GU/Prabhupada 0616 - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર - તે સ્વાભાવિક વર્ગો છે



Lecture at World Health Organization -- Geneva, June 6, 1974

માનવ સમાજ, જો તે લોકો મહાન આચાર્યોના પદચિહ્નોનું અનુસરણ નહીં કરે, મહાન સાધુ વ્યક્તિઓ, તો સંકટ હશે. અને તે વાસ્તવમાં થઈ રહ્યું છે. ભગવદ ગીતામાં, જ્યારે કૃષ્ણ..., કૃષ્ણ અને અર્જુન વાત કરી રહ્યા હતા, તો અર્જુને યુદ્ધ પછીની અસરોને પ્રસ્તુત કરી, કે સ્ત્રીઓ વિધવા થઈ જશે અને તેઓ, તેઓ તેમનું ચારિત્ર્ય રાખી નહીં શકે, અને પછી અધર્મ શરૂ થશે. તો તેણે કહ્યું... તે આ અને તે રીતે દલીલ કરી રહ્યો હતો,

અધર્માભિભવાત કૃષ્ણ
પ્રદુષ્યન્તિ કુલ સ્ત્રીય:
સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય
જાયતે વર્ણસંકર:
(ભ.ગી. ૧.૪૦)

વેદિક સંસ્કૃતિ છે વર્ણાશ્રમ ધર્મ. જો વર્ણાશ્રમ ધર્મનું યોગ્ય રક્ષણ ના થાય, તો વર્ણશંકર તરીકે કહેવાતી પ્રજા થાય છે, મિશ્રિત પ્રજા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર - તે સ્વાભાવિક વિભાજન છે. સમાજનું વિભાજન થવું જ જોઈએ... ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). (બાજુમાં:) તેની કોઈ જરૂર નથી. સ્વાભાવિક વિભાજન... જેમ કે તમારા શરીરને સ્વાભાવિક વિભાજન છે: માથું, હાથ, પેટ અને પગ, તેવી જ રીતે સામાજિક વિભાજન છે. એમાથી અમુક ખૂબ જ બુદ્ધિશાળી માણસો છે, માણસોનો વર્ગ, અને અમુક યોદ્ધા વ્યક્તિઓ, અને અમુક વેપાર અને વાણિજ્યમાં રુચિ ધરાવે છે, અને અમુક ફક્ત પેટને ભરવામાં રુચિ ધરાવે છે. તો આ સ્વાભાવિક વિભાજન છે. તેથી કૃષ્ણ કહે છે, ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ. જો આ ચાતુર વર્ણ્યમ, આ વિભાજન... સૌથી બુદ્ધિશાળી મનુષ્યોનો વર્ગ, તેમને બ્રાહ્મણ તરીકે પ્રશિક્ષણ આપવું જોઈએ. સમો દમો તિતિક્ષ આર્જવ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ જમ (ભ.ગી. ૧૮.૪૨). સામાજિક વિભાજન હોવા જ જોઈએ. સૌથી વિચારશીલ મનુષ્યોનો વર્ગ, તેમણે વેદોના અભ્યાસમાં પ્રવૃત્ત થવું જોઈએ, અને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, અને માનવ સમાજમાં ફેલાવવું જોઈએ, જેથી તે લોકોનું માર્ગદર્શન થઈ શકે, અને સમાજમાં શાંતિ વ્યવસ્થા રહી શકે. તે માર્ગદર્શન છે. ક્ષત્રિયો, તેઓ સમાજના રક્ષણ માટે છે, સૈન્યબળ, અથવા સૈન્ય-ભાવ. જ્યાં સંકટ છે, આક્રમણ, તેઓ આપણને રક્ષા આપશે. તેવી જ રીતે, એક મનુષ્યોનો વર્ગ હોવો જ જોઈએ જે અન્ન અને ધાન્ય ઉત્પન્ન કરે, અને ગાયોને રક્ષણ આપે. કૃષિ ગો રક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ (ભ.ગી. ૧૮.૪૪). અને બાકીના લોકો, જેઓ બુદ્ધિશાળી અથવા સૈન્યભાવમાં નથી અથવા ખાદ્યપદાર્થો ઉત્પન્ન ના કરી શકે, તેમણે આ ત્રણ વર્ગોના મનુષ્યોને સહાયતા કરવી જોઈએ. અને તેમને શુદ્ર કહેવાય છે. આ સામાજિક વિભાજન છે. તો આને વર્ણાશ્રમ ધર્મ કહેવાય છે. ધર્મ શબ્દનો પ્રયોગ થયો છે. ધર્મ મતલબ વ્યાવસાયિક કર્તવ્ય. ધર્મ મતલબ કોઈ લાગણીવેડા નથી. ના. સ્વાભાવિક વિભાજન અને વ્યાવસાયિક કર્તવ્ય.