GU/Prabhupada 0605 - વાસુદેવને પ્રેમ કરો પછી ભૌતિક શરીરને સ્પર્શ કરવાનો કોઈ અવસર નથી



Lecture on SB 5.5.6 -- Vrndavana, October 28, 1976

તો..., પણ અંતિમ ધ્યેય છે વાસુદેવે. પ્રિતીર ન યાવન મયી વાસુદેવે. આ અંતિમ લક્ષ્ય છે (શ્રી.ભા. ૫.૫.૬). તમારે આ સ્તર પર આવવું પડે, વાસુદેવ સર્વમ ઈતિ (ભ.ગી. ૭.૧૯), પૂર્ણ રીતે, દ્રઢતાપૂર્વક આશ્વસ્ત કે "વાસુદેવ મારા પ્રાણ છે. વાસુદેવ બધુ જ છે. કૃષ્ણ મારા પ્રાણ છે." અને સર્વોચ્ચ પૂર્ણતા વૃંદાવનના વાતાવરણમાં દ્રશ્ય છે, ખાસ કરીને ગોપીઓ દ્વારા. વૃંદાવનમાં દરેક વ્યક્તિ, વૃક્ષો અને છોડો પણ, માટીના કણો પણ, દરેક કૃષ્ણથી આસક્ત છે. તે વૃંદાવન છે. તો એકાએક આપણે વૃંદાવન આસક્તિના જીવનના સર્વોચ્ચ સ્તર પર ના પહોંચી શકીએ, પણ છતાં, જ્યા પણ આપણે રહીએ, જો આપણે આ ભક્તિયોગનો અભ્યાસ કરીએ, જેમ આપણે પ્રચાર કરી રહ્યા છીએ... તે સફળ થઈ રહ્યું છે. લોકો સ્વીકારી રહ્યા છે. જે લોકો કહેવાતા મ્લેચ્છ અને યવન છે, તેઓ વાસુદેવનો સ્વીકાર કરી રહ્યા છે. તેમનો કૃષ્ણપ્રેમ વધી રહ્યો છે. તે સ્વાભાવિક છે. તે ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે, નિત્ય સિદ્ધ કૃષ્ણ ભક્તિ. નિત્ય સિદ્ધ (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૦૭). જેમ કે હું, અથવા તમે, આપણે શાશ્વત છીએ. નિતયો શાશ્વતો અયમ ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આપણે શરીરના વિનાશથી નાશ નથી પામતા. આપણે રહીએ છીએ, રહેવાનુ ચાલુ રાખીએ છીએ. તેવી જ રીતે, આપણી કૃષ્ણભક્તિ ચાલુ રહે છે. તે ફક્ત આવરિત છે. અવિદ્યયાત્માની ઉપાધિયમાને (શ્રી.ભા. ૫.૫.૬). અવિદ્યા. આ અવિદ્યા છે. આપણે કૃષ્ણને ભૂલી જઈએ છીએ, તે અવિદ્યા છે. અને જેવા આપણે કૃષ્ણને આપણા પ્રાણ અને આત્મા તરીકે લઈએ છીએ, તે વિદ્યા છે. તમે કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ તે સરળતાથી કરી શકે છે. કૃષ્ણ કહે છે, તેથી, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). શા માટે? કોઈ પણ કહેવાતી ધાર્મિક પદ્ધતિ, તે અવિદ્યા છે - તમને અંધકારમાં રાખશે. કોઈ પ્રકાશ નથી. અને વેદિક આજ્ઞા છે કે "પોતાની જાતને અજ્ઞાનના અંધકારમાં ના રાખો." તમસી મા જ્યોતિ ગમ:

