GU/Prabhupada 0664 - શૂન્યવાદ બીજો ભ્રમ છે. કોઈ શૂન્ય હોઈ જ ના શકે



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969

તમાલ કૃષ્ણ: "ભૌતિક અસ્તિત્વનું રોકવું તેનો મતલબ તે નથી શૂન્યના અસ્તિત્વમાં પ્રવેશ કરવો, જે માત્ર એક કલ્પના છે."

પ્રભુપાદ: હા. તો ભૌતિક અસ્તિત્વનું બંધ કરવું તેનો મતલબ શૂન્ય નથી. કારણકે હું શૂન્ય નથી. હું આત્મા છું. જો હું શૂન્ય હોત, કેવી રીતે મારા શરીરનો વિકાસ થયો છે? હું શૂન્ય નથી. હું બીજ છું. જેમ કે તમે જમીનમાં એક બીજ રોપો છો, તે મોટા વૃક્ષ અથવા છોડમાં ઊગે છે. તેવી જ રીતે પિતા દ્વારા માતાના ગર્ભમાં બીજ આપવામાં આવે છે અને તે વૃક્ષની જેમ મોટું થાય છે. અને આ શરીર છે. શૂન્યતા ક્યાં છે? અહમ બીજપ્રદ: પિતા (ભ.ગી. ૧૪.૪). ચૌદમાં અધ્યાયમાં તમે જોશો, કે મૂળ બીજ કૃષ્ણ દ્વારા આપવામાં આવ્યું છે ભૌતિક પ્રકૃતિના ગર્ભમાં, અને ઘણા બધા જીવો બહાર આવે છે. તમે તેની વિરોધમાં દલીલ ના કરી શકો, કારણકે વાસ્તવમાં નિર્માણ તે જ પદ્ધતિ છે જે આપણા વ્યાવહારિક જીવનમાં છે. આપણે જોઈએ છીએ કે પિતા માતાનાના ગર્ભમાં બીજ આપે છે, અને માતા, મારા કહેવાનો મતલબ, બાળકને શરીરના વિકાસ માટે પોષણ પૂરું પાડે છે. તો શૂન્યનો કોઈ પ્રશ્ન જ નથી. જો બીજ શૂન્ય હોત, કેવી રીતે આ સરસ શરીર વિકસિત થયું છે?

તો નિર્વાણ મતલબ બીજું કોઈ ભૌતિક શરીર સ્વીકારવું નહીં. તેને શૂન્ય બનાવવાનો પ્રયત્ન ના કરો. તે બીજું બકવાસ છે. શૂન્ય, તમે શૂન્ય નથી. શૂન્ય મતલબ આ ભૌતિક શરીરને શૂન્ય બનાવવું. આ દુખોથી ભરેલા શરીરને. બસ તમારા આધ્યાત્મિક શરીરનો વિકાસ કરવાનો પ્રયત્ન કરો. તે શક્ય છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). આ વસ્તુઓ છે. તો આપણે સમજવા માટે બહુ જ બુદ્ધિશાળી બનવું પડે, જીવનની સમસ્યા શું છે, કેવી રીતે આપણે આ મૂલ્યવાન મનુષ્ય જીવનનો ઉપયોગ કરવો જોઈએ. દુર્ભાગ્યપણે આ શિક્ષણ આખી દુનિયામાં વ્યાવહારિક રીતે શૂન્ય છે. કદાચ આ એક જ સંસ્થા છે, જે જીવનની વાસ્તવિક સમસ્યાઓ પ્રસ્તુત કરી રહી છે, અને જીવનનું વાસ્તવિક મૂલ્ય. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "ભગવાનની રચનામાં ક્યાય શૂન્ય નથી. ઊલટું ભૌતિક..."

પ્રભુપાદ: શૂન્ય, તમે બધે જ જુઓ છો, જમીનમાં પણ, પૃથ્વીમાં પણ, તમે કોઈ શૂન્ય નહીં જુઓ. જમીન પર, કોઈ શૂન્ય નથી; આકાશમાં, કોઈ શૂન્ય નથી; હવામાં, કોઈ શૂન્ય નથી; પાણીમાં, કોઈ શૂન્ય નથી; અગ્નિમાં, કોઈ શૂન્ય નથી - તો તમને શૂન્ય ક્યાં મળે છે? ક્યાં તમને શૂન્ય મળે છે? આ શૂન્યવાદ બીજો ભ્રમ છે. કોઈ શૂન્ય હોઈ ના શકે.