GU/Prabhupada 0777 - જેટલી તમે તમારી ચેતના વધુ વિકસિત કરો છો, તેટલા વધુ તમે સ્વતંત્રતા પ્રેમી બનો છો



Lecture on SB 2.4.2 -- Los Angeles, June 26, 1972

વિરુદ્ધામ મમતામ (શ્રી.ભા. ૨.૪.૨). વિરુદ્ધામ. જેમ કે તમે જોયું છે કે મોટા વૃક્ષો, ઘણા ઘણા વર્ષોથી ઉભેલા. મૂળ મજબૂતાઈથી જકડાયેલું છે. તમે જોયું છે, અનુભવેલું. કાર્ય છે ૧૦,૦૦૦ વર્ષો સુધી ઊભું રહેવું, પણ મૂળે પૃથ્વીને ખૂબ જ કડક રીતે પકડી રાખી છે. આને કહેવાય છે વિરુદ્ધામ, આકર્ષણ. ધારો કે જ્યારે તમને બુદ્ધિ હોય છે, વધુ સારી ચેતના, મનુષ્ય, જો વ્યક્તિ તમને અહી એક કલાક માટે ઊભું રહેવા માટે કહે, તે ઘણું મુશ્કેલ હશે. અને જો તમને એક કલાક માટે બળપૂર્વક ઊભા રાખવામા પણ આવે, તમે ઘણી અગવડ અનુભવશો. પણ આ વૃક્ષ, કારણકે તેણે ચેતના નથી વિકસિત કરી, તે ૧૦,૦૦૦ વર્ષો માટે ઉભેળું છે, અને એક ખુલ્લા વાતાવરણમાં, ઉગ્ર ગરમી, વરસાદ, હિમવર્ષા બધુ જ સહન કરતું. પણ છતાં, તેણે પકડેલું છે. આ છે ફરક વિકસિત ચેતના અને અવિકસિત ચેતનામાં. એક વૃક્ષને થોડી ચેતના હોય છે. આધુનિક વૈજ્ઞાન, તેમણે સાબિત કર્યું છે, તેમને ચેતના હોય છે. ઘણી જ ઢંકાયેલી, લગભગ મૃત.

પણ તે મૃત નથી. ચેતના તો છે. તો જેટલી વધુ તમે ચેતના વિકસિત કરો છો, તેટલા વધુ તમે સ્વતંત્રતા-પ્રેમી બનો છો. જેમ કે મનુષ્ય સમાજમાં, સ્વતંત્રતા માટે લડત હોય છે. પણ પ્રાણી સમાજમાં, તેઓ જાણતા નથી કે સ્વતંત્રતા શું છે. આપણને પણ, કહેવાતી સ્વતંત્રતા. પણ છતાં, આપણને થોડી ચેતના છે કે આપણે સ્વતંત્રતા માટે લડીએ છીએ. અને તેઓ ખાવા માટે લડે છે. બસ તેટલું જ. તો અહી, પરિક્ષિત મહારાજ... આ છૂટકારો... કૃષ્ણ ભાવનામૃત મતલબ આ ભૌતિક આસક્તિમાથી છૂટકારો. તો તેઓ (પરિક્ષિત મહારાજ) એટલા ઉન્નત બની ગયા હતા... કારણકે તેમના બાળપણથી, તેમના જન્મથી, તેમની માતાના ગર્ભમાથી, તેઓ કૃષ્ણ ભાવનાભાવિત હતા. તો જેવુ તેઓ સમજી ગયા કે "કૃષ્ણ મારૂ લક્ષ્ય છે," તરત જ વિરુદ્ધામ મમતામ જહૌ, તરત જ છોડી દીધું. જહૌ મતલબ "છોડી દેવું." કયા પ્રકારની વસ્તુઓ તેઓ છોડી રહ્યા છે? સામ્રાજ્ય. પહેલા હસ્તિનાપુરના સમ્રાટ, તેઓ પૃથ્વી પર રાજ્ય કરતાં હતા, આખી દુનિયા પર, પરિક્ષિત મહારાજ, ઓછામાં ઓછું, ૫,૦૦૦ વર્ષો પહેલા જ્યારે પરિક્ષિત મહારાજ રાજા હતા.

