GU/Prabhupada 0598 - આપણે સમજી નથી શકતા ભગવાન કેટલા મહાન છે. તે આપણી નબળાઈ છે



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972

તો વાસ્તવમાં, અંતિમ, પરમ સત્યનો અંતિમ શબ્દ છે વ્યક્તિ. પણ, પણ દુર્ભાગ્યવશ, જે લોકો મૂઢ છે, ઓછા બુદ્ધિશાળી, અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિતમ (ભ.ગી. ૯.૧૧), "ઓહ, કૃષ્ણ? તે ભગવાન હોઈ શકે, પણ તેઓ માયાની મદદ લઈને એક વ્યક્તિ બની ગયા છે." આ માયાવાદ સિદ્ધાંત છે. તેઓ માયાનો અભ્યાસ કરી રહ્યા છે; તેઓ ભગવાનને પણ માયામાં મૂકી દે છે. આ માયાવાદ સિદ્ધાંત છે. પણ ભગવાન માયામાં નથી. ભગવાન માયા દ્વારા આવરિત નથી. કૃષ્ણ કહે છે કે મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે: (ભ.ગી. ૭.૧૪) "જે કોઈ પણ મને શરણાગત થાય છે, તે માયાના પાશમાથી મુક્ત થાય છે." કેવી રીતે કૃષ્ણ માયામાં હોઈ શકે? તે બહુ સારો સિદ્ધાંત નથી. ફક્ત કૃષ્ણને શરણાગત થવાથી, તમે માયામાથી મુક્ત બની જાઓ છો. કેવી રીતે, વ્યક્તિ, પરમ વ્યક્તિ, કૃષ્ણ, માયામાં હોઈ શકે? તેથી કૃષ્ણ કહે છે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિતમ, પરમ ભાવમ અજાનંત: (ભ.ગી. ૯.૧૧). તે લોકો ભગવાન કેટલા શક્તિશાળી છે તે નથી જાણતા. તેઓ પરમ ભગવાનની શક્તિને પોતાની શક્તિ સાથે સરખાવી રહ્યા છે. દેડકાનો સિદ્ધાંત. ડોક્ટર દેડકો. દેડકો માને છે, "એટલાન્ટીક મહાસાગર આ કૂવા કરતાં થોડો મોટો હશે." કારણકે તે હમેશા ત્યાં રહે છે. કૂપ મંડૂક ન્યાય. તેને સંસ્કૃતમાં કૂપ મંડૂક ન્યાય કહે છે. કૂપ મતલબ કૂવો, અને મંડૂક મતલબ દેડકો. દેડકો કાયમ માટે કૂવામાં રહે છે, અને જો કોઈ તેને માહિતી આપે કે બીજો મોટો જળનો સ્ત્રોત છે, એટલાન્ટીક મહાસાગર, તે ફક્ત ગણતરી કરે છે કે "તે આ કૂવાથી થોડું મોટું હશે, થોડું મોટું હશે." પણ તે સમજી ના શકે કે ભગવાન કેટલા મહાન છે. તો ભગવાન મહાન છે. આપણે સમજી ના શકીએ કે તેઓ કેટલા મહાન છે. તે આપણી નબળાઈ છે. આપણે ફક્ત ગણતરી કરીએ છીએ: "તેઓ કદાચ મારા કરતાં એક ઇંચ મહાન હશે. અથવા મારા કરતાં એક ફૂટ મહાન હશે." તે માનસિક તર્ક છે. તેથી કૃષ્ણ કહે છે, મનુષ્યાણામ સહસ્રેસુ કશ્ચિદ યતતિ સિદ્ધયે: (ભ.ગી. ૭.૩) "ઘણા લાખો માણસોમાથી, એક તેના જીવનને સફળ બનાવવાનો, પરમ સત્યને જાણવાનો, પ્રયત્ન કરે છે." અને યતતામ અપિ સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્ત્વત: (ભ.ગી. ૭.૩).

તો આપણે આપણા માનસિક તર્કોથી ભગવાનને સમજી ના શકીએ. કે ન તો આપણે આત્માનું શું માપ છે તે સમજી શકીએ. તે શક્ય નથી. તેથી આપણે સર્વોચ્ચ સત્તા, કૃષ્ણ, પાસેથી માહિતી લેવી પડે, ભગવાનનો સ્વભાવ શું છે, પરમ સત્યનો સ્વભાવ શું છે, આત્માનો સ્વભાવ શું છે. આપણે સાંભળવું પડે. આપણે સાંભળવું પડે. તેથી વેદિક સાહિત્યને શ્રુતિ કહેવામા આવે છે. તમે પ્રયોગ ના કરી શકો. તે શક્ય નથી. પણ દુર્ભાગ્યવશ, લોકોનો એક સમૂહ છે જે વિચારે છે કે તે લોકો પ્રયોગ કરી શકે, તેઓ માનસિક તર્ક દ્વારા પરમને જાણી શકે. બ્રહ્મસંહિતા કહે છે:

પંથાસ તુ કોટી શત વત્સર સંપ્રગમ્યો
વાયોર અથાપિ મનસો મુની પુંગવાનામ
સો અપિ અસ્તિ યત પ્રપદ સિમ્ની અવિચિંત્ય તત્વે
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ
(બ્ર.સં. ૫.૩૪)

પંથાસ તુ કોટી શત વત્સર સંપ્રગમ્ય: લાખો વર્ષો સુધી, જો તમે આકાશમાં ચાલ્યા જાઓ ભગવાનને શોધવા માટે, ભગવાન ક્યાં છે... પંથસ તુ કોટી શત વત્સર સંપ્રગમ્યો વાયોર અથાપિ. આ સામાન્ય વિમાનમાં નહીં, પણ વિમાનમાં, હવાની ઝડપે. અથવા મનની ગતિએ. મનની ગતિ ખૂબ જ ઝડપી છે. તરત જ, તમે અહી બેઠા છો, તમારું મન ઘણા લાખો માઈલ દૂર જઈ શકે છે જો તમે વિચારો તો. તો ક્યાં તો મનની ગતિએ અથવા હવાની ગતિએ, અને ઘણા લાખો વર્ષો સુધી ભ્રમણ કરતાં જાઓ, તમે શોધી ના શકો. પંથાસ તુ કોટી શત વત્સર સંપ્રગમ્યો વાયોર અથાપિ મનસો મુની પુંગ... (બ્ર.સં. ૫.૩૪). મુની પુંગવાનામ. ફક્ત સામાન્ય વ્યક્તિઓ જ નહીં, પણ મહાન સાધુ વ્યક્તિઓ, ઋષિઓ, તેઓ પણ ના શોધી શકે.