GU/Prabhupada 0763 - દરેક વ્યક્તિ ગુરુ બનશે જ્યારે તે નિષ્ણાત શિષ્ય હશે, પણ કેમ આ પરિપક્વ પ્રયાસ



Conversation -- May 30, 1976, Honolulu

પ્રભુપાદ: ગુરુ બનવાની વૃત્તિ હોય છે. પણ... આખરે, તમારે દરેકે ગુરુ બનવું જોઈએ. પણ કેમ અપરિપક્વ પ્રયાસ? તે મારો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ ગુરુ બનશે જ્યારે તે નિષ્ણાત શિષ્ય છે, પણ કેમ આ પરિપક્વ પ્રયાસ? ગુરુ એક વસ્તુ નથી, અનુકરણ. જ્યારે વ્યક્તિ પરિપક્વ થાય છે, તે આપમેળે ગુરુ બની જાય છે. આનો જવાબ શું છે? અમુક પ્રયાસો થયા છે ગુરુ બનવાના. હું તમને બધાને ભવિષ્યમાં ગુરુ બનવાનું પ્રશિક્ષણ આપી રહ્યો છું. હવે કૃષ્ણ ભાવનામૃત આંદોલન, મિલકતો અને બધુ, હું મારી સાથે નથી લઈ જવાનો. તે જ્યાં છે ત્યાં જ રહેશે. તેને બહુ જ પરિપક્વ વર્તાવની જરૂર છે. પણ અમુક પ્રયાસો થયા છે તરત જ ગુરુ બનવાના. હું સાચો છું કે નહીં? હમ્મ? અમે પણ ગુરુ તરીકે કાર્ય કરીએ છીએ. મારા ગુરુભાઈઓ, તેઓ પણ તે કરી રહ્યા છે. પણ અમે ક્યારેય પણ મારા ગુરુ મહારાજના જીવનકાળ દરમ્યાન પ્રયાસ ન હતો કર્યો. તે શિષ્ટાચાર નથી. તે અપરિપક્વ પ્રયાસ છે. અને તે એવી વસ્તુ નથી કે કૃત્રિમ પ્રયાસથી વ્યક્તિ ગુરુ બની જાય છે. ગુરુનો સ્વીકાર થાય છે (અસ્પષ્ટ), કૃત્રિમ પ્રયાસ દ્વારા નહીં. આમાર આજ્ઞાય ગુરુ હયા (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮): "મારી આજ્ઞાનું પાલન કરો અને ગુરુ બનો." એવું નથી કે તમે ગુરુ બની જાઓ.

આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ
યારે દેખ, તારે કહ "કૃષ્ણ" ઉપદેશ
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

હમ્મ? તમારે પરંપરા પદ્ધતિનું પાલન કરવું પડે. તે ગુરુ છે. એવું નહીં કે હું પોતાની ગુરુ તરીકે ઘોષણા કરું. ના. તે ગુરુ નથી. ગુરુ તે છે જે ચુસ્તપણે ગુરુના આદેશનું પાલન કરે છે. તે ગુરુ બની શકે છે. નહિતો તે બગડી જશે. કૃત્રિમ પ્રયાસ સારો નથી.