GU/Prabhupada 0680 - આપણે વિચારીએ છીએ કે આપણે આ ભોંય પર બેઠા છીએ પણ વાસ્તવમાં આપણે કૃષ્ણ પરે બેઠા છીએ



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969

તો "સાચો યોગી મને બધા જીવોમાં જુએ છે. અને બધા જીવોને મારામાં જુએ છે." કેવી રીતે, "મારામાં"? કારણકે દરેક વસ્તુ જે તમે જુઓ છો, તે કૃષ્ણ છે. તમે આ ભોંય પર બેઠા છો તો તમે કૃષ્ણ પર બેઠા છો. તમે આ સાદડી બાર બેઠા છો, તમે કૃષ્ણ પર બેઠા છો. તમારે તે જાણવું જોઈએ. કેવી રીતે આ સાદડી કૃષ્ણ છે? કારણકે સાદડી કૃષ્ણની શક્તિમાથી બનેલી છે.

અલગ પ્રકારની શક્તિઓ હોય છે - પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). પરમ ભગવાનને વિભિન્ન શક્તિઓ હોય છે. તે શક્તિઓમાથી, ત્રણ વિભાજન પ્રાથમિક છે. ભૌતિક શક્તિ, આધ્યાત્મિક શક્તિ અને તટસ્થ શક્તિ. આપણે જીવો તટસ્થ શક્તિ છીએ. આખું ભૌતિક જગત ભૌતિક શક્તિ છે. અને આધ્યાત્મિક શક્તિ છે. આધ્યાત્મિક જગત. અને આપણે તટસ્થ છીએ. તો આપણે ક્યાંતો ભૌતિક શક્તિમાં બેસીએ છીએ... તટસ્થ શક્તિ આ રીતે કે તે રીતે. તમે આધ્યાત્મિક બની શકો છો અથવા તમે ભૌતિક બની શકો છો. ત્રીજો વિકલ્પ નથી. ક્યાં તો તમે ભૌતિકવાદી બનો અથવા આધ્યાત્મિકવાદી બનો. જ્યાં સુધી આપણે ભૌતિક જગતમાં છીએ, તમે ભૌતિક શક્તિમાં બેઠેલા છો, તેથી તમે કૃષ્ણ પર બેઠેલા છો. કારણકે શક્તિ કૃષ્ણથી અલગ નથી. જેમ કે આ પ્રકાશ, આ જ્યોતિ, ગરમી છે અને પ્રકાશ છે. બે શક્તિઓ. ગરમી અગ્નિથી અલગ નથી અને પ્રકાશ અગ્નિથી અલગ નથી. તેથી એક અર્થમાં ગરમી પણ અગ્નિ છે, પ્રકાશ પણ અગ્નિ છે. તેવી જ રીતે આ ભૌતિક શક્તિ પણ કૃષ્ણ છે. તો આપણે વિચારીએ છીએ કે આપણે આ ભોંય પર બેઠેલા છીએ પણ વાસ્તવમાં આપણે કૃષ્ણ પર બેઠેલા છીએ. આ તત્વજ્ઞાન છે.

તો, "... અને દરેક જીવને પણ મારામાં જુએ છે. ખરેખર, આત્મ-સાક્ષાત્કારી માણસ મને સર્વત્ર જુએ છે." તે છે સર્વત્ર જોવું. દરેક જીવને, દરેક વસ્તુને કૃષ્ણના સંબંધમાં જોવું, તેનો મતલબ તમે કૃષ્ણને સર્વત્ર જુઓ છો. જેમ તે ભગવદ ગીતામાં શીખવાડયું છે, રસો અહમ અપ્સુ કૌંતેય (ભ.ગી. ૭.૮): "હું પાણીનો સ્વાદ છું." કેમ બધા જીવો પાણી પીએ છે? પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, મનુષ્યો, દરેક વ્યક્તિ પાણી પીએ છે. તેથી પાણીની એટલી જરૂર હોય છે. અને કૃષ્ણે પાણીનો એટલો જથ્થો રાખ્યો છે. તમે જોયું? પાણીની જરૂર છે, ખૂબ જ. ખેતી માટે, ધોવા માટે, પીવા માટે. તો જો વ્યક્તિને ઉચિત સમયે એક પ્યાલો પાણી ના મળે તે મૃત્યુ પામે છે. તે અનુભવ, વ્યક્તિ જે યુદ્ધભૂમિ પર છે... પાણી કેટલું અમૂલ્ય છે તે સમજી શકે છે. યુદ્ધમાં જ્યારે તેઓ તરસ્યા બને છે અને કોઈ પાણી નથી હોતું, તેઓ મૃત્યુ પામે છે. તો કેમ પાણી આટલું મૂલ્યવાન છે? કારણકે સરસ સ્વાદ છે. તમે ઘણા તરસ્યા હોવ તમે પાણીનો એક ઘૂંટડો લો, "ઓહ, ભગવાનનો આભાર." તો કૃષ્ણ કહે છે, "તે સ્વાદ હું છું. પાણીનો તે પ્રાણ-આપવાવાળો સ્વાદ, હું છું." કૃષ્ણ કહે છે. તો જો તમે આ તત્વજ્ઞાન શીખ્યા હોય, જ્યાં પણ તમે પાણી પીઓ, તમે કૃષ્ણને જુઓ. અને તમે ક્યાં પાણી નથી પીતા? આ કૃષ્ણ ભાવનામૃત છે. રસો અહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો: (ભ.ગી. ૭.૮) "હું સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ છું." તો ક્યાં તો રાત્રે અથવા દિવસે, તમારે ક્યાં તો સૂર્યપ્રકાશ અથવા ચંદ્રપ્રકાશ જોવો જ પડે. તો તમે કૃષ્ણને કેવી રીતે ભૂલી શકો? ક્યાં તો તમે પાણી પીઓ, અથવા સૂર્યપ્રકાશ જુઓ, અથવા ચંદ્રપ્રકાશ જુઓ, અથવા કોઈ ધ્વનિ સાંભળો... શબ્દો અહમ (શ્રી.ભા. ૧૧.૧૬.૩૪). ઘણી બધી વસ્તુઓ છે, તમે ચોથા અધ્યાયમાં વાંચેલી છે, કેવી રીતે કૃષ્ણ સર્વ-વ્યાપક છે. તો વ્યક્તિએ કૃષ્ણને તે રીતે જોવા પડે. પછી તમે યોગની સિદ્ધિ મેળવશો. અહી તે કહ્યું છે: "એક સાચો યોગી મને બધા જીવોમાં જુએ છે અને બધા જીવોને મારામાં જુએ છે. ખરેખર, આત્મ-સાક્ષાત્કારી માણસ મને બધેજ જુએ છે."