GU/Prabhupada 0604 - જો હું ચાલુ રાખીશ તો કૃષ્ણ મને દિવ્ય સ્તર પર મૂકવા માટે પ્રસન્ન થશે



Vanisource:Lecture on SB 1.5.11 -- New Vrindaban, June 10, 1969

નિવૃત્ત મતલબ પહેલેથી જ સમાપ્ત, સુંપૂર્ણરીતે સમાપ્ત. શું છે તે જે સમાપ્ત છે? તૃષ્ણા. તૃષ્ણા મતલબ ઈચ્છા. જે વ્યક્તિએ આ ભૌતિક ઈચ્છાઓ સમાપ્ત કરી દીધી છે, તે લોકો આ ભગવાનના દિવ્ય મહિમાનું ગુણગાન કરી શકે છે. બીજા નહીં. જેમ કે આપણા સંકીર્તન આંદોલનમાં, તમે આટલો બધો આનંદ લો છો. તો બીજા કહેશે, "આ લોકો શું કરી રહ્યા છે? પાગલ લોકો, તેઓ આનંદમાં છે, નૃત્ય કરી રહ્યા છે અને કોઈ ઢોલ વગાડી રહ્યા છે." તેઓ તેવું અનુભવશે કારણકે તેમની ભૌતિક ભોગ કરવાની ઈચ્છા સમાપ્ત નથી થઈ. તેથી નિવૃત્ત.

વાસ્તવમાં, આ કૃષ્ણના દિવ્ય નામનો, અથવા ભગવાનનો, જપ મુક્ત સ્તર પર કરી શકાય છે. તેથી આપણે સલાહ આપીએ છીએ, જપ કરતાં, આ ત્રણ સ્તરો છે. અપરાધી સ્તર, મુક્ત સ્તર, અને વાસ્તવિક ભગવદ પ્રેમનું સ્તર. તે જપ દ્વારા પૂર્ણ સ્તર છે. શરૂઆતમાં આપણે અપરાધયુક્ત જપ કરીએ છીએ - દસ પ્રકારના અપરાધો. પણ તેનો મતલબ એવો નથી કે આપણે જપ ના કરીએ. જો અપરાધો હોય પણ, આપણે જપ ચાલુ રાખો જોઈએ. તે જપ મને બધા અપરાધોમાથી મુક્ત થવામાં મદદ કરશે. અવશ્ય, આપણે સાવચેતી રાખવી જ જોઈએ કે આપણે અપરાધો ના કરીએ. તેથી આ દસ પ્રકારના અપરાધોની સૂચિ આપેલી છે. આપણે ના કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને જેટલું જલ્દી તે અપરાધરહિત જપ હોય છે, તો તે મુક્ત સ્તર છે. તે મુક્ત સ્તર છે. અને મુક્ત સ્તર પછી, જપ એટલો આનંદદાયી લાગશે, કારણકે તે દિવ્ય સ્તર પર, કૃષ્ણ અને ભગવાનના તે વાસ્તવિક પ્રેમનું આસ્વાદન થશે. પણ તે જ વસ્તુ... જપ... અપરાધયુક્ત સ્તરમાં, જપ, અને મુક્ત સ્તરમાં જપ... પણ પરિપક્વ સ્તર... જેમ કે રૂપ ગોસ્વામી, તેઓ કહેતા હતા કે "હું એક જીભ વડે શું જપ કરું અને બે કાનો વડે શું સાંભળું? જો મને લાખો કાન હોત, જો મને લાખો જીભ હોત, તો હું જપ કરી શકત અને સાંભળી શકત." કારણકે તેઓ મુક્ત સ્તર પર છે.

પણ આપણે તે હેતુથી નિરાશ ના થવું જોઈએ. આપણે ખંતથી ચાલુ રાખવું જોઈએ. ઉત્સાહાદ ધૈર્યત. ઉત્સાહાત મતલબ ઉત્સાહથી, અને ધૈર્યાત, ધૈર્યાત મતલબ ધીરજ. ઉત્સાહાત. નિશ્ચયાત. નિશ્ચયાત મતલબ મજબૂત નિષ્ઠાથી: "હવે, મે જપ શરૂ કર્યો છે. કદાચ અપરાધ હશે, પણ હું ચાલુ રાખીશ, કૃષ્ણ મને દિવ્ય સ્તર પર સ્થિત કરશે ત્યારે હું આ હરે કૃષ્ણ જપ શું તેનું આસ્વાદાન કરીશ." જેમ કે વિશ્વનાથ ચક્રવર્તીએ આપ્યું છે તે કેરી પાકેલી અવસ્થામાં અને કાચી અવસ્થામાં. કાચી અવસ્થામાં, તે કડવી હોય છે, પણ તે જ કેરી, જ્યારે પૂર્ણ રીતે પાકી જાય છે, તે મીઠી હોય છે, મીઠાશ. આપણે તે સ્તર માટે રાહ જોવી પડશે અને આપણે કોઈ અપરાધો ના કરીએ તેનું ધ્યાન રાખવું પડશે. પછી આપણે, ચોક્કસપણે, (તે સ્તર પર) આવીશું. જેમ કે એક રોગી, જો તે ડોક્ટરે આપેલા નિયમોનું પાલન કરે અને દવા લે, તો તે ચોક્કસપણે સાજો થઈ જશે.