GU/Prabhupada 0828 - જે પણ તેના આધીનનું ધ્યાન રાખે છે, તે ગુરુ છે



Lecture on SB 5.5.18 -- Vrndavana, November 6, 1976

પ્રદ્યુમ્ન: અનુવાદ: "જે વ્યક્તિ તેના આશ્રિતોને વારંવારના જન્મ અને મૃત્યુના માર્ગમાથી મુક્ત નથી કરી શકતો તેણે એક ગુરુ, એક પિતા, એક પતિ, એક માતા અથવા એક પૂજ્ય દેવતા ના બનવું જોઈએ."

પ્રભુપાદ:

ગુરુર ન સ સ્યાત સ્વજનો ન સ સ્યાત
પિતા ન સ સ્યાજ જનની ન સ સ્યાત
દૈવમ ન તત સ્યાન ન પતિશ ચ સ સ્યાન
ન મોચયેદ ય: સમુપેત મૃત્યુમ
(શ્રી.ભા. ૫.૫.૧૮)

તો પાછલા શ્લોકમાં તે વર્ણવવામાં આવ્યું છે, કે કસ તમ સ્વયમ તદ અભિજ્ઞો વિપશ્ચિદ (શ્રી.ભા. ૫.૫.૧૭). વાલી અભિજ્ઞ: હોવો જોઈએ, અને વિપશ્ચિત, બહુ જ શિક્ષિત. સરકાર, પિતા, ગુરુ, શિક્ષક, અથવા પતિ પણ... કારણકે આપણે માર્ગદર્શિત છીએ, દરેક વ્યક્તિને બીજા કોઈ દ્વારા માર્ગદર્શન મળે છે. તે સમાજ છે. બિલાડીઓ અને કુતરાઓ નહીં. જેમ કે બિલાડીઓ અને કુતરાઓ, તે લોકો બાળકોને જન્મ આપે છે અને તેમને કોઈ જવાબદારી નથી. કુતરાઓ રસ્તા પર રખડી રહ્યા છે; કોઈ પરવાહ નથી કરતું. પણ મનુષ્ય સમાજ તેવો ના હોવો જોઈએ. જવાબદાર વાલીઓ હોવા જ જોઈએ. અમુક જવાબદાર વાલીઓ અહી વર્ણવ્યા છે. સૌ પ્રથમ, ગુરુ. ક્યાં તો તમે શાળા અથવા કોલેજનો સાધારણ શિક્ષક લો, તેમને પણ ગુરુ કહેવાય છે, અને ઉત્કૃષ્ટ ગુરુ છે આધ્યાત્મિક ગુરુ. ફક્ત આધ્યાત્મિક ગુરુ જ નહીં, પણ જે પણ વ્યક્તિએ ગુરુનું પદ લીધું છે બીજાને શીખવાડવા, તે બહુ જ શિક્ષિત હોવો જોઈએ, બહુ જ જવાબદાર, વિપશ્ચિત, અભિજ્ઞ: અભિજ્ઞાત:, તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની યોગ્યતા છે. જેમ તે કહ્યું છે શ્રીમદ ભાગવતમની શરૂઆતમાં, અભિજ્ઞ: જન્માદી અસ્ય યત: અન્વયાદ ઇતરતશ ચ અર્થેશુ અભિજ્ઞ: (શ્રી.ભા. ૧.૧.૧). નિયંત્રક અભિજ્ઞ: હોવો જ જોઈએ. તે જ વસ્તુ અહિયાં છે. અવશ્ય, આપણે ભગવાન જેટલા અભિજ્ઞ ના હોઈ શકીએ - તે શક્ય નથી - પણ થોડી માત્રામાં અભિજ્ઞાત: હોવા જ જોઈએ. નહિતો વાલી બનવાનો અર્થ શું છે...?

સૌ પ્રથમ, તે ગુરુ વિશે કહ્યું છે, જે પણ વ્યક્તિ આધીન વ્યક્તિની કાળજી રાખે છે, તે ગુરુ છે. સૌ પ્રથમ વાત છે કે તમારે ગુરુ ના બનવું જોઈએ જ્યાં સુધી તમે સંપૂર્ણપણે જ્ઞાનમાં ના હોવ કેવી રીતે તમારા આશ્રિતને જન્મ અને મૃત્યુના માર્ગમાથી બચાવવા. તે પ્રથમ પ્રશ્ન છે. એવું નહીં કે "હું તમારો ગુરુ છું. હું તમારા પેટમાં કોઇ આંતરડાનો દુખાવો દૂર કરી શકું છું." તે લોકો તે ઉદેશ્ય માટે પણ ગુરુ પાસે જાય છે. લોકો સામાન્ય રીતે ગુરુ પાસે જાય છે, ધૂર્તો ગુરુ પાસે જાય છે, બીજો ધૂર્ત. તે શું છે? "શ્રીમાન, મને થોડો દુખાવો છે. મને કોઈ આશીર્વાદ આપો કે જેથી મારો દુખાવો મટી જાય." "પણ તું અહી કેમ આવ્યો છું, ધૂર્ત, અહિયાં તારા પેટનો દુખાવો દૂર કરવા? તું કોઈ ડોક્ટર પાસે જઈ શકે છે, અથવા કોઈ દવા લઈ શકે છે. શું તે ગુરુને મળવાનો ઉદેશ્ય છે?" પણ સામાન્ય રીતે તે લોકો ગુરુ પાસે આવે છે અને આશીર્વાદ માંગે છે કોઈ ભૌતિક લાભ માટે. તે લોકો ધૂર્તો છે, અને તેથી કૃષ્ણ પણ તેમને ધૂર્ત ગુરુ આપે છે. તેમને છેતરાવું છે. તે લોકો જાણતા નથી ગુરુ પાસે જવાનો ઉદેશ્ય શું છે. તે લોકો તે જાણતા નથી. તે લોકો નથી જાણતા મારા જીવનની સમસ્યા શું છે અને શા માટે હું ગુરુ પાસે જઈશ. તેઓ જાણતા નથી. અને કહેવાતા ગુરુઓ જનતાની આજ્ઞાનતાનો ફાયદો ઉઠાવે છે, અને તેઓ ગુરુ બની જાય છે. આ ચાલી રહ્યું છે. ગુરુ જાણતો નથી તેની જવાબદારી શું છે, અને ધૂર્ત જનતા, તેઓ જાણતા નથી શેના માટે વ્યક્તિએ ગુરુ પાસે જવું જોઈએ. આ મુશ્કેલી છે.