GU/Prabhupada 0576 - પદ્ધતિ હોવી જોઈએ કેવી રીતે આ બધી વૃત્તિઓને શૂન્ય બનાવવી



Lecture on BG 2.19 -- London, August 25, 1973

તો લોકે વ્યવાય આમીષ મદ્ય સેવા નિત્યસ તુ જંતુ: આ વૃત્તિ છે. ભૌતિક જીવન મતલબ દરેક જીવને આ વૃત્તિઓ છે. પણ તેમનું નિયંત્રણ કરવું પડે. પ્રવૃત્તિ: એષામ ભૂતાનામ. તે સ્વાભાવિક વૃત્તિ છે. પણ જો તમે તેને રોકી શકો, તે તમારી શ્રેષ્ઠતા છે. તેને તપસ્યા કહેવાય છે. તપસ્યા મતલબ મારે સ્વાભાવિક રીતે કોઈ વૃત્તિ છે, પણ તે સારી નથી. સારી નથી આ અર્થમાં, જો આપણે તે વૃત્તિને ચાલુ રાખીશું, તો આપણે આ ભૌતિક શરીર સ્વીકારવું પડશે. તે પ્રકૃતિનો નિયમ છે. એક શ્લોક છે પ્રમત્ત: શું કહેવાય છે, તે...? હવે હું તે ભૂલી રહ્યો છું. કે દરેક વ્યક્તિ પાગલ છે, ઇન્દ્રિય તૃપ્તિ પાછળ પાગલ. ન સાધુ મન્યે યત આત્મનો અયમ અસન્ન અપિ ક્લેષદ આસ દેહ: (શ્રી.ભા. ૫.૫.૪). જ્યાં સુધી આપણે આ ઇન્દ્રિય ભોગની વૃત્તિને ચાલુ રાખીશું, તમારે શરીર સ્વીકારવું પડશે. તે જન્મ અને મૃત્યુ છે. જ્યાં સુધી. તેથી, વિધિ હોવી જોઈએ કે કેવી રીતે આ બધી વૃત્તિઓને શૂન્ય બનાવવી. તે પૂર્ણતા છે. તેને વધારવી નહીં. નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ યદ ઇન્દ્રિય પ્રીતય આપૃણોતી (શ્રી.ભા. ૫.૫.૪). નૂનમ, ખેદ છે, ખરેખર, પ્રમત્ત:, આ પાગલ માણસો. તેઓ પાગલ છે, જે લોકો આ વૃત્તિઓ પાછળ છે, વ્યવાય આમીષ મદ્ય સેવા, મૈથુન, નશો અને માંસાહાર. તેઓ બધા પાગલ માણસો છે. પ્રમત્ત: નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ (શ્રી.ભા. ૫.૫.૪). વિકર્મ મતલબ પ્રતિબંધિત કાર્યો. આપણે જોઈએ છીએ, આ ત્રણ વસ્તુઓ માટે, આમીષ મદ્ય સેવયા, મૈથુન જીવન માટે, માંસાહાર માટે, દારૂ પીવા માટે, લોકો કામ કરી રહ્યા છે. કામ નહીં, અપ્રામાણિક રીતે કામ કરી રહ્યા છે. કેવી રીતે ધન કમાવવું, કેવી રીતે ધન કમાવવું, કાળું બજાર, સફેદ બજાર, આ, તે, ફક્ત આ ત્રણ વસ્તુઓ માટે: આમીષ-મદ્ય-સેવા. (...)

તેથી, નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ યદ ઇન્દ્રિય પ્રીતય આપૃણોતી (શ્રી.ભા. ૫.૫.૪). આ ઋષભદેવની તેમના પુત્રોને શિક્ષા છે. "મારા પ્રિય પુત્રો, ગેરમાર્ગે દોરવાશો નહીં. આ ધૂર્ત મૂર્ખાઓ, તે લોકો આ વસ્તુઓથી પાગલ બની ગયા છે, માંસાહાર, નશો અને મૈથુન જીવન." ન સાધુ મન્યે, "તે જરા પણ સારું નથી." ન સાધુ મન્યે. "હું અનુમતિ નથી આપતો, હું નથી કહેતો કે તે સારું છે. તે સહેજ પણ સારું નથી." ન સાધુ મન્યે. "કેમ તે સારું નથી? અમે જીવનનો આનંદ માણી રહ્યા છીએ." હા, તમે અત્યારે આનંદ માણી રહ્યા છો, પણ યત આત્મનો અયમ અસન્ન અપિ ક્લેષદ આસ દેહ: (શ્રી.ભા. ૫.૫.૪). જ્યાં સુધી તમે આ વસ્તુઓ ચાલુ રાખશો, તમારે શરીર સ્વીકારવું પડશે, અને જ્યારે તમે શરીર સ્વીકરશો, જન્મ હશે જ, મૃત્યુ હશે જ, રોગ હશે જ, વૃદ્ધાવસ્થા હશે જ. તમે સહન કરશો. તમે સહન કરશો. પણ તમારી વાસ્તવિક સ્થિતિ છે ન જાયતે. તમે જન્મ નથી લેતા, પણ તમે પોતાને જન્મ લેવા માટે બાધ્ય કર્યા છે. વાસ્તવમાં, તમારું પદ છે કોઈ જન્મ નહીં, શાશ્વત જીવન. જેમ કૃષ્ણ શાશ્વત છે, તેવી જ રીતે, આપણે બધા શાશ્વત છીએ કારણકે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ - તે જ ગુણ.