GU/Prabhupada 0553 - તમારે હિમાલય પર જવાની જરૂર નથી. તમે બસ લોસ એંજલિસ શહેરમાં રહો



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

પ્રભુપાદ: તો યોગીઓ અને બીજી રીતો, તેઓ ઇન્દ્રિયોને બળપૂર્વક નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. "હું હિમાલય જઈશ. હું હવેથી કોઈ સુંદર સ્ત્રીને જોઈશ નહીં. હું મારી આંખો બંધ કરી દઇશ." આ બળપૂર્વક છે. તમે તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત ના કરી શકો. ઘણા કિસ્સાઓ છે. તમારે હિમાલય પર જવાની જરૂર નથી. તમે બસ લોસ એંજલિસ શહેરમાં રહો અને તમારી આંખોને કૃષ્ણને જોવામાં પ્રવૃત્ત કરો, તમે જે વ્યક્તિ હિમાલય જાય છે તેના કરતાં પણ વધુ મહાન છો. તમે બીજી બધી વસ્તુઓને ભૂલી જશો. તે આપણી વિધિ છે. તમારે તમારું પદ બદલવાની જરૂર નથી. તમે તમારા કાનને ભગવદ ગીતા તેના મૂળ રૂપે ને સાંભળવામાં પ્રવૃત્ત કરો, તમે બધુ બકવાસ ભૂલી જશો. તમારી આંખોને કૃષ્ણના સુંદર વિગ્રહને જોવામાં પ્રવૃત્ત કરો. તમે તમારી જીભને કૃષ્ણ પ્રસાદમના આસ્વાદનમાં પ્રવૃત્ત કરો. તમે તમારા પગને આ મંદિરે આવવામાં પ્રવૃત્ત કરો. તમે તમારા હાથને કૃષ્ણ માટે કાર્ય કરવામાં પ્રવૃત્ત કરો. તમે તમારા નાકને કૃષ્ણને અર્પણ કરેલા પુષ્પો સૂંઘવામાં પ્રવૃત્ત કરો. પછી તમારી ઇન્દ્રિયો ક્યાં જશે? તે દરેક બાજુએથી આકર્ષિત રહેશે. પૂર્ણતા ચોક્કસ છે. તમારે તમારી ઇન્દ્રિયોને બળપૂર્વક નિયંત્રિત કરવાની જરૂર નથી, તેવું ના કરો, તેવું ના કરો. ના. તમારે પ્રવૃત્તિ બદલવાની છે. તે મદદ કરશે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: તાત્પર્ય. "તે પહેલેથી જ સમજાવેલું છે કે વ્યક્તિ બાહ્ય રીતે કોઈ કૃત્રિમ પ્રક્રિયાથી ઇન્દ્રિય નિયંત્રણ કરી શકે છે, પણ જ્યાં સુધી ઇન્દ્રિયોને ભગવાનની દિવ્ય સેવામાં સંલગ્ન કરવામાં ના આવે, ત્યાં સુધી પતનની પૂરી શક્યતા છે. જોકે તે વ્યક્તિ કે જે પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનામૃતમાં છે, તે બાહ્ય રીતે ઇન્દ્રિયોના સ્તર પર લાગી શકે છે, વાસ્તવમાં, તેના કૃષ્ણ ભાવનામૃતમાં હોવાના કારણે, તેને આવા ઇન્દ્રિય કાર્યો વિશે કોઈ આસક્તિ કે વિરક્તિ નથી હોતી. કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ ફક્ત કૃષ્ણની સંતુષ્ટિ માટે ચિંતિત હોય છે બીજુ કશું નહીં. તેથી તે બધી આસક્તિ અને વિરક્તિથી પરે છે. જો કૃષ્ણ ઈચ્છે, ભક્ત કઈ પણ કરી શકે છે જે સામાન્ય રીતે અનિચ્છનીય હોય છે, અને જો કૃષ્ણને ના જોઈતું હોય, તો તે એવું કશું નહીં કરે જે સામાન્ય રીતે તેણે પોતાના સંતોષ માટે કર્યું હોત. તેથી કરવું કે ના કરવું તે તેના નિયંત્રણમાં છે કારણકે તે ફક્ત કૃષ્ણના ઉપદેશ અનુસાર કાર્ય કરે છે. આ ચેતના તે ભગવાનની અકારણ કૃપા છે જે ભક્ત તેના ઇન્દ્રિય સ્તર પર રહેવા છતાં પ્રાપ્ત કરી શકે છે." ૬૫: "જે વ્યક્તિ આ રીતે સ્થિત છે, ભૌતિક જીવનના ત્રિતાપ દુખો રહેતા નથી. આવી આનંદમય અવસ્થામાં વ્યક્તિની બુદ્ધિ સ્થિર હોય છે." ૬૬: "જે વ્યક્તિ દિવ્ય ચેતનામાં નથી તે ન તો નિયંત્રિત મન કે ન તો સ્થિર બુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, જેના વગર શાંતિની કોઈ શક્યતા નથી, અને શાંતિ વગર સુખ કેવી રીતે હોઈ શકે?" ૬૭...

પ્રભુપાદ: આ ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ, તે લોકો શાંતિ પાછળ છે, પણ તેમને ઇન્દ્રિય નિયંત્રણ નથી કરવુ. તે શક્ય નથી. જેમ કે તમે રોગી છો, અને ડોક્ટર કહે છે કે "તમે આ દવા લો, તમે આ ભોજન લો," પણ તમે નિયંત્રણ નથી કરી શકતા. તમે જે ઈચ્છો તે ખાઈ રહ્યા છો, ડોક્ટરના ઉપદેશની વિરોધમાં. તો તમે કેવી રીતે સાજા થશો? તેવી જ રીતે, આપણને આ ભૌતિક જગતની અંધાધૂંધ પરિસ્થિતીમાથી સાજા થવું છે, આપણને શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે, પણ આપણે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવા તૈયાર નથી. આપણને ખબર નથી કે ઇન્દ્રિયોને કેવી રીતે નિયંત્રિત કરવી. આપણને ઇન્દ્રિય નિયંત્રણનો સાચો યોગસિદ્ધાંત ખબર નથી. તો શાંતિની કોઈ શક્યતા નથી. કુત: શાંતિર અયુક્તસ્ય. ચોક્કસ શબ્દ છે ભગવદ ગીતામાં. જો તમે કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવૃત્ત નથી, તો શાંતિની કોઈ શક્યતા નથી. કૃત્રિમ રીતે, તમે તેના માટે પ્રયાસ કરી શકો છો. તે શક્ય નથી.