GU/Prabhupada 0857 - કૃત્રિમ આવરણ કાઢવું પડશે - પછી આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવીશું



740327 - Conversation - Bombay

પ્રભુપાદ: તો જેમકે, મારી... મારી પાસે મારી ચેતના છે, હું દર્દ અને ખુશી અનુભવું છું, તમે દર્દ અને ખુશી અનુભવો છો (વિરામ) પણ દુર્ભાગ્યે હું એ વિચારું છું કે આ અમેરિકન દર્દ અને ખુશી છે, આ ભારતીય દર્દ અને... દર્દ અને ખુશી તે જ છે. એ ન તો અમેરિકન છે કે ન તો આફ્રિકન. દર્દ અને ખુશી તે જ છે. તો જેવી આ ચેતના, કે હું અમેરિકન દર્દ અનુભવી રહ્યો છું, અમેરિકન ખુશી, જેવુ આ સમાપ્ત થઈ જાય છે, તેવા આપણે મૂળ ચેતનામાં આવી જઈએ છીએ. કારણકે ચેતના અમેરિકન કે આફ્રિકન ના હોઈ શકે. જો હું તમને ચૂટલી ભરું, તો તમે જે દર્દ અનુભવશો તે તે જ હશે જે હું આફ્રિકનને છૂટલી ભરીશ તો થશે. તો તેથી ચેતના એ જ છે. કૃત્રિમ રીતે આપણે વિચારી રહ્યા છીએ કે અમેરિકન ચેતના, આફ્રિકન ચેતના. ખરેખર તે સ્થિતિ નથી. ફકત આ ગેરસમજ દૂર કરવાની જરૂર છે. તેને કહેવાય છે ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). શું તે સત્ય નથી?

ભવ-ભૂતિ: ઓહ હા. શ્રીલ પ્રભુપાદ, તે સત્ય છે.

પ્રભુપાદ: દર્દ અને ખુશીની ચેતના, શું તે અમેરિકન કે ભારતીય હોઈ શકે?

ભવ-ભૂતિ: ના.

પ્રભુપાદ: તે સમાન છે. કૃત્રિમ રીતે આપણે વિચારીએ છીએ કે તે અમેરિકન દર્દ છે અથવા ભારતીય દર્દ છે. તે કૃત્રિમ છે. આ કૃત્રિમ આવરણને દૂર કરવું પડશે. પછી આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવીશું. ભાવનાઓ, ચેતના અમેરિકન, આફ્રિકન કે ભારતીય નથી. ચેતના સમાન છે. તમે જ્યારે ભૂખ્યા થાઓ છો, તો એવું છે કે અમેરિકન ભૂખ્યા કઈક અલગ રીતે થાય છે અને આફ્રિકન કઈક અલગ રીતે થાય છે? તો ભૂખ તો સમાન છે. હવે તમે જો એવું કહો કે અમેરિકન ભૂખ અને ભારતીય ભૂખ હોય છે, તો તે કૃત્રિમ છે. તો જ્યારે તમે કૃત્રિમ સ્તર પર ના જાઓ, તે કૃષ્ણ ભાવનામૃત છે. તે નારદ પંચરાત્રમાં સમજાવેલું છે,

સર્વોપાધિ વિનીરમુકતમ
તત પરત્વેન નિર્મલમ
ઋષીકેણ ઋષીકેશ
સેવનમ ભક્તિર ઉચ્યતે
(ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦)

જ્યારે આપણે આ બધી કૃત્રિમ ઉપાધીઓમાથી મુક્ત થઈશું... અમેરિકન ચેતના, ભારતીય ચેતના, આફ્રિકન ચેતના, એવી કોઈ વસ્તુ નથી, આ કૃત્રિમ છે. પશુ અને પક્ષી સુદ્ધા, તેઓ ચેતના અનુભવે છે, દર્દ અને ખુશી. જેમ કે જ્યારે અસહ્ય ગરમી પડે છે, તમને થોડું દર્દ થાય છે. શું તે અમેરિકન, ભારતીય કે આફ્રિકન છે? અસહ્ય ગરમી તો (હસતાં) બધે, અનુભવ... જો તમે એવું કહો કે હું અમેરિકન રીતે અસહ્ય ગરમી અનુભવી રહ્યો છું... (હિન્દીમાં) પ્રભુપાદ: તમે શું કહો છો? શું તે શક્ય છે?

ભારતીય સ્ત્રી: ના. તે શક્ય નથી.

પ્રભુપાદ: આ ફક્ત કૃત્રિમ છે. અને બધુ ચેતના પર નિર્ભર છે. બધુ ચેતના પર નિર્ભર છે. તેથી, કૃષ્ણ ભાવનામૃત તે મૂળ ચેતનાનું ધોરણ છે.