GU/Prabhupada 0792 - જો કૃષ્ણ દરેકના મિત્ર ના હોય તો કોઈ પણ એક ક્ષણ પણ જીવી ના શકે



Lecture on SB 1.2.17 -- Los Angeles, August 20, 1972

પ્રદ્યુમ્ન: અનુવાદ, "શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જે દરેકના હ્રદયમાં પરમાત્મા તરીકે પણ છે અને એક સાચા ભક્તના હિતેચ્છુ પણ છે, ભક્તના હ્રદયમાથી ભૌતિક આનંદની ઈચ્છાને શુદ્ધ કરે છે જેણે કૃષ્ણનો સંદેશ સાંભળવાની ઉત્કંઠા વિકસિત કરી છે, કે જે ખૂબ જ શુભ છે જ્યારે યોગ્ય રીતે સાંભળવામાં આવે અને ગુણગાન કરવામાં આવે."

પ્રભુપાદ: તો કૃષ્ણ બહુ સ્વાર્થી છે. તેઓ કહે છે... અહી તે કહ્યું છે: સ્વ-કથા: કૃષ્ણ: જે પણ વ્યક્તિ કૃષ્ણની કથા સાંભળવામાં પ્રવૃત્ત છે. કથા મતલબ શબ્દો, સંદેશો. તો, ભગવદ ગીતામાં પણ, કૃષ્ણ કહે છે, મામ એકમ: "ફક્ત મને." એકમ. આની જરૂર છે. જોકે બધુ જ કૃષ્ણ છે, પણ સર્વવ્યાપી સિદ્ધાંતને પ્રમાણે આપણે બધી જ વસ્તુઓની પૂજા ના કરી શકીએ. દરેક વસ્તુ કૃષ્ણ છે, તે હકીકત છે, પણ તેનો મતલબ એ નથી કે આપણે દરેક વસ્તુની પૂજા કરીએ. આપણે કૃષ્ણની જ પૂજા કરવી પડે. માયાવાદી તત્વજ્ઞાનીઓ, તે લોકો કહે છે, "જો બધુ જ કૃષ્ણ છે, તો હું કોઈ પણ વસ્તુની પૂજા કરું, હું કૃષ્ણની પૂજા કરું છું." ના. તે ખોટું છે.

જેમ કે તે જ ઉદાહરણ આપી શકાય કે, શરીરમાં - હું આ શરીર છું - બધુ જ "હું," અથવા "મારુ," છે પણ જ્યારે આહાર લેવામાં આવે છે, તેને મળાશયથી નાખવામાં નથી આવતો, પણ મોઢાથી. તે એક જ માર્ગ છે. તમે કહી ના શકો, "શરીરમાં નવ છિદ્રો છે: બે આંખો, બે નાકના છિદ્રો, બે કાન, એક મોઢું, એક મળાશય, એક જનનેદ્રિય - નવ છિદ્રો. તો કેમ હું આહારને કોઈ પણ એક છિદ્રથી અંદર નાખું નહીં?" તે માયાવાદ સિદ્ધાંત છે. "છેવટે," તેઓ કહે છે, "આહાર તો શરીરને આપવાનો છે, શરીરની અંદર. તો હું આહારને કોઈ પણ છિદ્રથી અંદર નાખી શકું. ઘણા બધા છિદ્રો છે." ક્યારેક તબીબ વિજ્ઞાનમાં, જ્યારે આહારને મોઢામાથી નાખવું અશક્ય હોય છે, તે લોકો મળાશયથી નાખે છે. તે કૃત્રિમ છે. પણ કટોકટીમાં, ક્યારેક તેઓ કરે છે. પણ તે રીત નથી. સાચી રીત છે, કે શરીરને આહાર આપવાની જરૂર છે, પણ તે મોઢા માર્ગે જ આપવો પડે, બીજા કોઈ છિદ્ર માર્ગે નહીં.

તેવી જ રીતે, જો આપણે વાસ્તવમાં પરમ સત્ય જોડે સંપર્ક કરવો છે, તો આપણે કૃષ્ણ દ્વારા જવું પડે. કૃષ્ણને ઘણા રૂપો છે. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રુપમ (બ્ર.સં. ૫.૩૩). અનંત રુપમ. તો... કારણકે બધુ જ કૃષ્ણ છે, બધુ જ કૃષ્ણની શક્તિ છે. તો, વિધિ છે... પરમ સત્યનો સંપર્ક કરવો મતલબ કૃષ્ણ. તેથી કૃષ્ણ અહી કહે છે... કૃષ્ણ નહીં. વ્યાસદેવ કહે છે, સૂત ગોસ્વામી દ્વારા, કે "કૃષ્ણ બહુ દયાળુ છે, સુહ્રત સતામ સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ." સતામ. સતામ મતલબ ભક્તો. તેઓ ભક્તો સાથે ખૂબ જ ઘનિષ્ઠ મૈત્રીમાં છે. કૃષ્ણની બીજી યોગ્યતા છે ભક્તવત્સલ. અહી તે પણ કહ્યું છે, સુહ્રત સતામ. સતામ મતલબ ભક્તો. તેઓ દરેકના મિત્ર છે. સુહ્રદમ સર્વભૂતાનામ (ભ.ગી. ૫.૨૯). કૃષ્ણના દરેકના મિત્ર બન્યા વગર, કોઈ એક ક્ષણ માટે પણ જીવી ના શકે. તમે... કૃષ્ણ દરેકની રક્ષા કરે છે, દરેકને આહાર પૂરો પાડે છે.