GU/Prabhupada 0738 - કૃષ્ણ અને બલરામ ફરીથી અવતરિત થયા છે ચૈતન્ય અને નિત્યાનંદ તરીકે



Lecture on CC Adi-lila 1.2 -- Mayapur, March 26, 1975

તો અહી કૃષ્ણ ચૈતન્ય અને નિત્યાનંદ, તેમની ઓળખ છે ભગવાન કૃષ્ણ અને બલરામ. હવે, કૃષ્ણ અવતારમાં, આ બે ભાઈઓ ગોપાળો તરીકે પ્રવૃત્ત હતા અને ગોપીઓના મિત્રો તરીકે, માતા યશોદા અને નંદ મહારાજના પુત્રો તરીકે. તે વૃંદાવનનું વાસ્તવિક જીવન છે. કૃષ્ણ અને બલરામ, તેઓ ગામના ગોપાળો છે. તે કૃષ્ણ-બલરામનો શરૂઆતનો ઇતિહાસ છે. અને તેમનું બીજું કાર્ય, જ્યારે તેઓ મથુરા ગયા, તેમણે કંસ અને કુસ્તીબાજોને માર્યા, અને પછી ફરીથી, જ્યારે તેઓ દ્વારકા ગયા, તેમણે ઘણા બધા રાક્ષસો સાથે યુદ્ધ કરવું પડ્યું. પણ તેમના બાળપણમાં, સોળ વર્ષ સુધી, તેઓ વૃંદાવનમાં હતા, સુખી જીવન, ફક્ત પ્રેમ. તે છે પરિત્રાણાય સાધુનામ (ભ.ગી. ૪.૮). સાધુઓ, ભક્તો, તેઓ હમેશા કૃષ્ણને, બલરામને અને તેમના પાર્ષદોને જોવા માટે આતુર હોય છે. તેઓ હમેશા વિરહને કારણે ખૂબ જ દુખી હોય છે. તેમને નવજીવન આપવા માટે, કૃષ્ણ તેમના બાળપણના દિવસો વૃંદાવનમાં વ્યતીત કરે છે. અને વૃંદાવનની બહાર, મથુરાથી શરૂઆત કરીને દ્વારકા અને બીજા સ્થળો સુધી, તેમનું કાર્ય છે વિનાશાય ચ દુષ્કૃતામ: મારવું. તો તેમને બે કાર્યો છે: એક છે ભક્તોને શાંત કરવા, અને બીજું છે અસુરોનો વધ કરવો. અવશ્ય, કૃષ્ણ અને બલરામ, તે પરમ સત્ય છે. મારવામાં અને પ્રેમ કરવામાં કોઈ જ ફરક નથી. તે છે... નિરપેક્ષ. જે લોકોની હત્યા થઈ, તમે જાણો છો, તેઓ પણ આ ભૌતિક બંધનમાથી મુક્ત થયા.

હવે આ તે જ બે ભાઈઓ ફરીથી અવતરિત થયા છે, શ્રી કૃષ્ણ ચૈતન્ય-નિત્યાનંદ. સહોદિતૌ: (ચૈ.ચ. આદિ ૧.૨) એક સાથે તેઓ અવતરિત થયા છે. એવું નહીં કે એક અવતરિત થયા, બીજા ના થયા. ના. બંને, સહોદિતૌ. અને તેમની તુલના સૂર્ય અને ચંદ્ર સાથે કરવામાં આવી છે. સૂર્ય અને ચંદ્રનું કાર્ય છે અંધકારને દૂર કરવો. સૂર્ય સવારે ઊગે છે, અને ચંદ્ર રાત્રે ઊગે છે. પણ આ સૂર્ય અને ચંદ્ર, અદ્ભુત સૂર્ય અને ચંદ્ર, ચિત્રૌ, તેઓ એક સાથે ઉગ્યા છે. પણ કાર્ય એક જ છે, તમો-નુદૌ. કાર્ય છે અંધકારને દૂર કરવો, કારણકે આપણે અંધકારમાં છીએ. આપણે, જે પણ વ્યક્તિ આ ભૌતિક જગતમાં છે, તે અંધકારમાં છે. અંધકાર મતલબ અજ્ઞાની, કોઈ જ્ઞાન નહીં. તેઓ મોટેભાગે પ્રાણીઓ છે. "કેમ તેઓ પ્રાણીઓ છે, આટલા સભ્ય માણસો, આટલા સુસજ્જ અને યુનિવર્સિટી શિક્ષાની ઉપાધિઓ? કેમ તેઓ અંધકારમાં છે?" હા, તેઓ અંધકારમાં છે. "શું સાબિતી છે?" સાબિતી છે કે તે લોકો કૃષ્ણ ભાવનાભાવિત નથી. તે સાબિતી છે. તે તેમનો અંધકાર છે. કોઈને પણ પૂછો, એક પછી એક, કે... પૂછો, તે લોકો કૃષ્ણ વિશે શું જાણે છે. દરેક વ્યક્તિ અજ્ઞાની છે, અંધકારમાં. તો તે સાબિતી છે. કેવી રીતે આ સાબિતી છે? હવે, કૃષ્ણ કહે છે. અમે નથી કહેતા; કૃષ્ણ કહે છે. કેવી રીતે તેઓ કહે છે? ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: માયયાપહ્રત જ્ઞાના (ભ.ગી. ૭.૧૫). અપહ્રત જ્ઞાના મતલબ અંધકાર. જોકે તેમની પાસે યુનિવર્સિટીની ઉપાધિઓ છે, જો કે તેઓ સભ્ય છે, ભૌતિક સભ્યતામાં વિકસિત, પણ માયયાપહ્રત જ્ઞાના. તેમની ઉપાધિઓ... કારણકે તેઓ કૃષ્ણ વિશે પૂર્ણ રીતે જાણતા નથી, અને તેથી કૃષ્ણને શરણાગત થતાં નથી, જેનો કૃષ્ણ વ્યક્તિગત રીતે પ્રચાર કરે છે: સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ... (ભ.ગી. ૧૮.૬૬). તેઓ વ્યક્તિગત રીતે પ્રચાર કરી રહ્યા છે. કારણકે તેઓ ધૂર્તો અને મૂર્ખાઓ છે, તેઓ અંધકારમાં છે - તેઓ જીવનનું લક્ષ્ય શું છે તે જાણતા નથી - કૃષ્ણ એટલા દયાળુ છે કે તેઓ પ્રચાર કરી રહ્યા છે: સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ તત્વજ્ઞાન છે. તો છતાં તેઓ તેવું કરતાં નથી. શા માટે? નરાધમા: કારણકે મનુષ્યોમાં સૌથી અધમ, નરાધમ. કેવી રીતે તે લોકો નરાધમ બની ગયા છે? હવે, દુષ્કૃતિન, હમેશા પાપમય કાર્યો કરતાં. પાપમય કાર્ય શું છે? અવૈધ મૈથુન, માંસાહાર, નશો અને જુગાર. કારણકે તેઓ આ વસ્તુઓથી આસક્ત છે તેઓ દુષ્કૃતિન અને નરાધમ છે, માણસોમાં સૌથી અધમ. અને જે પણ જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું છે કહેવાતી શિક્ષા દ્વારા, તે ખોટું જ્ઞાન છે. માયયાપહ્રત જ્ઞાના. આ સ્થિતિ છે.