GU/Prabhupada 0639 - વ્યક્તિગત આત્મા દરેક શરીરમાં છે અને વાસ્તવિક માલિક પરમાત્મા છે



Lecture on BG 2.30 -- London, August 31, 1973

તો પ્રાણી જીવનના નિમ્ન સ્તર પર, કૃષ્ણ છે. જેમ તેઓ કહે છે, દેહે સર્વસ્ય ભારત (ભ.ગી. ૨.૩૦). બીજી જગ્યાએ., કૃષ્ણ કહે છે આ દેહી અથવા ક્ષેત્રજ્ઞ, શરીરનો માલિક છે, અને બીજો ક્ષેત્રજ્ઞ, બીજો માલિક છે. તે કૃષ્ણ છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેશુ ભારત (ભ.ગી. ૧૩.૩) જેમ શરીરમાં વ્યક્તિગત આત્મા રહેલો છે, તેવી જ રીતે, પરમાત્મા, કૃષ્ણ, પણ છે. બંને છે. બંને છે. તો તેઓ બધા જ શરીરના માલિક છે. બધા જ શરીરો. ક્યારેક ધૂર્તો કૃષ્ણની આલોચના કરે છે, કે "કેમ તેમણે બીજાની પત્નીઓ જોડે નૃત્ય કર્યું?" પણ વાસ્તવમાં તેઓ માલિક છે. દેહે સર્વસ્ય ભારત (ભ.ગી. ૨.૩૦). હું માલિક નથી; તેઓ માલિક છે. તો જો માલિક નૃત્ય કરે તેમની, મારા કહેવાનો મતલબ, દાસીઓ, અથવા ભક્તો સાથે, તો તેમાં ખોટું શું છે? શું તે ખોટું છે? તેઓ માલિક છે. તમે માલિક નથી. દેહે સર્વસ્ય ભારત. તેઓ છે... દરેક શરીરમાં વ્યક્તિગત આત્મા છે અને પરમાત્મા, પરમાત્મા વાસ્તવિક માલિક છે. કૃષ્ણ કહે છે કે ભોકતારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). મહેશ્વરમ, તેઓ પરમ માલિક છે. સુહ્રદમ સર્વ ભૂતાનામ. તેઓ વાસ્તવિક મિત્ર છે. જો મને કોઈ પ્રેમી હોય, હું મિત્ર છું, હું મિત્ર નથી. વાસ્તવિક મિત્ર કૃષ્ણ છે. સુહ્રદમ સર્વ ભૂતાનામ. જેમ તે કહ્યું છે, તસમાદ સર્વાણી ભૂતાની (ભ.ગી. ૨.૩૦). કૃષ્ણ વાસ્તવિક મિત્ર છે. તો જો ગોપીઓ વાસ્તવિક મિત્ર સાથે નૃત્ય કરે, તો તેમાં ખોટું શું છે? તેમાં ખોટું શું છે? પણ જે લોકો ધૂર્તો છે, જે કૃષ્ણને જાણતા નથી, તેઓ વિચારે છે કે તે અનૈતિક છે. તે અનૈતિક નથી. તે સાચી વસ્તુ છે. સાચી વસ્તુ. કૃષ્ણ વાસ્તવિક પતિ છે. તેથી, તેમણે ૧૬,૧૦૮ પત્નીઓ સાથે લગ્ન કર્યા. કેમ ૧૬,૦૦૦? જો તેમણે સોળ લાખ, કરોડ પત્નીઓ સાથે લગ્ન પણ કર્યા હોત, તો તેમાં ખોટું શું છે? કારણકે તેઓ વાસ્તવિક પતિ છે. સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯).

તો જે કૃષ્ણને નથી જાણતા, ધૂર્તો, તેઓ કૃષ્ણની અનૈતિક, સ્ત્રીશિકારી, તેવી રીતે આલોચના કરે છે. અને તેઓ તેમાં આનંદ લે છે. તેથી, તેઓ કૃષ્ણના ચિત્રો બનાવે છે, તેમના ગોપીઓ સાથેના સંબંધોના. પણ તેઓ તેનું ચિત્ર નથી બનાવતા કે કેવી રીતે કૃષ્ણ કંસને મારે છે, કેવી રીતે તેઓ રાક્ષસોને મારે છે. આ તેમને નથી ગમતું. આ સહજિયા છે. તે લોકો, તેમની લંપટતા માટે, તેમના લંપટતાના કાર્યો માટે, તેમને કૃષ્ણની મદદ લેવી ગમે છે. "કૃષ્ણે આ કર્યું છે." "કૃષ્ણ અનૈતિક બની ગયા છે. તો તેથી આપણે પણ અનૈતિક છીએ. આપણે કૃષ્ણના મહાન ભક્તો છીએ, કારણકે આપણે અનૈતિક છીએ." આ ચાલી રહ્યું છે. તેથી, કૃષ્ણને સમજવા માટે, થોડી વધુ સારી બુદ્ધિની આવશ્યકતા છે. વધુ સારી બુદ્ધિ. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન (ભ.ગી. ૭.૧૯). જ્ઞાનવાન મતલબ બુદ્ધિની રીતે પ્રથમ વર્ગનું. મામ પ્રપદ્યતે. તે સમજે છે કે કૃષ્ણ શું છે. વાસુદેવ: સર્વમ ઈતિ સ મહાત્મા સુદુર્લભ. આ પ્રકારના બુદ્ધિશાળી મહાત્મા... તમને ધૂર્ત મહાત્મા મળી શકે છે, ફક્ત વેશ બદલીને, કૃષ્ણ ભાવનામૃત વગર, પોતાને ભગવાન અથવા કૃષ્ણ ઘોષિત કરતાં. તેમના મુખ પર લાત મારો. કૃષ્ણ આ બધા ધૂર્તોથી અલગ છે. પણ જો તમે કૃષ્ણને સમજો, જો તમે આટલા ભાગ્યશાળી હોવ - એઈ રૂપે બ્રહ્માણ્ડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). ફક્ત સૌથી વધુ ભાગ્યશાળી વ્યક્તિઓ જ કૃષ્ણને સમજી શકે, કૃષ્ણ શું છે.