GU/Prabhupada 0743 - જો તમે તમારા આનંદના કાર્યક્રમનું નિર્માણ કરો, તો તમને લાફો પડશે



Morning Walk -- April 7, 1975, Mayapur

રામેશ્વર: ....લોકો આનંદ કરી રહ્યા છે, પણ જો તેઓ (ભગવાન) આપણા મિત્ર છે...

પ્રભુપાદ: આનંદ કરી રહ્યા છે અને લાફા પણ ખાઈ રહ્યા છે, બંને વસ્તુ. તમે જોયું? - જ્યારે બાળક આનંદ કરે છે, ક્યારેક પિતા લાફો પણ મારે છે. શા માટે?

પુષ્ટ કૃષ્ણ: અવજ્ઞા. તેઓ એવું કઈ કરે છે જે તેમને પોતાને અથવા બીજાને હાનિ કરે.

પ્રભુપાદ: તો તમે જીવનનો આનંદ કરી શકો, ભૌતિક જીવન, જેમ પિતા નિર્દેશ આપે તેમ. તો તે ભક્તિમય સેવા છે. પછી તમે આનંદ કરી શકો. નહિતો તમને લાફો પડશે.

ત્રિવિક્રમ: કહેવાતો આનંદ.

પ્રભુપાદ: હા. જો તમે તમારા આનંદના કાર્યક્રમનું નિર્માણ કરો, તો તમને લાફો પડશે. અને જો તમે પિતાના નિર્દેશન અનુસાર આનંદ કરો, તો તમે આનંદ કરશો. આ છે... કૃષ્ણ કહે છે, "જીવનનો આનંદ કરો. ઠીક છે. મન્મના ભવ મદભકતો મદ્યાજી (ભ.ગી. ૧૮.૬૫). શાંતિથી જીવો. હમેશા મારા વિશે વિચારો. મારી પૂજા કરો." તે અમે કહીએ છીએ, "અહી આવો અને કૃષ્ણ વિશે વિચારો." અને તે પણ આનંદ છે. તો તેમને તે નથી જોઈતું. તેમને દારૂ જોઈએ છે. તેમને અવૈધ મૈથુન જોઈએ છે. તેમને માંસ જોઈએ છે. તો તેથી તેમને લાફો પડવો જ જોઈએ. વાસ્તવમાં આ આખું બ્રહ્માણ્ડ તમારા આનંદ માટે જ બન્યું છે, પણ તેમના (કૃષ્ણના ) નિર્દેશન અનુસાર આનંદ કરો. પછી તમે આનંદ કરશો. તે ફરક છે દેવતા અને દાનવમાં. દાનવને આનંદ કરવો છે, તેના પોતાની જીવન જીવવાની રીતે. અને દેવતા, તેઓ દાનવ કરતાં વધુ આનંદ કરે છે કારણકે તે ભગવાનના નિર્દેશન હેઠળ છે.

જગદીશ: શા માટે કૃષ્ણ જીવોને આ પાપમય આનંદો પૂરા પાડે છે? શા માટે કૃષ્ણ જીવોને આ પાપમય આનંદો પૂરા પાડે છે?

પ્રભુપાદ: સરળ આનંદો?

જગદીશ: પાપમય આનંદો, જેમ કે નશો કરવો...

પ્રભુપાદ: કૃષ્ણ નથી પૂરા પાડતા. તમે તમારા પાપ રચો છો. કૃષ્ણ ક્યારેય નથી કહેતા કે "તમે માંસ ખાઓ," પણ તમે કતલખાના ખોલો છો, તો તમે સહન કરો.

બ્રહ્માનંદ: પણ એક આનંદ છે, એક ચોક્કસ આનંદ જે આ પાપમય કાર્યોમાથી મળે છે.

પ્રભુપાદ: તે આનંદ શું છે? (હાસ્ય)

બ્રહ્માનંદ: અમુક લોકોને... તેમને નશામાથી આનંદ મળે છે, તેઓ આનંદ મેળવે છે...

પ્રભુપાદ: હા. અને તેથી તેઓ પછીની અસરથી પીડાય છે. તે અજ્ઞાનતા છે, કે તરત જ તમે ઇન્દ્રિય ભોગ કરો, પણ પરિણામ બહુ જ ખરાબ છે. અને તે પાપમય છે.

રામેશ્વર: તમે (શ્રીમદ ભાગવતમના) ચોથા સ્કંધમાં લખ્યું છે કે જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે જો આપણે ખૂબ ઇન્દ્રિય ભોગ કરીએ છીએ, તો આપણને તે પ્રમાણેનો રોગ થશે જ્યારે આપણે વૃદ્ધ થઈશું.

પ્રભુપાદ: હા. અહી ભૌતિક જીવન મતલબ, જેવુ તમે નીતિ અને નિયમોનું ઉલ્લંઘન કર્યું, તમે સહન કરશો. તેથી વર્ણાશ્રમ ધર્મ છે ભૌતિક જીવનની પૂર્ણતાની શરૂઆત. તે શરૂઆત છે. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ (ભ.ગી. ૪.૧૩). ભગવાને તેની રચના કરી છે. જો તમે આ વર્ણાશ્રમ ધર્મની સંસ્થાની સ્વીકારો, તો તમારા પૂર્ણ જીવનનો આરંભ થાય છે.