GU/Prabhupada 0805 - કૃષ્ણ ભાવનામૃતમાં તેમને શિક્ષણ આપવામાં આવે છે કે બંધન શું છે અને મુક્તિ શું છે



Lecture on SB 5.5.2 -- London, September 17, 1969

પ્રભુપાદ:

મહાંતસ તે સમ ચિત્તા: પ્રશાંતા
વિમન્યવ: સુહ્રદ: સાધવો યે
(શ્રી.ભા. ૫.૫.૨)

છેલ્લી સભામાં આપણે મુક્તિના માર્ગ વિશે ચર્ચા કરી રહ્યા હતા. બે માર્ગો હોય છે. એક માર્ગ છે મુક્તિ મેળવવી. મુક્તિ મતલબ આ ભૌતિક બંધનમાથી મુક્તિ. લોકો સમજતા નથી કે ભૌતિક બંધન શું છે, પણ જે લોકો કૃષ્ણ ભાવનાભાવિત છે, તેમને શિક્ષણ આપવામાં આવે છે કે બંધન શું છે અને મુક્તિ શું છે.

એક આત્મા, પરમ ભગવાનનો અંશ હોવાને કારણે, સ્વભાવથી તે બહુ શક્તિશાળી છે. આપણે જાણતા નથી કે આપણી પાસે કેટલી આધ્યાત્મિક શક્તિ છે, પણ તે ભૌતિક આવરણને કારણે દબાઈ ગઈ છે. જેમ કે અગ્નિ. આ અગ્નિ, જો ઘણી બધી રાખ હોય, અગ્નિની ગરમી ઠીક રીતે અનુભવાતી નથી. પણ જો તમે રાખને ખસેડો અને તેને પંખો આપો, અને જ્યારે તે ભડકે છે, તો તમને યોગ્ય ગરમી મળે છે અને તમે તેને ઘણા બધા કામ માટે ઉપયોગમાં લઈ શકો છો. તેવી જ રીતે, આત્મા તરીકે, આપણી પાસે પુષ્કળ શક્તિ છે. અને ભગવાન પરમાત્મા છે, તો આપણે કલ્પના ના કરી શકીએ ભગવાન પાસે કેટલી શક્તિ છે. પણ જો આપણે, જે ફક્ત એક સૂક્ષ્મ અણુ છે... જેમ કે... સરખામણી છે જેમ કે અગ્નિ અને તણખલા. અગ્નિ અને તણખલા, બંને અગ્નિ છે. તણખલું પણ, જ્યાં પણ તણખલું પડશે, તરત જ તે દઝાડશે. તેવી જ રીતે, આપણી પાસે સૂક્ષ્મ માત્રામાં ભગવાનન બધા ગુણો છે. ભગવાન પાસે રચનાશક્તિ છે; તેથી આપણે પણ ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કરી રહ્યા છીએ. વૈજ્ઞાનિકો ઘણી બધી અદ્ભુત વસ્તુઓનું નિર્માણ કરી રહ્યા છે. તે આપણા જેવી વ્યક્તિઓ માટે અદ્ભુત હોય છે, કારણકે આપણે જાણતા નથી કે કોઈ વ્યક્તિ કેટલું અદ્ભુત કરી શકે. તે આપણે જાણતા નથી.