ્ટિ છે. તો અંતરબહિર યદિ હરિ, અંદર અને બહાર, જો તમે હમેશા હરિ, કૃષ્ણ, ને જુઓ, તપસા તત: કિમ, તો બીજી તપસ્યાઓનો શું મતલબ છે? તમે સર્વોચ્ચ સ્તર પર છો. તેની જરૂર છે. નંત-બહિર યદિ હરિસ તપસા તત: કિમ. અને જો તમે અંદર અને બહાર હમેશા હરિને નથી જોતાં, તો તમારી તપસ્યાઓનું શું મૂલ્ય છે? તેથી સવારમાં આપણે આ મંત્રનો જપ કરીએ છીએ, ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. આપણને બીજું કોઈ કાર્ય નથી. ફક્ત આપણે ગોવિંદ, પૂર્ણ પુરષોત્તમ ભગવાન, કૃષ્ણ, ને સંતોષવા પડે. પછી બધુ જ પૂર્ણ છે. તેઓ પૂર્ણ છે અને તેમની પૂજા પૂર્ણ છે, તેમનો ભક્ત પૂર્ણ છે. બધુ જ પૂર્ણ છે.

આપનો ખૂબ ખૂબ આભાર.