GU/Prabhupada 0626 - જો તમારે વાસ્તવમાં વસ્તુઓ શીખવી હોય તો તમારે આચાર્ય પાસે જવું જોઈએ



Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972

તો સાંભળવાની ક્રિયા બહુ જ મહત્વપૂર્ણ છે. તો આપણું આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તેનો પ્રચાર કરવા માટે છે કે "તમે અધિકારી, કૃષ્ણ, પાસેથી સાંભળો." કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તે વર્તમાન યુગ અને ભૂતકાળના યુગમાં સ્વીકૃત થયેલું છે. પહેલાના યુગોમાં, મહાન ઋષિઓ જેમ કે નારદ, વ્યાસ, અસિત, દેવલ, ખૂબ જ, ખૂબ જ મહાન નિષ્ઠાવાન વિદ્વાનો અને ઋષિઓ, તેમણે સ્વીકારેલું છે. મધ્યના યુગમાં, કહો કે ૧૫૦૦ વર્ષો પહેલા, બધા જ આચાર્યો જેમ કે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય... વ્યાવહારિક રીતે, ભારતીય વેદિક સંસ્કૃતિ, તે હજુ પણ આ મહાન આચાર્યોની અધિકૃતતા પર આધારિત છે. અને તેની ભગવદ ગીતામાં ભલામણ થયેલી છે: આચાર્યોપાસનમ (ભ.ગી. ૧૩.૮). જો તમારે વાસ્તવિક વસ્તુઓ શીખવી હોય, તો તમારે આચાર્ય પાસે જવું જોઈએ. આચાર્યવાન પુરુષો વેદ, "જેણે આચાર્યને સ્વીકાર્યા છે, તે વસ્તુઓને યથારુપ જાણે છે." આચાર્યવાન પુરુષો વેદ. તો આપણે આચાર્યો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુને વ્યાસદેવને કહ્યું. વાસ્તવમાં અર્જુને વ્યાસદેવને ન હતું કહ્યું, પણ વ્યાસદેવે તે સાંભળ્યુ હતું, કૃષ્ણ કહી રહ્યા છે, અને તેમણે તેમની પુસ્તક મહાભારતમાં નોંધ કરી. આ ભગવદ ગીતા મહાભારતમાં જોવા મળે છે. તો આપણે વ્યાસની અધિકૃતતાનો સ્વીકાર કરીએ છીએ. અને વ્યાસથી, મધ્વાચાર્ય; મધ્વાચાર્યથી, ઘણી બધી ગુરુ શિષ્ય પરંપરા, માધવેન્દ્ર પૂરી સુધી. પછી માધવેન્દ્ર પુરીથી ઈશ્વર પૂરી; ઈશ્વર પુરીથી ભગવાન ચૈતન્યદેવ; ભગવાન ચૈતન્યદેવથી છ ગોસ્વામીઓ; છ ગોસ્વામીઓથી કૃષ્ણદેવ કવિરાજ; તેમની પાસેથી, શ્રીનિવાસ આચાર્ય; તેમની પાસેથી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, તેમની પાસેથી, જગન્નાથ દાસ બાબાજી; પછી ગૌર કિશોર દાસ બાબાજી; ભક્તિવિનોદ ઠાકુર; પછી મારા ગુરુ. તેજ વસ્તુ, અમે પ્રચાર કરી રહ્યા છીએ. તે છે કૃષ્ણ ભાવનામૃત આંદોલન. તે કઈ નવી વસ્તુ નથી. તે મૂળ વક્તા, કૃષ્ણ, દ્વારા ગુરુ શિષ્ય પરંપરાથી નીચે આવી રહ્યું છે. તો આપણે આ ભગવદ વાંચી રહ્યા છીએ. એવું નથી કે મે કોઈ પુસ્તકનું નિર્માણ કર્યું છે અને હું પ્રચાર કરી રહ્યો છું. ના. હું ભગવદ ગીતાનો પ્રચાર કરી રહ્યો છું. તે જ ભગવદ ગીતા જે સૌ પ્રથમ ચાર કરોડ વર્ષો પહેલા સૂર્ય દેવને કહેવામા આવી હતી અને ફરીથી તે અર્જુનને પાંચ હજાર વર્ષો પહેલા કહેવામા આવી. તે જ વસ્તુ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા નીચે આવી રહી છે, અને તે જ વસ્તુ તમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. કોઈ બદલાવ નથી.

તો અધિકૃતતા કહે છે,

દેહીનો અસ્મિન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા
તથા દેહાંતર પ્રાપ્તિર
ધિરસ તત્ર ન મુહ્યતિ
(ભ.ગી. ૨.૧૩)

તો અમે લોકોને માત્ર વિનંતી કરીએ છે કે તમે આ અધિકૃત જ્ઞાનનો સ્વીકાર કરો, અને તમારી બુદ્ધિથી આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. એવું નથી કે તમે તમારી દલીલ અને બુદ્ધિને બંધ કરી દો, અને અંધ બનીને કોઈ વસ્તુનો સ્વીકાર કરી લો. ના. આપણે મનુષ્યો છીએ, આપણને બુદ્ધિ છે. આપણે પશુઓ નથી કે આપણને બળપૂર્વક કોઈ વસ્તુનો સ્વીકાર કરવો પડે. ના. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા (ભ.ગી. ૪.૩૪). આ ભગવદ ગીતામાં તમે જોશો. તમે સમજવાનો પ્રયત્ન કરો, તદ વિધિ. વિધિ મતલબ સમજવાનો પ્રયત્ન કરો. પ્રણિપાત. પ્રણિપાતેન મતલબ શરણાગતિ, પડકારથી નહીં. એક વિદ્યાર્થી ગુરુના પ્રતિ ખૂબ જ વિનમ્ર હોવો જોઈએ. નહિતો, તે, મારા કહેવાનો મતલબ, મૂંઝાઈ જશે. વિનમ્રતાપૂર્વક સ્વીકાર. આપણી વિધિ છે...

તસ્માદ ગુરૂમ પ્રપદ્યેત
જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ
શબ્દે પરે ચ નિષ્ણાતમ
બ્રહમણિ ઉપશમાશ્રયમ
(શ્રી.ભા. ૧૧.૩.૨૧)

આ આજ્ઞા છે, વેદિક. જો તમારે વસ્તુઓ જાણવી હોય જે તમારી ધારણાથી પરે છે, તમારી ઇન્દ્રિય ધારણાથી પરે, તો તમારે એક પ્રમાણિક ગુરુની પાસે જવું જ જોઈએ.