GU/Prabhupada 0625 - જીવનની જરૂરિયાતો પરમ શાશ્વત, ભગવાન, દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે



Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972

તો આપણે સભ્ય મનુષ્યો - તેનો ફરક નથી પડતો અમેરિકન અથવા ભારતીય અથવા જર્મન અથવા અંગ્રેજ - આપણે બહુ જ ઓછા છીએ. તો આપણને આર્થિક સમસ્યાઓ છે. આપણે આપણી આર્થિક પરિસ્થિતી સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે આર્થિક પરિસ્થિતી શું છે? ખાવું, ઊંઘવું, પ્રજનન, અને સંરક્ષણ. આપણે હમેશા વ્યસ્ત હોઈએ છીએ, પણ પ્રાણીઓ પણ વ્યસ્ત છે ઊંઘવા, ખાવા, પ્રજનન, અને સંરક્ષણ માટે, પણ તેમને કોઈ સમસ્યા નથી. આપણને સમસ્યાઓ છે. તો જરા સમજવાનો પ્રયત્ન કરો, જો મોટા ભાગના જીવોને કોઈ સમસ્યા નથી... તેમની જીવન જરૂરિયાતો પરમ શાશ્વત, ભગવાન, દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેમ કે એક હાથી. આફ્રિકાના જંગલોમાં લાખો હાથીઓ છે. તેઓ એક વારમાં પચાસ કિલો ખાય છે. પણ તેમને તેમનું ભોજન મળી રહ્યું છે. તેવી જ રીતે, એક નાની કીડી, તેને એક ખાંડનો દાણો જોઈએ છે. તો તેને પણ તેનું ભોજન મળી રહ્યું છે. તો પરમ શાશ્વતે ખોરાકની વ્યવસ્થા કરી છે, અથવા આર્થિક સમસ્યાનું પ્રકૃતિ દ્વારા સમાધાન થયેલું છે. તે લોકો કોઈ વેપાર નથી કરતાં, તેઓ શાળાએ નથી જતાં અથવા ટેકનોલોજી શીખવા કોલેજે નથી જતાં, આજીવિકા કમાવવા, પણ તેમને પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેઓ સ્વસ્થ છે. તેમને કોઈ રોગ નથી.

તો આપણા સમાજની પ્રગતિ મતલબ આપણે સમસ્યાઓ ઊભી કરી છે. બસ તેટલું જ. આ આપણા સમાજની પ્રગતિ છે, અને આપણે જાણતા નથી આત્મા કેવી રીતે બને છે, કેવી રીતે તે એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર કરે છે, આગલું જીવન શું છે, શું આપણને આગલું જીવન મનુષ્યનું મળી રહ્યું છે, અથવા મનુષ્ય કરતાં વધુ સારું, અથવા મનુષ્ય કરતાં નીચલું. અને જો તેવું છે, કેવી રીતે આપણને તે આગલી જીવન યોનિ મળી રહી છે? કારણકે આપણે શાશ્વત છીએ, આપણે શરીર બદલી રહ્યા છીએ. ન તો આપણને ખબર છે કે બે પ્રકારના શરીર હોય છે: સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશનું બનેલું છે; અને સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ, અને અહંકારનું બનેલું છે. સૂક્ષ્મ શરીરની અંદર, આત્મા છે. હવે, જ્યારે આ સ્થૂળ શરીર બેકાર બની જાય છે, ત્યારે સૂક્ષ્મ શરીર મને બીજા સ્થૂળ શરીરમાં લઈ જાય છે. આને આત્માનું સ્થાનાંતર કહેવાય છે. પણ આપણે સૂક્ષ્મ શરીરને જોતાં નથી. આપણે દરેક, આપણે જાણીએ છીએ કે, આપણને મન છે, પણ આપણે મનને જોઈ નથી શકતા. કે ન તો આપણે બુદ્ધિને જોઈ શકીએ છીએ, કે ન તો હું જોઈ શકું છું કે મારો અહંકાર શું છે. પણ તે અસ્તિત્વમાં છે. તો તે જરૂરી નથી કે બધી જ વસ્તુઓ તમારે તમારી જડ આંખોથી જોવી પડે. આંખો પૂર્ણ નથી. જેમ કે આ સભાખંડની બીજી બાજુએ અંધારું છે, હું તમને જોઈ નથી શકતો. જો કે મારી પાસે આંખો છે. તો ભલે આપણી પાસે આંખો છે, તે અપૂર્ણ છે. હું બધી જ પરિસ્થિતિઓમાં જોઈ નથી શકતો. અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં, હું જોઈ શકું છે. તેથી આપણે ફક્ત જોઈને જ વિશ્વાસ ન કરવો જોઈએ. પણ એક વસ્તુ, જોકે હું તમને જોઈ નથી શકતો, તમે મને સાંભળી શકો છો, અથવા હું સમજી શકું છું કે તમે સાંભળી રહ્યા છો. કાન આંખો કરતાં વધુ શક્તિશાળી છે. તો વસ્તુઓ જે આપણા અનુભવથી પરે છે, આપણે તેના વિશે સાંભળી શકીએ છીએ. ભલે આપણે જોઈ ના શકીએ, તેનો મતલબ એવો નથી કે તે વસ્તુઓ અસ્તિત્વમાં નથી. તે જ ઉદાહરણ: ભલે હું જોઈ ના શકું મન શું છે, બુદ્ધિ શું છે, અહંકાર શું છે, પણ હું તેના વિશે સાંભળી શકું છું. તેથી પૂર્ણ જ્ઞાન સાંભળવાથી મળે છે. તો આપણે જ્ઞાન સ્વીકારીએ છીએ, પૂર્ણ જ્ઞાન, સાંભળીને. બીજું ઉદાહરણ: ધારો કે એક માણસ ઊંઘી રહ્યો છે. તે સમયે, જો કોઈ તેને મારવા આવે, તે ઊંઘી રહ્યો છે, તે જાણતો નથી. પણ જો કોઈ તેનું મિત્ર તેને ચેતવણી આપે, "મારા પ્રિય શ્રીમાન, કોઈ તને મારવા આવી રહ્યું છે. ઉઠ!" તે સાંભળી શકે છે, અને તે જાગી શકે છે અને સાવચેતી રાખી શકે છે. તેથી, જ્યારે આપણી બીજી ઇન્દ્રિયો કામ ના કરી શકે, આપણા કાન બહુ શક્તિશાળી છે. તેથી તેની ભલામણ થયેલી છે કે તમે અધિકારી વ્યક્તિ પાસેથી સાંભળવાનો પ્રયત્ન કરો. શિક્ષા પદ્ધતિ પણ તેવી જ છે. કેમ તમે યુનિવર્સિટી, શાળાએ અને કોલેજે જાઓ છો? એક અનુભવી પ્રોફેસર પાસેથી સાંભળવા માટે. તે જાણે છે, અને તમે સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરો છો.