GU/Prabhupada 0685 - ભક્તિયોગ પદ્ધતિ - આ જીવનમાં જ ત્વરિત પરિણામ, આત્મ-સાક્ષાત્કાર અને મુક્તિ



Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969

વિષ્ણુજન: "લોકો સરળ વ્યવહારુ સાધનો દ્વારા પણ આત્મ-સાક્ષાત્કાર માટે ગંભીર નથી, આ મુશ્કેલ યોગ પદ્ધતિ જે જીવવાની ઢબ, બેસવાની મુદ્રા, જગ્યાની પસંદગી અને ભૌતિક પ્રવૃત્તિઓમાથી મનની વિરક્તિને નિયંત્રિત કરે છે - તેની તો વાત જ શું કરવી. એક વ્યવહારુ માણસ તરીકે, અર્જુને વિચાર્યું કે આ યોગ પદ્ધતિનું પાલન કરવું અશક્ય છે."

પ્રભુપાદ: હા. તે એક બનાવટી, ખોટો, યોગી બનવા માટે તૈયાર ન હતો, ફક્ત કોઈ શારીરિક કસરતોનો અભ્યાસ કરીને. તે દેખાડો કરવા માંગતો ન હતો. તે કહે છે, કે "હું એક પારિવારિક માણસ હું, હું એક સૈનિક છું, તો મારા માટે તે શક્ય નથી." તે નિખાલસતાથી સ્વીકારે છે. તે એવી વસ્તુ નથી સ્વીકારતો જે અશક્ય છે. તે ફક્ત બેકાર સમયનો બગાડ છે. વ્યક્તિએ તે કેમ કરવું જોઈએ? આગળ વધો.

વિષ્ણુજન: "ભલે તે ઘણી બધી રીતે લાભમાં હતો - તે રાજાશાહી પરિવારથી હતો, અને તે ઘણા બધા ગુણોમાં ઉન્નત હતો, તે મહાન યોદ્ધા હતો, તેને લાંબુ જીવન હતું."

પ્રભુપાદ: હા, એક વસ્તુ છે આયુ. પાંચ હજાર વર્ષો પહેલા જ્યારે અર્જુન જીવતો હતો, આયુકાળ ઘણો ઘણો લાંબો હતો. તે સમયે લોકો એક હજાર વર્ષો સુધી જીવતા હતા. જેમ કે વર્તમાન સમયે મર્યાદા છે સો વર્ષ, તેવી જ રીતે દ્વાપરયુગમાં, આયુ મર્યાદા હતી એક હજાર વર્ષ. અને તેની પહેલા ત્રેતાયુગમાં, આયુ મર્યાદા હતી દસ હજાર વર્ષ. અને તેની પહેલા સત્યયુગમાં, આયુ મર્યાદા હતા એક લાખ વર્ષ. તો આયુ મર્યાદા ઘટી રહી છે. તો જોકે અર્જુન તે સમયે હતો કે જ્યારે લોકો એક હજાર વર્ષ માટે જીવતા હતા, છતાં તેણે વિચાર્યું કે તે અશક્ય છે. આગળ વધો.

વિષ્ણુજન: "અને આ બધાની ઉપર, તે ભગવાન કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, નો સૌથી ઘનિષ્ઠ મિત્ર હતો. પાંચ હજાર વર્ષો પહેલા અર્જુન પાસે આપણા કરતાં ઘણી વધુ સારી સુવિધાઓ હતી. છતાં તેણે આ યોગ પદ્ધતિનો અસ્વીકાર કર્યો."

પ્રભુપાદ: આ યોગ પદ્ધતિ, આ અષ્ટાંગયોગ. હા.

વિષ્ણુજન: "હકીકતમાં, આપણે તેના ઇતિહાસમાં ક્યારેય તેને આનો અભ્યાસ કર્યો હોય તેવું જોતાં નથી. તેથી આ પદ્ધતિને અશક્ય ગણવી જોઈએ, વિશેષ કરીને આ કલિયુગમાં. અવશ્ય તે બહુ જ ઓછા, કોઈક માણસો માટે શક્ય હોઈ શકે છે, પણ સામાન્ય લોકો માટે તે એક અશક્ય પ્રસ્તાવના છે. જો આ પાંચ હજાર વર્ષો પહેલા હતું, તો વર્તમાન દિવસની તો વાત જ શું કરવી? જે લોકો આ યોગ પદ્ધતિનું અનુકરણ કરે છે કહેવાતી શાળાઓ અને સંસ્થાઓમાં, જોકે બહુ જ આરામદાયક રીતે, ચોક્કસ તેઓ સમય બગાડી રહ્યા છે. તેઓ ઇચ્છુક લક્ષ્યથી સંપૂર્ણપણે અજ્ઞાનમાં છે."

પ્રભુપાદ: હા. તો આ અષ્ટાંગયોગ શક્ય નથી. તેથી આ યોગ પદ્ધતિ, ભક્તિયોગ પદ્ધતિ, કોઈ પણ વ્યક્તિ માટે શક્ય છે. તમે જોયું છે કે જ્યારે આ કીર્તન, ભક્તિયોગ પદ્ધતિ ચાલે છે, એક નાનું બાળક, તે પણ તાળી પાડવાનું શરૂ કરી દે છે. તમે જોયું? કોઈ પણ પ્રશિક્ષણ વગર, કોઈ પણ શિક્ષા વગર, આપમેળે તે ભાગ લે છે. તો તેથી ભગવાન ચૈતન્યે કહ્યું છે કે આ યુગમાં એક જ પદ્ધતિ છે: હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧). ફક્ત જપ કરવો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કલૌ, આ કલિયુગમાં. કલૌ નાસ્તિ એવ, નાસ્તિ એવ. નાસ્તિ એવ: કોઈ બીજો વિકલ્પ નથી, કોઈ બીજો વિકલ્પ નથી, કોઈ બીજો વિકલ્પ નથી. જો તમે આ પદ્ધતિ સ્વીકારો, આ ભક્તિયોગ પદ્ધતિ, ખૂબ જ સરળ, બસ જપ કરવો. તમે જોશો, તરત જ પરિણામ. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ (ભ.ગી. ૯.૨). બીજી યોગ પદ્ધતિ, જો તમે અભ્યાસ કરો, તમે અંધકારમાં છો. તમે જાણતા નથી કે તમે ક્યાં સુધી પ્રગતિ કરી છે. પણ આ પદ્ધતિ, તમે સમજશો, "હા, હું આવી પ્રગતિ કરી રહ્યો છું." આ એક જ યોગ પદ્ધતિ છે, ભક્તિયોગ પદ્ધતિ, કે વ્યક્તિ અભ્યાસ કરી શકે છે ત્વરિત પરિણામ માટે અને આ જીવનમાં આત્મ-સાક્ષાત્કાર અને મુક્તિ માટે. તેણે બીજા જીવનની રાહ જોવી નથી પડતી. તે એટલું સરસ છે, કૃષ્ણ ભાવનામૃત. આગળ વધો.