GU/Prabhupada 0648 - સ્વભાવથી આપણે જીવો છીએ, આપણે કાર્ય કરવું જ જોઈએ



Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969

ભક્ત: તાત્પર્ય: "જ્યારે એક વ્યક્તિ ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં પૂર્ણ રીતે સંલગ્ન હોય છે, તે પોતાનાથી ખુશ હોય છે અને તે પછી કોઈ ઇન્દ્રિય તૃપ્તિ અથવા સકામ કર્મોમાં પ્રવૃત્ત નથી થતો. નહિતો, વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિમાં પ્રવૃત્ત થાય જ કારણકે વ્યક્તિ પ્રવૃત્તિ વગર ના રહી શકે."

પ્રભુપાદ: હા, તે મુદ્દો છે. આપણે પ્રવૃત્તિ તો હોવી જ જોઈએ. આપણે રોકી ના શકીએ, તે જ ઉદાહરણ. તમે વ્યક્તિને કામ કરતો રોકી ના શકો. અથવા કાર્યોમાં. સ્વભાવથી આપણે જીવો છીએ, આપણે કાર્ય કરીશું જ. કાર્યોને રોકવું શક્ય નથી. તો જેમ કે તે કહ્યું છે, "એક ખાલી મગજ ભૂતનું ઘર છે." તો જો આપણને સારી પ્રવૃત્તિ નહીં હોય, તો તમારે બીજી કઈ બકવાસ પ્રવૃત્તિમાં પોતાને પ્રવૃત્ત કરવી પડે. જેમ કે બાળક, જો તે શિક્ષામાં પ્રવૃત્ત નથી, તો તે બગડેલો બાળક બની જાય છે. તેવી જ રીતે, આપણને બે કાર્યો છે: ક્યાતો ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ, અથવા કૃષ્ણ ભાવનામૃત, અથવા ભક્તિયોગ, અથવા યોગ. તો જો હું યોગ પદ્ધતિમાં નથી, તો મારે ઇન્દ્રિય તૃપ્તિ કરવી જ પડે. અને જો હું ઇન્દ્રિય તૃપ્તિમાં છું, તો યોગનો કોઈ પ્રશ્ન જ નથી. આગળ વધો.

ભક્ત: "કૃષ્ણ ભાવનામૃત વગર, વ્યક્તિ હમેશા આત્મ-કેન્દ્રિત અથવા વિસ્તૃત સ્વાર્થી કાર્યોમાં પ્રવૃત્ત હોય છે. પણ એક કૃષ્ણ ભવનભાવિત વ્યક્તિ કૃષ્ણ માટે બધુ જ કરી શકે છે અને તેવી રીતે ઇન્દ્રિય તૃપ્તિમાથી પૂર્ણ રીતે વિરક્ત બની શકે છે. જે વ્યક્તિને આવો કોઈ સાક્ષાત્કાર નથી, તેણે યાંત્રિક રીતે ભૌતિક ઈચ્છાઓથી બચવાનો પ્રયત્ન કરવો પડે યોગ સીડીના સર્વોચ્ચ પગથિયાં પર ઉપર ઉઠ્યા પહેલા."

પ્રભુપાદ: "યોગ સીડી." યોગ સીડી, તેની સરખામણી સીડી સાથે કરવામાં આવી છે. જેમ કે પગથિયાં - એક મોટી ગગનચુંબી ઇમારતમાં પગથિયાં હોય છે. દરેક પગથિયે વિકાસ છે, તે હકીકત છે. તો આખી પગથિયાઓની સીડીને યોગ પદ્ધતિ કહી શકાય છે. પણ વ્યક્તિ પાંચમા પગથિયે હોઈ શકે છે, બીજો વ્યક્તિ પચાસમાં પગથિયે હોઈ શકે છે, બીજો વ્યક્તિ પાંચસોમાં પગથિયે હોઈ શકે છે, અને બીજો વ્યક્તિ ઇમારતના શિખરે હોઈ શકે છે. તો જોકે આખી સીડીને યોગ પદ્ધતિ કહેવાય છે, પણ જે વ્યક્તિ પાંચમા પગથિયે છે, તે પચાસમે પગથિયે રહેલા વ્યક્તિની સમાન નથી. અથવા જે વ્યક્તિ પચાસમાં પગથિયે છે, તેની સરખામણી પાંચસોમાં પગથિયે રહેલા વ્યક્તિ સાથે ના થઈ શકે. તેવી જ રીતે, ભગવદ ગીતામાં તમે કર્મયોગ જોશો, જ્ઞાન યોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ. તેનો યોગ નામ દ્વારા ઉલ્લેખ છે. કારણકે આખી સીડી સર્વોચ્ચ માળ સાથે જોડાયેલી છે. તો દરેક પદ્ધતિ ભગવાન, કૃષ્ણ, સાથે જોડાયેલી છે. પણ તેનો મતલબ એવો નથી કે દરેક વ્યક્તિ સૌથી ઉપરના માળે છે. જે વ્યક્તિ સૌથી ઉપરના માળે છે, તે સમજવું જોઈએ કે તે કૃષ્ણ ભાવનામૃતમાં છે. બીજા, તેઓ ફક્ત પાંચમાં અથવા પચાસમાં અથવા પાંચસોમાં માળે છે, તેવું. આખી વસ્તુને સીડી કહેવાય છે.