તેઓ આખી દુનિયાના સમ્રાટ હતા. તો તેઓ તે છોડી રહ્યા છે. એક નાનું ગામ કે એવું કશું નહીં. ના. અને તે સામ્રાજ્ય પણ, કોઈ પણ પરેશાની વગર. તેઓ એટલા શક્તિશાળી હતા કે તેમની વિરુદ્ધમાં કોઈ જઈ શકતું નહીં. રાજ્યે ચ અવિકલે (શ્રી.ભા. ૨.૪.૨). અવિકલે. વિકલ મતલાબે "તૂટેલું" અથવા "વિચલિત." પણ તેમનું રાજ્ય ક્યારેય તૂટેલું કે વિચલિત હતું નહીં. અત્યરે આખી દુનિયા તૂટેલી અને વિચલિત છે, વર્તમાન સમયે. કેટલા બધા દેશો છે, સ્વતંત્ર દેશો. તેનો મતલબ જગત ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું છે. પહેલા આવું ટુકડાઓનું કાર્ય હતું નહીં. એક. એક જગત, એક રાજા. એક ભગવાન, કૃષ્ણ. એક સાહિત્ય, વેદો. એક સંસ્કૃતિ, વર્ણાશ્રમ ધર્મ. બહુ પહેલા નહીં. તે લોકો ઇતિહાસ આપે છે.. તે લોકો પૃથ્વીના પટનો અભ્યાસ કરે છે, પણ જ્યારે તે લોકો પૃથ્વીના પીટીનો લાખો વર્ષોથી અભ્યાસ કરે છે, અને લાખો વર્ષો સુધી એક પૂર્ણ સમાજ હતો. પૂર્ણ સમાજ, ભગવદ ભાવનાભાવિત. સુખી સમાજ. હવે તે તૂટી ગયું છે, વિચલિત. પહેલા તેવું હતું નહીં.

તો આ વિરુદ્ધામ મમતામ. મમતા મતલબ "તે મારૂ છે." તેને મમતા કહેવાય છે. મમતા. મમ મતલબ "મારૂ." "મારૂ" અને "હું" ની ચેતના, આને મમતા કહેવાય છે. "હું આ શરીર છું, અને આ શરીરના સંબંધમાં, બધુ જ મારૂ છે. મારી પત્ની, મારા બાળકો, મારૂ ઘર, મારૂ બેન્ક બેલેન્સ, મારો સમાજ, મારો સંપ્રદાય, મારો દેશ, મારૂ રાષ્ટ્ર - મારૂ." આને મમતા કહેવાય છે. તો કેવી રીતે આ મમતા, અથવા "મારા" ની ચેતના વધે છે? એક યંત્ર છે, માયા, ભ્રામક શક્તિ દ્વારા નિયંત્રિત થતું. શરૂઆત. તે શું છે? આકર્ષણ. પુરુષ સ્ત્રીથી આકર્ષિત થાય છે, અને સ્ત્રી પુરુષથી આકર્ષિત થાય છે. આ મૂળ સિદ્ધાંત છે. અહી, આ ભૌતિક જગતમાં, ભગવાન માટે કોઈ આકર્ષણ નથી, પણ આકર્ષણ છે. તે આકર્ષણ, બધુ મેળવીને, મૈથુન આકર્ષણ છે. બસ તેટલું જ. આખું જગત, ફક્ત મનુષ્ય સમાજ જ નહીં, પ્રાણી સમાજ, પક્ષી સમાજ, પશુ સમાજ, કોઈ પણ સમાજ, કોઈ પણ જીવ, આકર્ષણ છે મૈથુન. પુંસા: સ્ત્રીયા મિથુની ભાવમ એતમ (શ્રી.ભા. ૫.૫.૮). આકર્ષણ અહી, આકર્ષણનું કેન્દ્ર, મૈથુન છે. તો, છોકરાઓ અને છોકરીઓ અથવા, કોઈ પણ, યુવાનીમાં, તે મૈથુનની ઉત્કંઠા વધે છે, અને પ્રજનન કરવું છે. એક સ્ત્રીને પુરુષ જોઈએ છે, એક પુરુષને સ્ત્રી જોઈએ છે. આ આકર્ષણ છે. આ મૂળ સિદ્ધાંત છે બદ્ધ આત્માના આ જન્મ અને મૃત્યુના ચક્કરના દુખમય જીવનના બંધનનો. આ આકર્ષણ.