તે જ્યોતિ મતલબ કૃષ્ણને પ્રેમ કરવો. અને કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો આધ્યાત્મિક જગતમાં છે. તે જ્યોતિ: છે, જ્યોતિર્માયા ધામ, સ્વપ્રકાશિત. યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી (બ્ર.સં. ૫.૪૦). કોઈ અંધકાર નથી. જેમ કે સૂર્ય ગ્રહ પર અંધકારનો કોઈ પ્રશ્ન નથી. ઉદાહરણો છે. આપણે સમજી શકીએ કે જ્યોતિ: શું છે. આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય ગ્રહ પર કોઈ અંધકાર નથી. બસ ઝગમગતી જ્યોતિ છે. તેવી જ રીતે, આધ્યાત્મિક જગતમાં કોઈ અજ્ઞાન નથી. દરેક વ્યક્તિ શુદ્ધ સત્વ છે. માત્ર સત્વ ગુણ નહીં, પણ શુદ્ધ સત્વ. સત્ત્વમ વિશુદ્ધમ વાસુદેવ શબ્દિત: અહી, આ ભૌતિક જગતમાં, ત્રણ ગુણો છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો આમાથી કોઈ પણ ગુણ શુદ્ધ નથી. મિશ્રણ છે. અને કારણકે મિશ્રણ છે, તેથી આપણે ઘણી બધી વિવિધતા જોઈએ છીએ. પણ આપણે સત્વગુણના સ્તર પર આવવું પડશે. અને તે વિધિ છે સાંભળવું. તે શ્રેષ્ઠ વિધિ છે. શ્રુણવતામ સ્વકથા: કૃષ્ણ: પુણ્ય શ્રવણ કીર્તન: (શ્રી.ભા. ૧.૨.૧૭). જો તમે નિયમિત રીતે શ્રીમદ ભાગવતમ સાંભળો... તેથી આપણે ભાર આપીએ છીએ: "હમેશા સાંભળો, હમેશા વાંચો, હમેશા સાંભળો." નિત્યમ ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). નિત્ય. જો તમે નિરંતર, ચોવીસ કલાક, જો તમે સાંભળો અને જપ કરો સાંભળવું મતલબ કોઈ જપ કરે તેને સાંભળો અથવા તમે પોતે જપ કરીને સાંભળો, અથવા તમારું કોઈ સહપાઠી જપ કરે, તમે સાંભળો. અથવા તે સાંભળે, તમે જપ કરો. આ વિધિ ચાલવી જ જોઈએ. આ છે શ્રવણમ કિર્તનમ વિષ્ણો: (શ્રી.ભા. ૭.૫.૨૩). તે ભાગવત છે. બીજી કોઈ બકવાસ વાતો નહીં, પંચાત. ફક્ત સાંભળો અને જપ કરો. પછી શ્રુણવતામ સ્વકથા: કૃષ્ણ. જો તમે ગંભીરતાપૂર્વક સાંભળો અને જપ કરો, ગંભીરતાપૂર્વક - "હા, આ જીવનને હું ફક્ત મારા વાસુદેવ પ્રેમને વધારવામાં જોડીશ" - જો તમે એકનિષ્ઠ છો, તો તે થઈ શકે છે. કોઈ મુશ્કેલી નથી. અને જેવુ તમે આ કરો છો, તમે તમારો વાસુદેવ પ્રત્યેનો પ્રેમ પૂર્ણ રૂપે વધારો છો, પછી ભૌતિક શરીરના સ્પર્શમાં આવવાની કોઈ શક્યતા નથી.

જન્મ કર્મ ચ દિવ્યમ
મે યો જાનાતી તત્ત્વત:
ત્યક્ત્વા દેહમ પુનર જન્મ
નૈતિ...
(ભ.ગી. ૪.૯)

તે જ વસ્તુ છે.

