GU/Prabhupada 0612 - જે પણ હરે કૃષ્ણ જપ કરી રહ્યું છે, જીહ્વાગ્રે, જીભથી, તે ભવ્ય છે



Lecture on SB 3.28.19 -- Nairobi, October 29, 1975

છ ગોસ્વામીઓ, તેઓ હમેશા પ્રવૃત્ત હતા, કૃષ્ણોત્કિર્તન, મોટેથી જપ. તે જ વિધિનું આપણે પાલન કરીએ છે: હમેશા મોટેથી કીર્તન કરો; અર્ચનમાં પ્રવૃત્ત થાઓ. હમેશા કૃષ્ણ ભાવનામૃતની શક્યતા છે. સુવિધાઓ છે. ચૈતન્ય મહાપ્રભુએ આપણને શીખવાડયું છે કિર્તનીય: સદા હરિ: (ચૈ.ચ. આદિ ૧૭.૩૧). પછી પ્રેક્ષનિય, "તે દર્શન કરવા યોગ્ય છે." આપણે કેટલી બધી વસ્તુઓ જોવા ટેવાયેલા છે. તે આપણું બંધન છે. અક્ષનો: ફલમ. જો તમે આંખોથી વિગ્રહને જુઓ, વૈષ્ણવોને... વૈષ્ણવો, તિલક સાથે, કંઠી સાથે, જપ માળા સાથે, જેવા તમે જુઓ... અને વ્યાવહારિક રીતે તમે જાણો છો. જેવુ તે લોકો આ હરે કૃષ્ણ આંદોલનના લોકોને જુએ છે, તેઓ પણ બોલે છે, "હરે કૃષ્ણ," બીજાને અવસર પ્રદાન કરતાં. વેશની પણ જરૂર છે. તમે હમેશા તિલક, કંઠી, અને શિખા, સૂત્ર સાથે હોવા જોઈએ. પછી, જેમ સામાન્ય વ્યક્તિ જુએ છે, "ઓહ, અહિયાં હરે કૃષ્ણ વ્યક્તિ છે. હરે કૃષ્ણ," તે બોલશે. આપમેળે તમે હરે કૃષ્ણ જપ કરવાનો અવસર આપો છો.

તો આ જરૂરી છે. મૂર્ખ ધૂર્તો, તેઓ કહે છે કે "આની અને તેની જરૂર શું છે?" ના. આ જરૂરી છે. તમે હમેશા એક વૈષ્ણવના વેશમાં હોવા જોઈએ. તેની જરૂર છે. તો પ્રેક્ષનિય: "તે જોવું બહુ જ સુંદર છે." નહિતો કેમ તેઓ પ્રભાવિત થાય છે? તરત જ તેઓ એટલા પુણ્યશાળી બની જાય છે કે તેઓ હરે કૃષ્ણ જપ કરવા લાગે છે. હરે કૃષ્ણ જપ કરવું એટલું સરળ નથી. તો ઘણા લોકો અહિયાં આવે છે, પણ જ્યારે કીર્તન થાય છે, તેઓ નથી કરતાં કારણકે તે સરળ નથી. યજ જિહવાગ્રે નામ તુભ્યમ. શાસ્ત્રમાં તે કહ્યું છે, અહો બટ સ્વ પચતો અપિ ગરિયાન યજ જિહવાગ્રે નામ તુભ્યમ (શ્રી.ભા. ૩.૩૩.૭). જે કોઈ પણ હરે કૃષ્ણ જપ કરે છે, જિહવાગ્રે, જીભથી, જો તે ચાંડાલ પરિવારમાં પણ જન્મ્યો હોય, તે ભવ્ય છે. તે ભવ્ય છે. યજ જિહવાગ્રે નામ તુભ્યમ. તો આપણે આ તક આપીએ છીએ. જેવુ તે હરે કૃષ્ણ જપ કરે છે, તરત જ તે ભવ્ય બની જાય છે. તરત જ ભવ્ય બની જાય છે. અહો બટ સ્વ પચતો અપિ ગરિયાન યજ જિહવાગ્રે ના..., તેપુસ તપસ તે (શ્રી.ભા. ૩.૩૩.૭). તેનો મતલબ તેના આગલા જીવનમાં તેને ઘણા યજ્ઞો કર્યા છે. તેથી તેની પાસે આ યોગ્યતા છે હરે કૃષ્ણનો જપ કરવો. તેપુસ તપસ તે જિહવુઃ સસ્નુર આર્યા (શ્રી.ભા. ૩.૩૩.૭). તેઓ વાસ્તવમાં આર્યા, આર્યન, છે, જે હરે કૃષ્ણ જપ કરે છે.

તો આપણે હમેશા પોતાને હરે કૃષ્ણ જપ કરવામાં અભ્યસ્ત રાખવા જોઈએ. કિર્તનીય: સદા હરિ:, ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ કરેલી છે.

તૃણાદ અપિ સુનીચેન
તરોર અપિ સહિષ્ણુના
અમાનીના માનદેન
કિર્તનીય: સદા હરિ:
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

હરિ-નામ, આ હરે કૃષ્ણ મંત્રનો જપ, વ્યક્તિએ હમેશા કરતાં રહેવો જોઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તો પ્રેક્ષનિય ઇહિતમ ધ્યાયેત. આ ધ્યાન છે. ધ્યાયેત શુદ્ધ ભાવેન, શુદ્ધ ભાવેન. કૃત્રિમ રીતે નહીં. આપણ જો તમે કૃત્રિમ રીતે પણ કરો, તમે જપથી શુદ્ધ થઈ જશો. કૃત્રિમ રીતે, જો આપણે કરીએ... તે શાસ્ત્રમાં છે. છતાં, પવિત્ર નામનો જપ એટલો શક્તિશાળી છે કે તે તમને... કારણકે તે ભગવાનનો પ્રત્યક્ષ સંગ છે. ધ્યાયેત. તો જેવુ તમે જપ કરો, તરત જ ધ્યાન હશે, શુદ્ધ ભાવેન ચેતસા, ચેતનાથી, મનથી, બુદ્ધિથી. તો આ ભલામણ છે.