GU/Prabhupada 0717 - મારા પિતા એક ભક્ત હતા, અને તેમણે અમને પ્રશિક્ષિત કર્યા



Room Conversation -- January 26, 1975, Hong Kong

પ્રભુપાદ: તો તમારા જીવનની શરૂઆતથી જ, જેમ પ્રહલાદ મહારાજે કર્યું, કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન ઈહ (શ્રી.ભા. ૭.૬.૧). તેઓ ફક્ત પાંચ વર્ષના હતા, અને તેમના જીવનની શરૂઆતથી જ તેઓ કૃષ્ણ ભાવનાભાવિત હતા, અને તેઓ તેમના વર્ગમિત્રોને કૃષ્ણ ભાવનામૃત શીખવાડતા. પ્રહલાદ મહારાજ, શાળામાં, તે નાના બાળકોમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરતાં. તો અનુસરણ કરવાનો પ્રયત્ન કરો, મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ જેવી મહાન વ્યક્તિઓના પદચિહનોનું અનુસરણ કરો. તેઓ પણ બાળકો હતા, છતાં તેઓ સર્વોચ્ચ ભક્તો બન્યા. બીજા ઘણા છે. કુમારો, તેઓ સર્વોચ્ચ ભક્તો હતા. તો અવશ્ય તેમાં થોડો પ્રયાસ જોઈએ છે. પ્રહલાદ મહારાજના પિતા એક અસુર હતા, પહેલા ક્રમના નાસ્તિક. છતાં, પ્રહલાદ મહારાજને નારદ મુનિને મળવાનો અવસર પ્રાપ્ત થયો જ્યારે તેઓ તેમની માતાના ગર્ભમાં હતા. નારદ મુનિ તેમની માતાને શિક્ષા આપી રહ્યા હતા, પણ પ્રહલાદ મહારાજે માતાના ગર્ભમાથી નારદ મુનિની બધી શિક્ષાઓ સાંભળી. તો માતાના ગર્ભમાથી બહાર આવતા પહેલા તેઓ ભાગવત સિદ્ધાંત સમજી ગયા. તો તેમના જીવનની શરૂઆતથી જ તેઓ ભાગવત હતા. ભાગવત મતલબ ભક્ત.

તો આપણે પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજનું અનુસરણ કરી શકીએ છીએ. અવશ્ય, તેમાં માતાપિતાની મદદની જરૂર પડે છે. બાકી, જો આપણે ભાગવત-ધર્મ અથવા ભક્તિયોગનો અભ્યાસ કરીશું જીવનની શરૂઆતથી, તો તે સફળ થશે. સદભાગ્યે, અમને અમારા બાળપણથી જ ભાગવત-ધર્મ શીખવાનો સરસ અવસર મળ્યો હતો. મારા પિતા એક ભક્ત હતા, અને તેમણે અમને પ્રશિક્ષિત કર્યા. તો બધા જ માતાપિતાઓનું તે કર્તવ્ય છે કે બાળકોને ભાગવત-ધર્મમાં પ્રશિક્ષિત કરવા. તો જીવન સફળ છે. નહિતો જીવન સફળ નથી. પતનનો અવસર રહેલો જ છે. પતન મતલબ જીવન આધ્યાત્મિક જીવનના સ્તર પર ઉન્નત થવા માટે મળ્યું છે. અન જો આપણે તે ના કરીએ, તો આપણે પશુ જીવનમાં પતન પામી છીએ. જીવનની ઘણી યોનીઓ છે. તમે તમારી સમક્ષ જોયું જ છે. વ્યક્તિ બિલાડી અને કૂતરો પણ બની શકે છે. તે એક મહાન વિજ્ઞાન છે, પણ લોકોને કોઈ જ્ઞાન નથી, ન તો શાળામાં, કે ન તો કોલેજમાં આ વસ્તુઓ શીખવાડવામાં આવે છે. ન તો તે લોકો જાણે છે, કહેવાતા શિક્ષકો અને શિક્ષિત વ્યક્તિઓ. તેઓ નથી જાણતા.

તો જ્યાં સુધી શક્ય હોય, આ કૃષ્ણ તત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરો અને જ્યારે પણ તમારી પાસે સમય હોય આ હરે કૃષ્ણ મહા મંત્રનો જપ કરવાનો પ્રયત્ન કરો. હું વિચારું છું કે તમારી પાસે પૂરતો સમય છે. તે મારી વિનંતી છે. તેનો અમે આખી દુનિયામાં પ્રચાર કરી રહ્યા છે.