GU/Prabhupada 0697 - કૃપા કરીને મને તમારી સેવામાં જોડો, બસ. તે જ માંગ હોવી જોઈએ



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

પ્રભુપાદ: હા.

ભક્ત: જ્યારે આપણે ભજ શ્રી કૃષ્ણ ચૈતન્ય ગાઈએ છીએ, આપણે કહીએ છીએ "શ્રી કૃષ્ણ ચૈતન્યની પૂજા કરો". આપણે કહીએ છીએ ભજ, તો...

પ્રભુપાદ: ભજ, હા. ભજ મતલબ ફક્ત તેમની સેવામાં પ્રવૃત્ત થાઓ. તે છે, પૂજા આપમેળે આવી જ જાય છે. જ્યારે તમે સેવામાં પ્રવૃત્ત હોવ, પૂજા પહેલેથી જ ત્યાં છે.

ભક્ત: (અસ્પષ્ટ)

પ્રભુપાદ: હમ્મ?

ભક્ત: આ પૂજા કરવાનો હેતુ છે, ભક્તિમય સેવામાં સંલગ્ન થવું?

પ્રભુપાદ: હા. તે એક માત્ર હેતુ હોવો જોઈએ. આપણો કૃષ્ણ માટેનો હેતુ... ભગવાન ચૈતન્યે આપણને શીખવાડયું છે, કે જ્યારે તમે પ્રાર્થના કરો, તમારે કોઈ ભૌતિક વસ્તુ માટે પ્રાર્થના ના કરવી જોઈએ. ભગવાન ચૈતન્ય ભગવાનને આ રીતે પાર્થના કરે છે: ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે (ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪). "મારા પ્રિય પ્રભુ," જગદીશ. જગત મતલબ બ્રહ્માણ્ડ અને ઇશ મતલબ નિયંત્રક. તો બ્રહ્માણ્ડના નિયંત્રક, જગદીશ. કૃષ્ણ અથવા રામ કહેવાને બદલે... આ, આ કોઈ પણ સામાન્ય માણસ દ્વારા સમજી શકાય છે. કે કારણકે કોઈ નિયંત્રક હોવો જ જોઈએ, તે જગદીશ છે. આખા બ્રહ્માણ્ડના નિયંત્રક. તો તેઓ કહી રહ્યા છે, "મારા પ્રિય બ્રહ્માણ્ડના નિયંત્રક," અથવા ભગવાન. ન ધનમ ન જનમ ન સુંદરીમ ન કવિતામ વા જગદીશ કામયે. "હું તમારી પાસે કોઈ ધનની પ્રાર્થના નથી કરતો, કે નથી કરતો કોઈ અનુયાયીઓ માટે, કે નથી કરતો કોઈ સુંદર નારી માટે." આ ભૌતિક માંગો છે. લોકોને સામાન્ય રીતે આ ભૌતિક જગતમાં એક મોટા નેતા બનવું હોય છે. કોઈ એક ખૂબ જ ધનવાન માણસ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે જેમ કે ફોર્ડ અથવા રોકફેલર, કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે, કોઈ વ્યક્તિ આ અને તે બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એક મોટા નેતા બનવું જેથી ઘણા હજારો લોકો અનુયાયીઓ બની શકે. તો આ ભૌતિક માંગો છે. "મને થોડું ધન આપો, મને થોડા અનુયાયીઓ આપો, અને મને એક સારી પત્ની આપો," બસ તેટલું જ. પણ ભગવાન ચૈતન્ય અસ્વીકાર કરે છે. તેઓ કહે છે "મને આ વસ્તુઓ નથી જોઈતી." ન જનમ ન ધનમ. ધનમ મતલબ ધન અને જનમ મતલબ અનુયાયીઓ. ન સુંદરીમ કવિતામ, "અથવા સુંદર પત્ની." તો તમે શેના માટે પૂજા કરી રહ્યા છો? તમે શેના માટે ભક્ત બની રહ્યા છો? તેઓ કહે છે મમ જન્મની જન્મનીશ્વરે (ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪). તેઓ મુક્તિ પણ નથી માંગી રહ્યા. કારણકે યોગીઓ, તેમને મુક્તિ જોઈએ છે, તેમને પણ માંગ હોય છે. ભૌતિકવાદીઓ, તેમને પણ માંગ હોય છે, "મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારે તે જોઈએ છે." તો કહેવાતા આધ્યાત્મવાદીઓ, તેઓ મુક્તિ માંગે છે. તે પણ માંગ છે. પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે "મારે આ પ્રકૃતિનું કશું નથી જોઈતું. મારે ફક્ત તમારી સેવામાં પ્રવૃત્ત થાવું છે." જન્મની જન્મની - જન્મ જન્માંતર સુધી. તેનો મતલબ, તેઓ નથી કહેતા, કે "મારા આ જન્મ અને મૃત્યુના રોગને રોકો." આ ભક્તિયોગનું સ્તર છે. કોઈ માંગ નથી. ફક્ત એક જ પ્રાર્થના છે કે તમે મને તમારી સેવામાં જોડો. (તોડ)

