GU/Prabhupada 0673 - એક ચકલી મહાસાગરને સૂકવવાની કોશિશ કરી રહી છે. આને કહેવાય છે નિશ્ચય



Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969

ભક્ત: "નિશ્ચય માટે, વ્યક્તિએ તે ચકલીનું ઉહારણ લેવું જોઈએ કે જેણે તેના ઈંડા સમુદ્રના મોજામાં ખોઈ દીધા. એક ચકલીએ દરિયાકિનારે તેના ઈંડા મૂક્યા હતા. પણ મોટા સમુદ્રએ તેના મોજાઓથી તેના ઈંડા લઈ લીધા. ચકલી બહુ જ દુખી બની ગયી અને સમુદ્રને ઈંડા પાછા આપવા કહ્યા. સમુદ્રએ તેની વિનંતી ગણી સુદ્ધાં નહીં, અને તો તેણે સમુદ્રને સૂકવી નાખવાનો નિર્ણય કર્યો. તેણે શરૂ કર્યું..."

પ્રભુપાદ: જરા જુઓ, એક ચકલી સમુદ્રને સુકવવાનો પ્રયત્ન કરી રહી છે. (હસે છે) આને નિશ્ચય કહેવાય છે. જેમ કે અમારા ગાંધી. તેમણે અંગ્રેજોની વિરુદ્ધમાં યુદ્ધની ઘોષણા કરી. યુદ્ધ હતું તે અહિંસા, અસહકાર. તમે જોયું? પણ નિશ્ચય હતો. કે "મારે અંગ્રેજોને કાઢી મૂકવા જ છે." અને તેમણે તે કર્યું. અને શસ્ત્ર શું હતું? અહિંસા. "ઠીક છે, અમે યુદ્ધ કરો, તમે મને મારો, હું તમારા પર આક્રમણ નહીં કરું." તમે જોયું? તેઓ બની ગયા, તે શું હતું? નિશ્ચય. લોકો હસતાં હતા. "ગાંધી અંગ્રેજોની વિરુદ્ધમાં યુદ્ધની ઘોષણા કરે છે, આટલા શક્તિશાળી, અંગ્રેજ સામ્રાજ્ય." અને વાસ્તવમાં અંગ્રેજોના ભારત ગુમાવ્યા પછી, તેમણે બધુ જ સામ્રાજ્ય ગુમાવી દીધું. કારણકે તે અંગ્રેજ સામ્રાજ્યનું ઘરેણું હતું. તેમણે પૂર્વી દેશોમાં બધી જ માલિકી ગુમાવી દીધી, તેમણે ઈજિપ્તની માલિકી ગુમાવી દીધી, તેમણે સુએઝ નહેરની માલિકી ગુમાવી દીધી, બધુ જ ગુમાવી દીધું. તો નિશ્ચય એટલી સરસ વસ્તુ છે. આગળ વધો.

ભક્ત: "તેણે તેની નાની ચાંચથી પાણી ઉપાડવાનું શરૂ કર્યું, અને દરેક વ્યક્તિ તેના અસંભવ નિશ્ચય પર હસતું હતું. તેના કાર્યના સમાચાર ફેલાઈ ગયા, અને છેવટે ગરુડ, ભગવાન વિષ્ણુના વિશાળકાય પક્ષીવાહન, તેમણે સાંભળ્યુ. તેઓ તેમની નાની પક્ષી બહેન પર દયાળુ બન્યા, અને તેથી તેઓ નાની ચકલીને જોવા આવ્યા, અને તેમણે મદદનું વચન આપ્યું. તેથી ગરુડે તરત જ સમુદ્રને તેના ઈંડા પાછા આપવા કહ્યું, નહિતો તે પોતે ચકલીનું કામ હાથ પર લઈ લેશે. સમુદ્રને આનાથી ભય લાગ્યો, અને ઈંડા પાછા આપી દીધા. આવી રીતે ચકલી ગરુડની કૃપાથી સુખી થઈ."

પ્રભુપાદ: હા. તો ગરુડ તેની મદદે આવ્યા, હા. આગળ વધો.

ભક્ત: તેવી જ રીતે, યોગ અભ્યાસ, વિશેષ કરીને ભક્તિયોગ, કૃષ્ણ ભાવનામૃતમાં, ઘણું મુશ્કેલ કાર્ય લાગી શકી છે, પણ જો કોઈ પણ વ્યક્તિ નિયમોનું મહાન નિશ્ચય સાથે પાલન કરે, ભગવાન અવશ્ય મદદ કરશે, કારણકે ભગવાન તેમની મદદ કરે છે જે પોતાની મદદ કરે છે.

પ્રભુપાદ: બસ, તેટલું જ. કોઈ પ્રશ્ન?

ભક્ત: પ્રભુપાદ, જ્યારે તમે કહ્યું કે સફળતા મેળવવામાં નિશ્ચય મહત્વપૂર્ણ પરિબળ છે... અને કેવી રીતે વ્યક્તિ હમેશા આ ઉત્સાહ રાખે, જેમ કે કેવી રીતે વ્યક્તિ આ ઉત્સાહ અને નિશ્ચયની અગ્નિમાં ઘી નાખતું જાય હમેશા? જ્યારે ઘણી બધી વસ્તુઓ સાથે...

પ્રભુપાદ: નિશ્ચય, મતલબ તમે ઉત્સાહી પણ હશો. તે નિશ્ચયનો એક ભાગ છે. ઉત્સાહાદ ધૈર્યાત, તત તત કર્મ (ઉપદેશામૃત ૩). ઉત્સાહ, તે ઉત્સાહ નિશ્ચયની સાચી શરૂઆત છે. જ્યાં સુધી તમે ઉત્સાહી નથી, કેવી રીતે તમારો નિશ્ચય ચાલુ રહી શકે? તો નિશ્ચય, ઉત્સાહ, ધૈર્ય, નીતિ નિયમોનું પાલન કરવું, આ નિશ્ચયના વિભિન્ન કાર્યો છે. નિશ્ચય એક જ શબ્દ છે આ બધી વસ્તુઓ માટે, ઉત્સાહ, ધૈર્ય, વિશ્વાસ સાથે કાર્ય કરવું. આ નિશ્ચયના વિભિન્ન લક્ષણો છે.