GU/Prabhupada 0783 - આ ભૌતિક જગતમાં આપણે ભોગવાની ઈચ્છાથી આવ્યા છીએ. તેથી આપણે પતિત છીએ



Lecture on BG 1.21-22 -- London, July 18, 1973

હવે, અહી કૃષ્ણને અચ્યુત તરીકે સંબોધવામાં આવ્યા છે. ચ્યુત મતલબ પતિત, અને અચ્યુત મતલબ પતિત નહીં. જેમ કે આપણે પતિત છીએ. આપણે પતિત બદ્ધ આત્માઓ છીએ. આ ભૌતિક જગતમાં આપણે એક આનંદ કરવાના હેતુથી આવ્યા છીએ. તેથી આપણે પતિત છીએ. જો વ્યક્તિ તેની સ્થિતિ ચુસ્ત રીતે પકડી રાખે, તે પતિત નથી થતો. નહિતો તે બગડે છે. તે પતિત અવસ્થા છે. તો આ ભૌતિક જગતમાં બધા જ જીવો, બ્રહ્માથી લઈને નાની તુચ્છ કીડી સુધી, તેઓ પતિત છે, પતિત બદ્ધ આત્માઓ. કેમ તેઓ પતિત છે?

કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે
પાશતે માયા તારે જાપટિયા ધારે
(પ્રેમ વિવર્ત)

પતિત મતલબ જ્યારે જીવો આ ભૌતિક શક્તિના પાશમાં હોય છે તેને પતિત કહેવાય છે. જેમ કે એક માણસ, જ્યારે તે પોલીસના કબજામાં છે, તે સમજવું જોઈએ કે તે અપરાધી છે, તે પતિત છે. તે સારા નાગરિકત્વમાથી પતિત થયો છે. તેવી જ રીતે, આપણે બધા કૃષ્ણના અંશ છીએ. મમૈવાંશો જીવ ભૂત (ભ.ગી. ૧૫.૭). તો અંશ તરીકે, આપણી સ્થિતિ છે કૃષ્ણ સાથે રહેવું. જેમ કે આ મારી આંગળી, મારા શરીરનો અંશ. આંગળી આ શરીર સાથે જોડાયેલી જ હોવી જોઈએ. જ્યારે આ આંગળી કપાઈ જાય છે અને નીચે પડી જાય છે, જોકે તે આંગળી છે, તે હવે તેટલી મહત્વની નથી જેટલી તે પહેલા હતી જ્યારે તે આ શરીર સાથે જોડાયેલી હતી. તો કોઈ પણ વ્યક્તિ જે પરમ ભગવાનની સેવામાં જોડાયેલો નથી, તે પતિત છે. તે નિષ્કર્ષ છે.

પણ કૃષ્ણ પતિત નથી. જો કૃષ્ણ... કારણકે તેઓ આપણને પાછા લઈ જવા આવે છે.

યદા યદા હી ધર્મસ્ય
ગ્લાનિર ભવતિ ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય
તદાત્માનમ સૃજામી અહમ
(ભ.ગી. ૪.૭

કૃષ્ણ કહે છે કે "હું અવતરિત થાઉં છું જ્યારે જીવોના વ્યાવસાયિક કર્તવ્યોમાં ખામી આવે છે." ધર્મસ્ય ગ્લાનિર ભવતિ. અમે ધર્મનો "રિલીજીયન" તરીકે અનુવાદ નથી કરતાં. રિલીજીયન અંગ્રેજી શબ્દકોશમાં, તે છે "એક પ્રકારની શ્રદ્ધા." શ્રદ્ધા બદલાઈ શકે છે, પણ ધર્મ એક શબ્દ છે જે બદલાઈ ના શકે. જો તે બદલાય છે, તે સમજવું જોઈએ કે તે કૃત્રિમ છે. જેમ કે પાણી. પાણી પ્રવાહી છે, દરેક વ્યક્તિ જાણે છે. પણ ક્યારેક તે સખત બને છે, ખૂબ જ સખત, બરફ. તો તે પાણીની સ્વાભાવિક સ્થિતિ નથી. કૃત્રિમ રીતે, વધુ પડતી ઠંડીને કારણે અથવા કૃત્રિમ રીતે પાણી ઘન બની ગયું છે. અન પાણીની વાસ્તવિક સ્થિતિ છે પ્રવાહિતા.

તો જ્યારે આપણે ભગવાનની સેવામાથી છૂટા પડી જઈએ છીએ, આ અસ્વાભાવિક છે. અસ્વાભાવિક. સ્વાભાવિક અવસ્થા છે કે આપણે ભગવાનની સેવામાં પ્રવૃત્ત થવું જ જોઈએ. તે આપણી સ્વાભાવિક અવસ્થા છે. તેથી વૈષ્ણવ કવિ કહે છે કે કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે (પ્રેમ વિવર્ત). જ્યારે એક જીવ કૃષ્ણને ભૂલી જાય છે, કૃષ્ણના પદને ભૂલી જાય છે... કૃષ્ણનું પદ... કૃષ્ણ કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ: (ભ.ગી. ૫.૨૯) "હું માલિક છું, હું ભોક્તા છું." આ કૃષ્ણનું પદ છે. તેઓ તે પદ પરથી ક્યારેય પતિત નથી થતાં. કૃષ્ણ ભોક્તા છે. તેઓ હમેશા તે પદ પર રહે છે. તેઓ ક્યારેય નીચે પતિત નથી થતાં. તેઓ ક્યારેય ભોગ પાત્ર નથી બનતા. તે શક્ય નથી. જો તમારે કૃષ્ણને ભોગવવાના પદ પર લાવવા હોય, તો તમે પરાસ્ત થાઓ છો. ભોગ કરવો મતલબ કૃષ્ણને આગળ રાખવા, મારે કોઈ ઇન્દ્રિય તૃપ્તિનો લાભ જોઈએ છે. તે આપણી અસ્વાભાવિક સ્થિતિ છે. કૃષ્ણ ક્યારેય સહમત નહીં થાય. કૃષ્ણ ક્યારેય સહમત નહીં થાય. કૃષ્ણનો ભોગ ના થઈ શકે. તેઓ હમેશા ભોક્તા છે. તેઓ હમેશા માલિક છે. તો કૃષ્ણ ભૂલીયા જીવ મતલબ જ્યારે આપણે કૃષ્ણનું આ પદ ભૂલી જઈએ છીએ, કે તેઓ પરમ ભોક્તા છે, તેઓ પરમ માલિક છે... તેને ભૂલકણાપણું કહેવાય છે. જેવુ હું વિચારું કે "હું ભોક્તા છું, હું માલિક છું," આ મારુ પતિત સ્તર છે. કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે (પ્રેમ વિવર્ત). જ્યારે આપણે... ત્યારે... જાપટિયા ધારે, માયા, તરત જ માયા પકડી લે છે.