તો આપણો, આ હરે કૃષ્ણ જપ પણ તે જ વસ્તુ છે. આ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા શીખવાડવામાં આવ્યું છે. હરે મતલબ ભગવાનની શક્તિને સંબોધવું; અને કૃષ્ણ, ભગવાન; રામ, ભગવાન. શા માટે? કૃપા કરીને મને તમારી સેવામાં જોડો, બસ તેટલું જ. તે માંગ હોવી જોઈએ. કૃપા કરીને મને તમારી સેવામાં જોડો. કારણકે આખો રોગ છે કે આપણે ભગવાનની સેવા કરવાનું ભૂલી ગયા છીએ. કારણકે આપણે વિચારીએ છીએ, "હું ભગવાન છું. શા માટે મારે બીજા કોઈ ભગવાનની સેવા કરવી પડે? હું પોતે જ ભગવાન છું." ફક્ત તે જ રોગ છે. છેલ્લો ફંદો. સૌ પ્રથમ હું રાષ્ટ્રપતિ બનવાનો પ્રયત્ન કરું છું, મંત્રી, રોકફેલર, ફોર્ડ, આ, તે, અને જ્યારે હું નિષ્ફળ જાઉં છું, ત્યારે મારે ભગવાન બનવું છે. તે બીજો રાષ્ટ્રપતિ છે, તમે જોયું? તો ભક્તિયોગમાં આવી કોઈ માંગ નથી. ફક્ત સેવા કરવી. જ્યારે બધા જ રાષ્ટ્રપતિત્વ નિષ્ફળ જાય છે, ત્યારે માંગ થાય છે સવોચ્ચ રાષ્ટ્રપતિત્વની, ભગવાન બનવાની. તમે જોયું? માંગ છે, રોગ છે. તેઓ નથી જાણતા, નથી જાણી શકતા, કે મારો રોગ હજુ પણ છે. હું સર્વોચ્ચ વસ્તુની માંગ કરું છું. પણ ભક્તિયોગ બિલકુલ વિપરીત છે. સેવક બનવું. સેવકનું સેવક (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). બિલકુલ વિપરીત. ભગવાન અથવા રાષ્ટ્રપતિ અથવા આ બનવાની માંગ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મારે સેવા કરવી છે, બસ. અને તે મહત્વપૂર્ણ કસોટી છે. સેવા મૂળ સ્વભાવ છે. હવે આ ભૌતિક જગતમાં પણ તમે સેવા કરી રહ્યા છો. જો તમારે રાષ્ટ્રપતિ બનવું હોય તો મારે ઘણા બધા મતદાતાઓને વચન આપવું પડે કે "હું તમારી સેવા કરીશ." સેવાના વચન વગર, રાષ્ટ્રપતિત્વનો કોઈ પ્રશ્ન જ નથી. તો વાસ્તવમાં મારી સ્થિતિ છે સેવા કરવી. ક્યાં તો હું રાષ્ટ્રપતિ બનું અથવા મંત્રી અથવા આ અથવા તે. તે લોકો તે સમજી નથી શકતા. મારા સર્વોચ્ચ વ્યક્તિ, રાષ્ટ્રપતિ બનવા છતાં - ઓહ, મારે મારા લોકોની સેવા કરવી પડશે, નહિતો તરત જ તે લોકો મને ગાદી પરથી કાઢી મૂકશે. તેથી મારી વાસ્તવિક સ્થિતિ છે સેવા. પણ અહી સેવા એટલી ભયાનક છે - જો સેવામાં થોડી ચૂક થાય, રાષ્ટ્રપતિને તરત જ કાઢી મૂકવામાં આવે છે. કેમ શ્રીમાન કેનેડીને કાઢી મૂકવામાં આવ્યા હતા? કારણકે અમુક લોકોને ગમ્યું નહીં કે તમે સારી સેવા કરી રહ્યા છો. તો તે મૂળ હકીકત છે. તો તમે અહી સેવા દ્વારા સંતુષ્ટ ના કરી શકો. ભારતમાં અમારા ગાંધી, તેમની પણ હત્યા થઈ હતી. તેમણે આખું જીવન સેવા આપી, પણ તે વખતે લોકોને પસંદ પડ્યું નહીં. "ઓહ, તમે તે સેવા નથી આપી રહ્યા." તો આ સ્થિતિ છે. તેથી વ્યક્તિ તે જાણવા માટે એટલો બુદ્ધિશાળી હોવો જોઈએ કે આ ભૌતિક ઉદેશ્યોની હવે કોઈ વધુ સેવા નહીં. મારે પરમ ભગવાનની જ સેવા કરવી જોઈએ. તે જીવનની સિદ્ધિ છે.