GU/Prabhupada 0574 - તમે અનુમતિ વગર શરીરની હત્યા ના કરી શકો. તે પાપમય છે



Lecture on BG 2.19 -- London, August 25, 1973

"આત્મા માટે કોઈ જન્મ કે મૃત્યુ નથી. કે નથી તે ક્યારેય અસ્તિત્વમાં આવ્યો, કે ક્યારેય અટકાશે. તે અજન્મ, શાશ્વત, હમેશા રહેતો, અમર અને આદિ છે. આ શરીરના વિનાશ પર તે નથી મરતો."

તો, અલગ અલગ રીતે, કૃષ્ણ આપણને વિશ્વાસ બેસાડવાનો પ્રયત્ન કરે છે કે આત્મા અમર છે. અલગ અલગ રીતે. ય એનમ વેત્તિ હંતારમ (ભ.ગી. ૨.૧૯). જ્યારે લડાઈ છે, જો વ્યક્તિની હત્યા થાય છે અથવા... જો કૃષ્ણ કહે કે જો વ્યક્તિ વિચારે કે "આ માણસે આ માણસને માર્યો," તો, અથવા "આ માણસ આ માણસને મારી શકે છે," આ પ્રકારનું જ્ઞાન પૂર્ણ નથી. કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને મારતું નથી. તો પછી કસાઈ, કહી શકે કે "તો પછી તમે કેમ ફરિયાદ કરો છો કે અમે હત્યા કરી રહ્યા છીએ?" તે લોકો શરીરને મારે છે, પણ તમે મારી ના શકો જ્યારે આજ્ઞા છે "તું મારીશ નહીં." તેનો મતલબ તમે અનુમતિ વગર શરીરની પણ હત્યા ના કરી શકો. તમે હત્યા ના કરી શકો. જો કે આત્મા નથી મરતો, શરીર મરે છે, છતાં તમે અનુમતિ વગર શરીરને મારી ના શકો. તે પાપમય છે. ઉદાહરણ તરીકે, એક માણસ એક એપાર્ટમેંટમાં રહે છે, જો એક યા બીજી રીતે તમે તેને કાઢી મૂકો, ગેરકાયદેસર, તમે તેને કાઢી મૂકો. તો તે માણસ જતો રહેશે અને બીજે કશે શરણ લેશે. તે હકીકત છે. પણ કારણકે તમે તેને તેની યોગ્ય જગ્યાએથી કાઢી મૂક્યો છે, તમે અપરાધી છો. તમે કહી ના શકો, "જો કે મે તને કાઢી મૂક્યો છે, તેને બીજી કોઈ જગ્યા મળશે." ના, તે ઠીક છે, પણ તમને તેને કાઢી મૂકવાની કોઈ સત્તા નથી. તે કાયદેસર તે એપાર્ટમેંટમાં રહેતો હતો, અને કારણકે તમે તેને બળપૂર્વક કાઢી મૂક્યો તમે અપરાધી છો, તમને દંડ મળવો જોઈએ.

તો આ દલીલ કસાઈ અથવા પ્રાણી હત્યારા અથવા બીજા કોઈ પણ હત્યારા, તેઓ દલીલ ના મૂકી શકે. કે "અહી, ભગવદ ગીતા કહે છે કે આત્મા ક્યારેય નથી મરતો, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦), શરીરના વિનાશ પછી પણ. તો કેમ તમે ફરિયાદ કરો છો કે અમે હત્યા કરી રહ્યા છીએ?" તો આ દલીલ છે, કે તમે શરીરને પણ મારી ના શકો. તેની અનુમતિ નથી. તે પાપમય છે. ઉભૌ તૌ ન વિજાનીતો નાયમ હંતી ન હન્યતે (ભ.ગી. ૨.૧૯). તો કોઈ કોઈને મારતું નથી, કે નથી કોઈ કોઈના દ્વારા મારવામાં આવતું. આ એક વસ્તુ છે. ફરીથી, બીજી રીતે, કૃષ્ણ કહે છે, ન જાયતે: જીવ ક્યારેય જન્મ નથી લેતો. જન્મ શરીરનો હોય છે અને મૃત્યુ શરીરની હોય છે. જીવ, આધ્યાત્મિક અંશ, તો તે કૃષ્ણનો અભિન્ન અંશ હોવાને કારણે, અને કૃષ્ણ જન્મ નથી લેતા, મૃત્યુ નથી પામતા... અજો અપિ સન્ન અવ્યયાત્મા (ભ.ગી. ૪.૬). તમને ચોથા અધ્યાયમાં મળશે. અજો અપિ. કૃષ્ણ અજ છે. અજ મતલબ જે ક્યારેય જન્મ નથી લેતા. તેવી જ રીતે, આપણે કૃષ્ણના અભિન્ન અંશ હોવાને કારણે, આપણે પણ ક્યારેય જન્મ નથી લેતા. જન્મ અને મૃત્યુ શરીરનું હોય છે, અને આપણે જીવનના શારીરિક ખ્યાલમાં એટલા લીન છીએ કે જ્યારે શરીરનું જન્મ અને મૃત્યુ હોય છે આપણે પીડા અને આનંદ અનુભવીએ છીએ. અવશ્ય કોઈ આનંદ છે જ નહીં. જન્મ અને મૃત્યુ, તે બહુ જ કષ્ટદાયક છે. કારણકે... તે પહેલેથી જ સમજાવવામાં આવ્યું છે. આત્માની ચેતના આખા શરીરમાં વ્યાપ્ત છે. તેથી, પીડા અને આનંદ આ શરીરને કારણે અનુભવાય છે. તો કૃષ્ણએ પહેલેથી જ સલાહ આપી છે કે આવા કષ્ટો અને આનંદો, માત્રા સ્પર્શાસ તુ કૌંતેય (ભ.ગી. ૨.૧૪), ફક્ત ચામડીને સ્પર્શ કરતાં, વ્યક્તિએ બહુ ચિંતિત ના હોવું જોઈએ. તાંસ તિતિક્ષસ્વ ભારત. આ રીતે જો આપણે આપણી સ્થિતિ વિશે વિચારીએ, આત્મ-સાક્ષાત્કાર, કેવી રીતે આપણે શરીરથી અલગ છીએ... વાસ્તવમાં, આ ધ્યાન છે. જો આપણે આપણા અને આપણા શરીર વિશે ગંભીરતાથી વિચારીએ, તે આત્મ-સાક્ષાત્કાર છે. આત્મ-સાક્ષાત્કાર મતલબ હું આ શરીર નથી, હું અહમ બ્રહ્માસ્મિ છું, હું આધ્યાત્મિક આત્મા છું. તે આત્મ-સાક્ષાત્કાર છે.