GU/Prabhupada 0746 - આપણને કોઈ પેઢી જોઈએ છે જે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી શકે



Lecture on SB 1.8.22 -- Los Angeles, April 14, 1973

જેવુ તમે હરે કૃષ્ણ જપ કરો છો, તરત જ તમે કૃષ્ણને સમજો છો. જેવુ તમે કમળનું ફૂલ જુઓ, જો તમે આ શ્લોક સાંભળો... આ સંસ્કૃત શ્લોક પોતાને સમજવા માટે છે. તે આપણી પુસ્તકો ફક્ત વેચવા માટે નથી. તમે દરેક વ્યક્તિ... આપણે આ શ્લોક વારંવાર કહીએ છીએ જેથી તમે આ મંત્રનો જપ કરો. એવું નહીં કે પુસ્તકને મૂકી રાખો... "હું બહુ જ શિક્ષિત વિદ્વાન છું." કયા પ્રકારનો શિક્ષિત વિદ્વાન? "જો મને પુસ્તક મળે, તો હું બોલી શકું." તે વિદ્વતા નથી. તમારે શ્લોક બોલવો જ પડે.

તેથી આપણે આપણા ડેલ્લાસના છોકરાઓને સંસ્કૃત શીખવાડીએ છીએ. તેમને તેના સિવાય બીજું કશું કરવાનું નથી. તેઓ એંજીનિયર કે દરેકના નોકર બનવાના નથી. ના. આપણને કોઈ પેઢી જોઈએ છે જે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી શકે. તો જો તેઓ ફક્ત અંગ્રેજી અને સંસ્કૃત શિખશે, તે લોકો આ પુસ્તક વાંચી શકશે, અને તે પર્યાપ્ત છે. આપણે બીજું કશું નથી જોઈતું. બધી જ માહિતી ત્યાં છે. આખા સંસારમાં, જે પણ જ્ઞાન છે, તે શ્રીમદ ભાગવતમમાં છે, બધુ જ છે. આ સાહિત્ય, કવિતા છે, તત્વજ્ઞાન છે, ધર્મ છે, ભગવદ પ્રેમ છે, અવકાશવિજ્ઞાન પણ છે. બધુ જ છે. શ્રીમદ ભાગવતમ અમલમ પુરાણમ (શ્રી.ભા. ૧૨.૧૩.૧૮). વિદ્યા ભાગવતાવધિ: જો વ્યક્તિ ફક્ત આ શ્રીમદ ભાગવતમને વાંચે, તેની શિક્ષા સર્વોચ્ચ છે. વિદ્યા ભાગવતાવધિ: તે સર્વોચ્ચ છે. તો શિક્ષા માટે, વિદ્યા, આ શ્રીમદ ભાગવતમ. જો વ્યક્તિ શ્રીમદ ભાગવતમનો અભ્યાસ કરે, તે દરેક વિષય વસ્તુમાં જાણકાર થાય છે.

તો આપણે તમારા દેશમાં એક નવી પેઢી ઉત્પન્ન કરવી છે, જેથી ભવિષ્યમાં શ્રીમદ ભાગવતમના નિષ્ણાત વક્તા થાય અને આખા દેશમાં પ્રચાર કરે, અને તમારા દેશને બચાવે. આ આપણો કાર્યક્રમ છે. અમે અહી તમારા દેશમાં ભોગ કરવા નથી આવ્યા, પણ તમને કઈ નક્કર આપવા આવ્યા છીએ. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તો શ્રીમદ ભાગવતમને વાંચો, શ્લોકનો ઉચ્ચાર બહુ જ સરસ રીતે કરો. તેથી આપણે પુનરાવર્તન કરીએ છીએ. તમે રેકોર્ડ સાંભળો અને પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કરો. ફક્ત મંત્ર બોલવાથી, તમે શુદ્ધ થશો. ફક્ત બોલવાથી... ભલે તમે તેમાથી એક પણ શબ્દ સમજો પણ નહીં, ફક્ત જો તમે બોલશો, આ ધ્વનિમાં એટલી શક્તિ છે. શ્રુણવતામ સ્વકથા: કૃષ્ણ: પુણ્ય શ્રવણ કીર્તન: (શ્રી.ભા. ૧.૨.૧૭). જો તમે ફક્ત બોલો અને આ શ્લોકને ઉચ્ચારો, આ શ્લોકો, તે પુણ્ય શ્રવણ કીર્તન: છે. તે છે, સમજવાનો કોઈ પ્રશ્ન નથી. પુણ્ય શ્રવણ કીર્તન: - પુણ્ય મતલબ પુણ્યશાળી, અને શ્રવણ મતલબ સાંભળવું, અને કીર્તન મતલબ બોલવું. જે વ્યક્તિ આ શ્લોક બોલે છે, અને જે વ્યક્તિ આ શ્લોક સાંભળે છે, તે આપમેળે પુણ્યશાળી બને છે. પુણ્યશાળી. પુણ્યશાળી બનવા માટે વ્યક્તિએ કેટલો બધો પ્રયાસ કરો પડે, આ કરવું, તે કરવું, પણ જો તમે ફક્ત આ શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા, ના શ્લોક સાંભળશો. તેથી, દરેક મંદિરમાં એક ચુસ્ત સિદ્ધાંત તરીકે, સાંભળવાના અને (શ્લોક) બોલવાના વર્ગો હોવા જ જોઈએ. શ્રવણ અને કીર્તન વગર, નેતા બનવું, એ અશક્ય છે. તમે ભૌતિક જગતમાં નેતા બની શકો છો, પણ આધ્યાત્મિક જગતમાં નહીં.