GU/Prabhupada 0836 - આ મનુષ્ય જીવનની સિદ્ધિ માટે કોઈ પણ વસ્તુનું બલિદાન આપવા તૈયાર રહો



Lecture on CC Madhya-lila 20.100-108 -- New York, November 22, 1966

એક સાધુ, એક સંત અથવા ભક્ત, જોકે તે બધુ જ જાણે છે, છતાં, તે હમેશા પોતાને એવું બતાવે છે કે તે કશું જાણતો નથી. તે ક્યારેય કહેતો નથી કે "હું બધુ જ જાણું છું." પણ વાસ્તવમાં, બધુ જ જાણવું શક્ય નથી. તે શક્ય નથી. પણ વ્યક્તિ... જેમ કે સર આઈસેક ન્યુટન, તે સહમત થયા કે "લોકો કહે છે કે હું બહુ વિદ્વાન છું, પણ હું જાણતો નથી કે મે કેટલું શીખ્યું છે. હું ફક્ત એક દરિયા કિનારે પથ્થરો ભેગા કરી રહ્યો છું." તો તે સ્થિતિ છે. જો એક માણસ જે વાસ્તવમાં વિદ્વાન છે, તે ક્યારેય નહીં કહે કે "હું વિદ્વાન છું." તે ફક્ત કહેશે, "હું પહેલા ક્રમાંકનો મૂર્ખ છું. હું જાણતો નથી."

તો ચૈતન્ય મહાપ્રભુએ આ આ વિનમ્રતાને બિરદાવી હતી, કારણકે વાસ્તવમાં તેઓ સમાજમાં એક બહુ જ શિક્ષિત અને ઉચ્ચ પદ ધરાવતા હતા. તો આદાનપ્રદાનના શિષ્ટાચારમાં, મારા કહેવાનો મતલબ, તેમણે સ્વીકાર્યું, "ના, તું પતિત નથી. નિરુત્સાહી ના થઈશ. તે કોઈ પણ વિદ્વાન માણસનું બસ કર્તવ્ય છે કે પોતાને તેવો ગણે. પણ તું મૂર્ખ નથી." કૃષ્ણ શક્તિ ધર તુમી: (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૫) "કારણકે તું પહેલેથી જ એક ભક્ત છે." નિવૃત્તિ પહેલા, અને ચૈતન્ય મહાપ્રભુ પાસે આવ્યા પહેલા, આ ગોસ્વામીઓ, જેમ મે તમને કહ્યું, તેઓ સંસ્કૃતના બહુ જ શિક્ષિત વિદ્વાન હતા. તેઓ ભાગવત વાંચતાં હતા. જ્યારે તેમણે નવાબ શાહને ખોટો અહેવાલ આપ્યો, કે "મારી તબિયત ઠીક નથી. હું કાર્યાલયે આવી નહીં શકું," પછી નવાબ શાહ તેમના ઘરે એક દિવસ પોતે ગયા, કે "આ સજ્જન કાર્યાલયે આવતો નથી અને ફક્ત માંદગીનો અહેવાલ આપે છે. તે શું છે?" તો જ્યારે તે આવ્યા અને નવાબ શાહે જોયું કે તે શિક્ષિત પંડિતો જોડે શ્રીમદ ભાગવતમ વાંચવામાં પ્રવૃત્ત છે, તો તે સમજી ગયા, "ઓહ, આ રોગ છે. હવે તમે શ્રીમદ ભાગવતમ લઈ લીધું છે." તો વાસ્તવમાં તેઓ ખૂબ જ શિક્ષિત હતા, પણ તેમના વિનમ્ર વ્યવહારને કારણે, તેઓ પોતાને ભગવાન ચૈતન્યની સમક્ષ આ રીતે નમ્રતાપૂર્વક પ્રસ્તુત કરતાં હતા.

તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે,

સદ ધર્મસ્યાવબોધાય
યેશામ નિર્બંધીની મતિ:
અચિરાદ એવ સર્વાર્થ:
સિદ્ધીઅતિ એશામ અભિપ્સિત:
(ચૈ.ચ. મધ્ય ૨૪.૧૭૦)

તેઓ કહે છે કે "પૂર્ણતાને પ્રાપ્ત કરવાની તારી ઈચ્છા, તેથી તું આટલો વિનમ્ર છું." તો તેઓ નારદીય પુરાણમાથી એક શ્લોક કહે છે, કે જે પણ વ્યક્તિ બહુ ગંભીર છે... જે વ્યક્તિ પોતાને પૂર્ણ રીતે જાણવા માટે ગંભીર છે, અને જો તે તેવી રીતે જુએ છે, તો તેની સિદ્ધિ સુનિશ્ચિત છે. એક જ વસ્તુ છે કે વ્યક્તિ ગંભીર હોવો જોઈએ. તાત્પર્ય છે આ શ્લોકનું - સદ ધર્મસ્યાવબોધાય યેશામ નિર્બંધીની મતિ: નિર્બંધીની મતિ: મતલબ તેણે નિશ્ચય કરી લીધો છે કે "આ જીવનમાં હું મારા જીવનને સિદ્ધ બનાવીશ." પછી, તેના માટે, સિદ્ધિ સુનિશ્ચિત છે. સુનિશ્ચિત. જો તે વિચારે, "ઓહ, મને પ્રયત્ન કરવા દો. મને આ કૃષ્ણ ભાવનામૃતના વિભાગની પણ ચકાસણી કરવા દો, અને સાથે સાથે બીજા વિભાગોનું પણ પરીક્ષણ. ચાલો આ રીતે જઈએ..." ના. વ્યક્તિ આ જીવનમાં જ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે બહુ જ ગંભીર હોવો જોઈએ. તો એક માણસ સનાતન ગોસ્વામી જેટલો ગંભીર હોવો જોઈએ. અને તે ઉદેશ્ય માટે તેમણે બધુ જ બલિદાન આપી દીધું, તેઓ ભિક્ષુક બની ગયા. તો આપણે આ મનુષ્ય જીવનની સિદ્ધિ માટે કશું પણ બલિદાન આપવા માટે તૈયાર હોવા જોઈએ. પછી સિદ્ધિ સુનિશ્ચિત છે. ફક્ત આપણે બહુ જ ગંભીર હોવા જોઈએ, બસ તેટલું જ.