અન જો તમે કૃષ્ણને સમજો નહીં, જો તમે તમારા સ્વાભાવિક કૃષ્ણપ્રેમને વધારો નહીં, તો ન મુચ્યતે દેહ યોગેન તાવત (શ્રી.ભા. ૫.૫.૬). કોઈ શક્યતા નથી. તે લોકોને કોઈ શક્યતા નથી. તમે આગલા જીવનમાં એક બહુ જ ધની પરિવારમાં જન્મ લઈ શકો છો, બ્રાહ્મણ પરિવારમાં, યોગોભ્રષ્ટ: (ભ.ગી. ૬.૪૧), પણ તે પણ મુક્તિ નથી. ફરીથી તમે પતિત થઈ શકો છો. જેમ કે આપણે જોઈએ છીએ કે ઘણા બધા... જેમ કે તમે અમેરિકનો, તમે ધની પરિવારમાં જન્મેલા છો, ધની દેશ, પણ પતિત થાઓ છો, હિપ્પી બનો છો. પતિત થાઓ છો. તો કોઈ શક્યતા નથી. એવું નથી કે તેની ખાત્રી છે. "કારણકે હું એક ધની પરિવારમાં અથવા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો છું, તે ખાત્રી છે." કોઈ ખાત્રી નથી. આ માયા એટલી બળવાન છે કે તે જ તમને ખેંચવાનો પ્રયત્ન કરે છે - નીચે ખેંચવાનો, નીચે ખેંચવાનો. ઘણા બધા પ્રભાવો. તો તેથી આપણે ક્યારેક જોઈએ છીએ કે આ અમેરિકનો, તેઓ એટલા ભાગ્યશાળી છે તેઓ એવા દેશમાં જન્મેલા છે કે જ્યાં કોઈ ગરીબી નથી, કોઈ અછત નથી. પણ છતાં, કારણકે તેમના નેતાઓ ધૂર્તો છે, તેમણે વ્યવસ્થા કરી છે માંસાહાર, અવૈધ યૌન સંબંધ, નશા અને જુગાર માટે. જાહેરાત. નગ્ન સ્ત્રીઓની જાહેરાત, અને શું કહેયાય છે, ગાયભક્ષીઓ, અને દારૂ. આ ચાલી રહ્યું છે. સિગારેટની જાહેરાત આપો, બસ તેમને પતિત કરવા માટે. નર્કમાં જાઓ. પુનર મૂષિક ભવ. તે લોકો જાણતા નથી આ ભયાનક સમાજ તેમને ક્યાં લઈ જાય છે. તેથી ક્યારેક અમુક વૃદ્ધ માણસોનો ડાહ્યો વર્ગ, તેઓ મારી પાસે આવે છે, મને ધન્યવાદ કહે છે: "સ્વામીજી, એ અમારું મહાન સદભાગ્ય છે કે તમે અમારા દેશમાં આવ્યા છો." તેઓ ધન્યવાદ કરે છે. હા, તે હકીકત છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક મહાન ભાગ્યશાળી આંદોલન છે. અને ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં, તે હકીકત છે.

તો જેમણે સ્વીકાર કર્યો છે, તેને ખૂબ જ ગંભીરતાથી લો. તમારો કૃષ્ણપ્રેમ વધારો. પ્રિતીર ન યાવન મયી વાસુદેવે ન મુચ્યતે દેહ યોગેન (શ્રી.ભા. ૫.૫.૬)... તે લોકો જાણતા નથી કે જીવનની વાસ્તવિક સમસ્યા શું છે. જીવનની સાચી સમસ્યા છે દેહ-યોગ, આ શરીર. આપણે એક વાર સ્વીકારીએ છીએ, ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯), બીજા પ્રકારનું શરીર સ્વીકારે છે. તેથી તેમણે, આ ધૂર્તો, યુરોપ અને અમેરિકામાં નેતાઓએ, તેમણે નિષ્કર્ષ આપ્યો છે કે કોઈ પુનર્જન્મ નથી. બસ. કારણકે જો તેઓ સ્વીકાર કરશે કે મૃત્યુ પછી જન્મ છે, તો તે તેમના માટે ભયાનક થઈ જશે. તો તેમણે રદ કર્યું છે: "ના, કોઈ પુનર્જન્મ નથી." મોટા મોટા કહેવાતા પ્રોફેસરો, શિક્ષિત વિદ્વાનો, તેઓ મૂર્ખતાપૂર્વક વાતો કરે છે: "સ્વામીજી, આ શરીર સમાપ્ત થઈ જશે પછી, બધુ જ સમાપ્ત થઈ જશે." તે તેમનો નિષ્કર્ષ છે. અને શરીર અકસ્માતે મળે છે, કીમ અન્યત કામ હૈતુકમ. અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદ આહુર અનીશ્વરમ (ભ.ગી. ૧૬.૮).

તો, આ પ્રકારનો સમાજ ખૂબ જ ભયાનક છે. ખૂબ, ખૂબ ભયાનક. તો ઓછામાં ઓછું જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા છે, તેમણે આ ભયાનક પ્રકારના સમાજથી ખૂબ, ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. લોકો પીડાઈ રહ્યા છે. કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરો અને સુખી અને સિદ્ધ રહો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ. (અંત)