GU/Prabhupada 0843 - જીવનની શરૂઆતથી જ ભૂલ થયેલી છે. તેઓ પોતાને આ શરીર ગણે છે



761215 - Lecture BG 16.07 - Hyderabad

તો આ આસુરીક જનતા, તેઓ જાણતા નથી તેમનું લક્ષ્ય કઈ બાજુ છે. તેઓ કહે છે તે સ્વ-હિત છે, પણ આ ધૂર્તો, તેઓ જાણતા નથી કે સ્વ-હિત શું છે, કારણકે તેમના જીવનની શરૂઆતથી જ તેઓ ભૂલ કરે છે. તેઓ વિચારે છે કે તેઓ આ શરીર છે. તો કેવી રીતે તેઓ સ્વ-હિત જાણશે? મૂળ સિદ્ધાંતમાં જ ભૂલ થયેલી છે. દેહાત્મ બુદ્ધિ. કુતરાઓ, બિલાડીઓ, તેઓ વિચારે છેકે "હું આ શરીર છું." તો તે જ રુચિ, અસુર. તેઓ જાણતા નથી, કે નથી તેઓ સમજવાનો પ્રયત્ન કરતાં. દેહીનો અસ્મિન યથા દેહે (ભ.ગી. ૨.૧૩). આ શરીરની અંદર આત્મા છે. તેઓ તે સમજી ના શકે. તેથી તેમના સ્વ-હિતમાં ભૂલ થાય છે. સાચું સ્વ-હિત છે કે "હું આત્મા છું. હું ભગવાનનો પુત્ર છું. મારા પિતા બહુ, બહુ જ ધનવાન છે, વૈભવશાળી. મે મારા પિતાનો સંગ છોડી દીધો છે અને તેથી હું પીડાઈ રહ્યો છું." નહિતો પીડાનો કોઈ પ્રશ્ન જ નથી. આપણને અનુભવ છે. એક ખૂબ જ ધનવાન માણસનો પુત્ર, શા માટે તેણે પીડાવું જોઈએ? તો અહી કૃષ્ણ કહે છે કે અહમ બીજ પ્રદ: પિતા (ભ.ગી. ૧૪.૪): "હું બધા જીવોનો બીજ આપવાવાળો પિતા છું." પછી... ભગવાન મતલબ ષડ ઐશ્વર્ય પૂર્ણ: (ચૈ.ચ. આદિ ૨.૫), છ પ્રકારના ઐશ્વર્યો. તેઓ પૂર્ણ છે. તેઓ બધાના માલિક છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). તો જો હું એવા વ્યક્તિનો પુત્ર છું જે બધાના માલિક છે, તો મારી પીડાનો પ્રશ્ન જ ક્યાં છે? તો તેથી સ્વ-હિતનો મૂળ સિદ્ધાંત ખોવાઈ ગયેલો છે.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે ચેતનાને પુનર્જીવિત કરવા માટે છે કે "તમે આ શરીર નથી. તમે આત્મા છો. તમે ભગવાનના અંશ છો. શા માટે તમારે પીડાવું જોઈએ? તમે કૃષ્ણ ભાવનામૃતને કેળવો, અને ફક્ત કૃષ્ણ ભાવનામૃત કેળવવાથી તમે ભગવદ ધામ પાછા જશો, અને પછી તમે સુખી રહેશો." કૃષ્ણ આની પુષ્ટિ કરે છે. દુખાલયમ અશાશ્વતમ, નાપ્નુવંતી મહાત્માન: સંસિદ્ધિ પરમામ ગતા:, મામ ઉપેત્ય (ભ.ગી. ૮.૧૫): "જો કોઈ મારી પાસે આવે છે," મામ ઉપેત્ય, "પછી તે ફરીથી આ ભૌતિક જગતમાં પાછો આવતો નથી, જે દુખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫) છે." આ જગ્યા દુખોનું સ્થળ છે. કારણકે તેઓ સ્વ-હિત નથી જાણતા, દુખોના સ્થળને તે લોકો સુખોના સ્થળ તરીકે સ્વીકારે છે. પણ વાસ્તવમાં તે દુખોનું સ્થળ છે.

શા માટે તમે આ શરીરથી ઢંકાયેલા છો? શરીર પીડાનું કારણ છે, અને વાતાવરણના સંપર્કમાં તે ઠંડી અનુભવે છે. તેથી મારે ઢાંકવું પડે. તે પીડા ઓછી કરવાનું સાધન છે. સ્થિતિ છે દુખો, પણ એક યા બીજી રીતે આપણે દુખોને ઓછા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેવી જ રીતે, ગરમીમાં પણ, દુખ છે. ત્યારે આપણને આ આવરણ નથી જોઈતું હોતું, આપણને વીજળીના પંખા જોઈએ છે. તો હમેશા દુખ છે. ક્યાં તો આ ઉનાળામાં અથવા શિયાળામાં, દુખ તો રહેશે જ. તે આપણે સમજતા નથી. આ આપણા આસુરીક સ્વભાવને કારણે છે. આપણે પ્રશ્ન નથી પૂછતાં. ઉનાળામાં અને શિયાળામાં... ઉનાળામાં, આપણને કશું ઠંડુ ગમે છે, અને શિયાળામાં આપણને કશું ગરમ જોઈએ છે. તો બે વસ્તુઓ છે. તો ક્યારેક ગરમી દુખ છે; ક્યારેક આ ઠંડી પણ દુખ છે. તો આનંદ ક્યાં છે? આપણે ફક્ત ઈચ્છીએ છીએ કે "આ સમયે, જો ગરમી હોય..." પણ ગરમી પણ દુખ છે. તેથી કૃષ્ણ કહે છે કે "આ દુખની ચિંતા ના કર. તે ચાલતું રહેશે. તું વિચારી રહ્યો છે કે ઉનાળો બહુ આનંદદાયી છે. અને તે જ વસ્તુ શિયાળામાં બહુ સુખમય નહીં હોય. તો તે આવશે અને જશે. આ કહેવાતા દુખ અને સુખની બહુ ચિંતા ના કર. તારું કર્તવ્ય, કૃષ્ણ ભાવનામૃત, નું પાલન કર."