GU/Prabhupada 0643 - જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત છે, તેમણે કૃષ્ણ માટે કામ કરવું પડે



Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969

પ્રભુપાદ: હા?

ભક્ત: પ્રભુપાદ, ભગવદ ગીતામાં તે લખ્યું છે, કે જે આપણે હમણાં જ વાચતા હતા, કે કૃષ્ણ આપણને આપશે તેના વિશે શ્રદ્ધા રાખવી. અને આગળ ભગવદ ગીતામાં એવું કહ્યું છે કે ભગવાન તેની મદદ કરે છે જે પોતાની મદદ કરે છે.

પ્રભુપાદ: હા.

ભક્ત: હવે, આપણે કેવી રીતે નક્કી કરવું કે આપણે શું....?

પ્રભુપાદ: પોતાની મદદ મતલબ તમે પોતાને કૃષ્ણની શરણમાં મૂકો; તે પોતાની મદદ કરવી છે. અને જો તમે વિચારો, "ઓહ, હું મારી રક્ષા કરી શકીશ," તો તમે તમારી મદદ નથી કરી રહ્યા. જેમ કે આ આંગળી, જ્યાં સુધી તે સ્વસ્થ છે, કામ કરી રહી છે, જો કોઈ સમસ્યા છે, હું આના ઉપર હજારો ડોલર ખર્ચ કરી શકું છું. પણ જો આંગળી મારા શરીરમાથી કપાઈ જાય છે, જો તમે આ આંગળીને તમારા પગ નીચે કચડી પણ નાખો, હું દરકાર નહીં કરું. તેવી જ રીતે, પોતાને મદદ કરવી મતલબ પોતાને યોગ્ય સ્થિતિમાં મૂકવી, કૃષ્ણના અભિન્ન અંશ તરીકે. તે વાસ્તવિક મદદ છે. નહિતો તમે કેવી રીતે મદદ કરી શકો? આંગળી પોતાની મદદ કરી શકે પોતાને હાથમાં યોગ્ય જગ્યાએ મૂકીને અને આખા શરીર માટે કામ કરીને. તે યોગ્ય સ્થિતિ છે. જો આંગળી વિચારે કે, "હું આ શરીરથી અલગ રહીશ અને પોતાની મદદ કરીશ," તે મૃત્યુ પામશે. તો જેવુ તમે વિચારો છો, કે "હું સ્વતંત્ર જીવીશ, કૃષ્ણની દરકાર કર્યા વગર," તે મારી મૃત્યુ છે, અને જેવુ હું પોતાને કૃષ્ણના અભિન્ન અંશ તરીકે પ્રવૃત્ત કરું છું, તે મારૂ જીવન છે.

તો પોતાની મદદ કરવી મતલબ પોતાની સ્થિતિ જાણવી અને તે રીતે કામ કરવું. તે મદદ છે. તેની સ્થિતિ શું છે તે જાણ્યા વગર, કેવી રીતે વ્યક્તિ પોતાની મદદ કરી શકે? તે શક્ય નથી. હા?

ભક્ત: તો આપણે હમેશા ભેદભાવથી કામ કરવું જોઈએ અને હમેશા કૃષ્ણની સેવા કરવી જોઈએ અને કૃષ્ણને આપણી સેવા ના કરવા દેવી જોઈએ. હમેશા અનુભવવું કે આપણે કૃષ્ણની સેવા કરવી જોઈએ, અને એવું નહીં કે આપણે આ કરીશું અને કૃષ્ણ આપશે, કૃષ્ણ આપણને મદદ કરશે.

