GU/Prabhupada 0566 - જો અમેરિકન જનતાના નેતાઓ આવે અને આ પદ્ધતિ સમજવાની કોશિશ કરે



Press Interview -- December 30, 1968, Los Angeles

પ્રભુપાદ: શું આ તે છે કે જે ગાંધીએ કર્યું?

પ્રભુપાદ: હું? ગાંધીને શું ખબર હતી? તે તો રાજનેતા હતા. તેમને આ સંસ્કૃતિ વિશે કઈ પણ ખબર હતી નહીં.

પત્રકાર: ઠીક છે, મે વાંચ્યું હતું કે જ્યારે તેઓ ૩૬ વર્ષના હતા તેઓ બ્રહ્મચારી બની ગયા હતા, શું તે...

પ્રભુપાદ: તે છે... અવશ્ય, તેમને અમુક હિન્દુ સંસ્કૃતિના ખ્યાલો હતા. તે સારું છે. તેમણે બ્રહ્મચર્યની શરૂઆત કરી હતી, તે ઠીક છે. પણ ગાંધીને કોઈ ઉન્નત આધ્યાત્મિક ખ્યાલ ન હતા. તમે જુઓ. તેઓ ઓછે વત્તે અંશે રાજનેતા હતા, રાજ્યના માણસ. હા, બસ તેટલું જ.

પત્રકાર: હા, એક બહુ જ બહાદુર માણસ. જવાબ ખૂબ નાનો ગણાઈ શકે, તો કહેવું, અને જો તે તેવું છે...

પ્રભુપાદ: હવે, જો તમે સહકાર આપો, તો હું તમારા દેશમાં આખી વસ્તુને બદલી શકું છું. તે લોકો ખૂબ જ ખુશ થઈ જશે. તેમનું બધુ જ ખૂબ જ સરસ થઈ જશે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે. જો તમે સહકાર આપો તો. કોઈ સહકાર નથી આપતું. ફક્ત આ છોકરાઓ, તેઓ કૃપા કરીને મારી પાસે આવ્યા છે અને સહકાર આપી રહ્યા છે. તો મારુ આંદોલન પ્રગતિ કરી રહ્યું છે, પણ ખૂબ ધીમી ગતિએ. પણ જો અમેરિકન જનતાના નેતાઓ, તેઓ આવે અને સમજવાનો પ્રયત્ન કરે અને જો તેઓ આ પદ્ધતિને પ્રસ્તુત કરે, ઓહ, તમારો દેશ દુનિયાનો સૌથી સુંદર દેશ બની જશે.

પત્રકાર: તમે... તમે કેટલા સમયથી આમાં જોડાયેલા છો?

હયગ્રીવ: અઢી વર્ષ.

પત્રકાર: અઢી વર્ષ? જો હું પૂછી શકું તો કે તમારી ઉમર કેટલી છે?

હયગ્રીવ: હું ૨૮ વર્ષનો છું.

પત્રકાર: ૨૮ વર્ષના. હવે, આણે તમને બદલ્યા છે?

હયગ્રીવ: આહ, મોટે પાયે. (હસે છે)

પત્રકાર: પણ એક વ્યાવહારિક દ્રષ્ટિએ, કેવી રીતે તે મૈથુન જીવનનો મુદ્દો જે સ્વામી વાત કરી રહ્યા હતા, કેવી રીતે આણે તમારા પર અસર કરી છે? તમે માનો છો કે જે આપણે હમણાં વાત કરી રહ્યા હતા તેમાં અસરકારકતા છે? કારણકે મારા માટે તે યુવાન લોકોની સૌથી મુખ્ય સમસ્યા છે.

હયગ્રીવ: ઠીક છે, ઈચ્છાઓ હોય છે, અને આપણને ઘણી બધી ઈચ્છાઓ હોય છે. અને મૈથુન ઈચ્છા કદાચ સૌથી બળવાન ઈચ્છા છે. તો...

પ્રભુપાદ: હા, હા.

હયગ્રીવ: તો આ ઈચ્છાઓ એવું કહી શકાય કે એક બીજા સાથે જોડાયેલી છે. તે ફરીથી જોડાય છે અને તે કૃષ્ણ તરફ નિર્દેશિત કરવામાં આવે છે.

પત્રકાર: ઠીક છે, હું સમજુ છું, હું તે સમજુ છું, પણ હું કહું છે કે શું તે અસરકારક છે? શું તે કામ કરે છે?

હયગ્રીવ: હા, તે કામ કરે છે, તે કામ કરે છે. પણ તમારે તેને વળગી રહેવું પડે. તે બહુ મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને શરૂઆતમાં, પણ તે કામ કરે છે. તમારે તેને કામ કરવા માટે ઉકેલ લાવવો પડે. તમારે તેને કામ કરાવવાની ઈચ્છા કરવી પડે.

પત્રકાર: હવે, મારે તે પૂર્ણ રૂપે સમજવું છે. બીજા શબ્દોમાં, એવું કશું નથી કે જે તમને લાગે છે કે તમે છોડી રહ્યા છો.

હયગ્રીવ: ના, એ એવું છે કે જ્યારે તમે કઈક વધુ સારું જુઓ છો...

પત્રકાર: તેજ હું કહું છું... તેજ મારો કહેવાનો મતલબ છે. તેજ...

પ્રભુપાદ: હા. તમે વધુ સારું સ્વીકારો છો.

પત્રકાર: વધુ સારું. તે છે, હા. એવું નહીં કે તમારી જીભને કરડવી અથવા હોઠ કહે છે, "હું નહીં સ્પર્શ કરું, હું નહીં સ્પર્શ કરું." એક પૂરક છે.

હયગ્રીવ: એવું નથી, તમે નથી... તમારે આનંદની એક ક્ષમતા હોય છે, અને તમે કશું છોડવાના નથી... તે મનુષ્ય માટે બહુ સ્વાભાવિક છે કે જ્યાં સુધી કઈ વધુ સારું ના હોય કોઈ કશું છોડે નહીં. તો, વસ્તુ એ છે કે તમારે જે છોડવું છે તેના કરતાં તે વધુ સારું હોવું જોઈએ...

પ્રભુપાદ: હા.