GU/Prabhupada 0749 - કૃષ્ણ પીડા અનુભવી રહ્યા છે. તો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો



Lecture on SB 1.7.7 -- Vrndavana, April 24, 1975

પ્રભુપાદ: લોકો પાપી બનવાને કારણે પીડાઈ રહ્યા છે. તો વ્યક્તિ સમજી ના શકે કે ભગવાન શું છે, કૃષ્ણ શું છે, જ્યાં સુધી તેણે તેના પાપમય કાર્યો સમાપ્ત નથી કર્યા.

યેશામ ત્વ અંત ગતામ પાપમ
જનાનામ પુણ્ય કર્મણામ
તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા
ભજન્તે મામ દ્રઢવ્રતા:
(ભ.ગી. ૭.૨૮)

આ સિદ્ધાંત છે, કે તમે માણસને તેના પાપમય કાર્યોમાં રાખી ના શકો, અને તે જ સમયે તે ધાર્મિક, અથવા ભગવદ ભાવનાભાવિત રહે. તે શક્ય નથી. તે શક્ય નથી. તો ચૈતન્ય મહાપ્રભુએ પુણ્યશાળી બનવાની બહુ જ સરળ વિધિ આપી છે. તે છે હરે કૃષ્ણ મહા મંત્રનો જપ. ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). સાચો રોગ આપણા હ્રદયમાં છે. હ્રદ રોગ કામ. હ્રદ રોગ કામ (ચૈ.ચ. અંત્ય ૫.૪૫-૪૬). આપણને રોગ છે, હ્રદય રોગ. તે શું છે? કામ, કામવાસનાઓ. તેને કહેવાય છે હ્રદ-રોગ-કામ. તો આપણે આ હ્રદય રોગનો ઈલાજ કરવો પડે, હ્રદ રોગ કામ. અને તે માત્ર થશે હરે કૃષ્ણ મંત્રના જપ દ્વારા અને સાંભળવાથી. ચેતો દર્પણ માર્જનમ. હ્રદય ઠીક છે, પણ તે ભૌતિક અસ્વચ્છ વસ્તુઓથી ઢંકાયેલું છે, જેનું નામ છે ત્રણ ગુણો: સત્ત્વ-, રજ-, તમો-ગુણ. પણ માત્ર શ્રીમદ ભાગવતમ સાંભળવાથી, હરે કૃષ્ણ મંત્ર સાંભળવાથી, તમે શુદ્ધ થશો. નિત્યમ ભાગવત સેવયા. નષ્ટ પ્રાયેશુ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). નિત્યમ ભાગ... જો આપણે આ તકનો લાભ લઈશું... આપણે આખી દુનિયામાં કેન્દ્રો ખોલી રહ્યા છીએ માત્ર લોકોને આ તકનો લાભ આપવા, નિત્યમ ભાગવત સેવયા. અનર્થ ઉપશમમ સાક્ષાદ ભક્તિ યોગમ (શ્રી.ભા. ૧.૭.૬). પછી, જેવુ હ્રદય કૃષ્ણનું નામ સાંભળીને સ્વચ્છ બને છે... ચૈતન્ય મહાપ્રભુ ભલામણ કરે છે કે: યારે દેખ, તારે કહ કૃષ્ણ ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). આ શ્રીમદ ભાગવતમ પણ કૃષ્ણ ઉપદેશ છે, કારણકે શ્રીમદ ભાગવતમ સાંભળીને, તમને કૃષ્ણમાં રુચિ થશે. કૃષ્ણ વિશે ઉપદેશ, તે પણ કૃષ્ણ ઉપદેશ છે, અને કૃષ્ણ દ્વારા અપાયેલો ઉપદેશ, તે પણ કૃષ્ણ ઉપદેશ છે.

તો શ્રી ચૈતન્ય મહાપ્રભુનું આ મિશન છે, કે તમે જાઓ અને પ્રચાર કરો, અને કૃષ્ણ ઉપદેશ વિશે તમારો પ્રચાર કરો. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. અમે અમારા બધા માણસોને કેવી રીતે કૃષ્ણ ઉપદેશ ફેલાવવો, કેવી રીતે કૃષ્ણ ભાવનામૃત ફેલાવવું, તે શીખવાડીએ છીએ. પછી અનર્થ ઉપશમમ સાક્ષાત. પછી બધી જ નકામી વસ્તુઓ જેણે તેને દૂષિત કર્યો છે તે સમાપ્ત થઈ જશે. પછી શુદ્ધ ચેતના... શુદ્ધ ચેતના છે કૃષ્ણ ભાવનામૃત. શુદ્ધ ચેતના મતલબ સમજવું કે "હું કૃષ્ણ સાથે તેમના અંશ તરીકે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છું." જેમ કે મારી આંગળી મારા શરીર સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે. ઘનિષ્ઠ... જો મારી આંગળીમાં થોડું દર્દ છે, હું ખૂબ જ વિચલિત થાઉં છું કારણકે મને આ આંગળી સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તેવી જ રીતે, આપણને કૃષ્ણ સાથે ઘનિષ્ઠ સંબંધ છે, અને આપણે પતિત છીએ. તેથી કૃષ્ણ પણ થોડું દુખ અનુભવે છે, અને તેથી તેઓ અવતરિત થાય છે:

પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે
(ભ.ગી. ૪.૮)

કૃષ્ણ પીડા અનુભવી રહ્યા છે. તો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, તો કૃષ્ણ આનંદ અનુભવશે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.