પ્રભુપાદ: તમે કૃષ્ણની સેવા કરો છો, તેનો મતલબ તમે કરી રહ્યા છો. સેવા કરવી મતલબ કાર્ય કરવું. તમે સેવાનો મતલબ શું સમજો છો? વાસ્તવમાં તમે કોઇની સેવા કરો છો, તમે કશું કરતાં નથી? તમે કૃષ્ણની સેવામાં કઈ રીતે પ્રવૃત્ત છો? તમે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવા માટે જાઓ છો, અને રસોઈ કરો છો, તમે સાફસફાઈ કરો છો, તમે ઘણું બધુ કરો છો. તો કૃષ્ણને મદદ કરવી મતલબ કાર્ય કરવું. કૃષ્ણની મદદ કરવાનો મતલબ એ નથી કે તમે ટટ્ટાર બેસી રહો. તે કૃષ્ણ ભાવનામૃતના કાર્યો છે. જે પણ સંપત્તિ તમારી પાસે છે કામ કરવા માટે, કૃષ્ણ માટે ઉપયોગ કરો. તે ભક્તિ છે. હવે આપણી પાસે છે, આપણી પાસે શું સંપત્તિ છે? આપણી પાસે મન છે. ઠીક છે, કૃષ્ણ વિશે વિચારો. આપણી પાસે આ હાથ છે - મંદિરની સફાઈ કરો અથવા કૃષ્ણ માટે રસોઈ કરો. આપણી પાસે પગ છે - કૃષ્ણના મંદિરે જાઓ. આપણી પાસે આ નાક છે - ઓહ, કૃષ્ણને અર્પણ કરાયેલા ફૂલોને સુંઘો. તો તમે પ્રવૃત્ત કરી શકો છો. તો કૃષ્ણ ભાવનામૃત પ્રવૃત્તિ મતલબ કાર્યો. અર્જુન, તે કાર્ય કરવા માટે ના પાડતો હતો. અને કૃષ્ણ તેને કાર્ય કરવા માટે ઉત્સાહિત કરતાં હતા. આ સંપૂર્ણ ભગવદ ગીતા છે. કૃષ્ણ ભાવનામૃતનો મતલબ એવું નથી કે કાર્ય ના કરો. પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં જોડવું મતલબ કાર્ય કરવું - કૃષ્ણ માટે. કૃષ્ણ નથી કહેતા, અવશ્ય આ અધ્યાયમાં કૃષ્ણ કહે છે... તેઓ ક્યારેય અર્જુનને નથી કહેતા, "મારા પ્રિય મિત્ર અર્જુન, તું આ દુનિયાની કોઈ પરવાહ ના કરીશ. બેસી જા અને મારૂ ધ્યાન કર." શું તમે ભગવદ ગીતામાં જોયું છે? આ ધ્યાન મતલબ બધા અર્થહીન કાર્યોને બંધ કરવા, ટટ્ટાર બેસવું. પણ જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત છે, તેમણે કૃષ્ણ માટે કામ કરવું જ પડે. જેમ કે બાળક. માત્ર ઘરમાં પરેશાની ઊભી કરે છે. માતા કહે છે, "મારા પ્રિય બાળક, અહિયાં બેસી જા." પણ જો તે સારી રીતે કામ કરી શકે, "ઓહ, હા," માતા કહે છે, "મારા પ્રિય પુત્ર, તારે આ કરવાનું છે, તારે તે કરવાનું છે, તારે તે કરવાનું છે." તો બકવાસ વસ્તુઓ માટે ટટ્ટાર બેસી જા. કોઈ અર્થપૂર્ણ વસ્તુઓ માટે નહીં. બકવાસ વસ્તુઓ માટે, જેટલું વધારે તે બેસે છે, ઓછામાં ઓછું તે બીજું બકવાસ નથી કરતો, બસ તેટલું જ. બકવાસ વસ્તુની બાદબાકી. તે સકારાત્મક નથી. અહી સકારાત્મક કાર્યો છે.

તો બાદબાકી કોઈ જીવન નથી. સકારાત્મક જીવન તે જીવન છે. "આ ના કરો," જીવન નથી. "આ કરો," એ જીવન છે. પણ યોગ્ય રીતે કરવા માટે, અમુક વસ્તુઓ છે "ના કરવી." "ના કરવું" જીવન નથી, "કરવું" જીવન છે. આખી ભગવદ ગીતા છે "કરવું." "મારા માટે યુદ્ધ કર." કોઈ "ના કરવું" છે નહીં. અર્જુનને જોઈતું હતું, "મને ઉત્સાહિત ના કરો." અને કૃષ્ણને તે પસંદ ન હતું. "તું અનાર્યની જેમ બોલી રહ્યો છું." કુતસ ત્વા કશ્મલમ ઇદમ. અનાર્ય જુષ્ટમ (ભ.ગી. ૨.૨). "આ પ્રકારના શબ્દો અનાર્ય લોકો દ્વારા બોલાય છે." તેની અનાર્ય તરીકે આલોચના કરવામાં આવી. અનાર્ય. તો કૃષ્ણ ભાવનામૃતનો અર્થ નથી કે બેકાર બેસી રહેવું, ના. આપણી પાસે કૃષ્ણની સંપૂર્ણ લીલા છે કાર્યોથી ભરપૂર. તમે જ્યારે આધ્યાત્મિક જગતમાં જાઓ, કૃષ્ણ હમેશા નૃત્ય કરે છે. તમારે ચોવીસ કલાક ત્યાં નૃત્ય કરવું પડે અને ભોજન કરવું પડે. બેસવાનું ક્યાં છે? બેસવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે ક્યારેય સાંભળ્યુ છે ગોપીઓને ધ્યાન કરતાં? બેસીને. (હાસ્ય) તમે સાંભળ્યુ છે? ભૂમિ પર, કૃષ્ણ.... ભગવાન ચૈતન્ય મહાપ્રભુ? તેમણે કર્યું હતું, શું કર્યું હતું તેમણે, નૃત્ય, "હરે કૃષ્ણ." તમે જોયું? તમે જુઓ, આત્મા, તમે આત્મા છો, તમે કેવી રીતે પોતાને શાંત બનીને રોકી શકો? તે શક્ય નથી. અર્જુને નકાર્યું, જ્યારે... તમે આ અધ્યાયમાં જોશો કે જ્યારે અર્જુનને ભલામણ કરવામાં આવી, "મારા પ્રિય અર્જુન, તું ધ્યાન કર." તેણે તરત જ ના પાડી. "મારા પ્રિય કૃષ્ણ, તે મારા માટે શક્ય નથી. તે મારા માટે શક્ય નથી." તે વાસ્તવમાં હકીકત છે. તે તેના માટે કેવી રીતે શક્ય છે? તે ગૃહસ્થ માણસ હતો, તેને રાજ્ય જોઈતું હતું, તેણે દેશ પર રાજ્ય કરવું હતું. કેવી રીતે, તેના ધ્યાન માટે સમય ક્યાં છે? તેણે સ્પષ્ટ રીતે ના પાડી દીધી. "મારા પ્રિય કૃષ્ણ, તે મારા માટે શક્ય નથી." તેણે કહ્યું કે મનનું નિયંત્રણ: વાયોર ઈવ સુદુષ્કરમ. "તે પવનને નિયંત્રણમાં રાખવા જેટલું જ મુશ્કેલ છે." તે હકીકત છે. તમારે મનને કૃષ્ણમાં પ્રવૃત્ત કરવું પડે. તો તે નિયંત્રિત છે. નહિતો, કૃત્રિમ રીતે તમે નિયંત્રિત ના કરી શકો. તે અશક્ય છે. અર્જુને કહ્યું, બીજાની તો વાત જ શું કરવી. અર્જુન, અર્જુન કોણ છે? કૃષ્ણ સાથે વ્યક્તિગત વાત કરતો. શું તમે સમજો છો કે તે સામાન્ય મનુષ્ય છે? તેણે કહ્યું કે તે અશક્ય છે. વાયોર ઈવ સુદુષ્કરમ (ભ.ગી. ૬.૩૪).

આ ઉદાહરણ આપેલું છે. ચંચલમ હી મન: કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ (ભ.ગી. ૬.૩૪). "મારા પ્રિય કૃષ્ણ, તમે મને મનનું નિયંત્રણ કરવાનું કહી રહ્યા છો. તે એટલું શક્તિશાળી છે, અને ચંચળ, - "મને લાગે છે કે મનને નિયંત્રિત કરવું પવનને નિયંત્રિત કરવા જેવુ છે." જો બહુ જ પવન હોય, તમે તેણે નિયંત્રિત કરી શકો? તો તે આ ઉદાહરણ આપે છે. જ્યારે તમે મનને કૃષ્ણના ચરણકમળમાં સ્થિર કરો ત્યારે તમે મનને નિયંત્રિત કરી શકો, બસ તેટલું જ. કોઈ અર્થહિન વસ્તુ તમારા મનમાં પ્રવેશી ના શકે, માત્ર કૃષ્ણ. તે ધ્યાનની પૂર્ણતા છે.