GU/Prabhupada 0861 - મેલબોર્ન શહેરના બધા ભૂખ્યા પુરુષો, અહિયાં આવો, તમે ભરપેટ ભોજન કરો



750521 - Conversation - Melbourne

નિર્દેશક: તમારી પ્રતિક્રિયા શું હશે જો કોઈ ચોરી કરવાની કોશિશ કરે અહિયાં...

અમોઘ: તેઓ કહે છે, "તમારી પ્રતિક્રિયા શું હશે કે જો કોઈ અહી ચોરી કરવાની કોશિશ કરશે તો?

પ્રભુપાદ: ચોરી?

અમોઘ: એક ચોર. એક ચોર આવશે તો આપણે શું કરીશું? બીજા શબ્દોમાં, શું આપણે હિંસક બનીશું?

પ્રભુપાદ: જો એક ચોર આવશે તો અમે તેને સજા આપીશું.

નિર્દેશક: તમારે હિંસક થવું જોઈએ? પ્રભુપાદ:

કેમ નહીં? એક ચોરને સજા થવી જોઈએ.

નિર્દેશક: તમે પોતે સજા કરશો? તમે શું કરશો? તમે તેના પર હુમલો કરવાનું શરૂ કરશો?

પ્રભુપાદ: ના, પોતે કે બીજું કોઈ, એક ચોરને દંડિત કરવો જ જોઈએ. ચોરને દંડિત કરવો જોઈએ. આપણે કે તમે, તેનો ફરક નથી પડતો. ચોર તે ચોર છે. તેને સજા આપવી જોઈએ.

નિર્દેશક: તો શું કે જો તે ભૂખ ને કારણે ચોરી કરે?

પ્રભુપાદ: કોણ ચોરી?

અમોઘ: તેઓ કહે છે કે તે ભૂખને કારણે ચોરી કરે તો? તો શું કે જો તે ચોર તરીકે આવે કારણકે તેને કઈ ખાવાનું જોઈએ છે?

પ્રભુપાદ: અમે બધાને કહીએ છીએ, " આવો અને ભોજન કરો." તેણે ભૂખ્યું કેમ રહેવું જોઈએ? અમે બધાને બોલાવીએ છીએ, "અહી આવો, ભોજન કરો, કોઈ મૂલ્ય નહીં." અમે મૂલ્ય નથી લેતા. તેણે કેમ ભૂખ્યું રહેવું જોઈએ? આપણે આ કાર્યક્રમમાં વૃદ્ધિ કરવાની છે. મેલબોર્ન શહેરના બધા ભૂખ્યા પુરુષો, અહિયાં આવો, તમે ભરપેટ ભોજન કરો અમે બોલાવીએ છીએ, "આવો." તમે કેમ ભૂખ્યા રહો છો?

નિર્દેશક: તો શું કે જો તે એક શરાબી છે અને ભૂખ્યો છે?

ભક્ત: અમે અહિયાં બે શરાબી જે રોજ રાત્રે આવે છે તેને ભોજન આપીએ છીએ.

નિર્દેશક: તમે આપો છો?

ભક્ત: હા.

નિર્દેશક: જેમકે ગોર્ડન ઘર.

ભક્ત: હા. તેઓ આવે છે. જેમકે દરેક રવિવારે એક મિજબાની હોય છે. તેઓ આવે છે અને અમે તેમને ભોજન આપીએ છીએ.

પ્રભુપાદ: અભ્યાસ કરવા માટે થોડો સમય લાગે છે. નહિતર, સુધાર માટે તે સર્વે માટે ખુલ્લુ છે.

નિર્દેશક: પણ તમારી એક સીમા હશે. તમે ક્યાં સુધી લોકોને ખવડાવી શકો છો.

પ્રભુપાદ: હમ્મ?

અમોઘ: તેઓ કહે છે કે આપણી સીમા હશે કે આપણે કેટલા લોકોને ભોજન કરાવી શકીએ છીએ.

પ્રભુપાદ: અમે અસંખ્ય લોકોને ભોજન કરાવી શકીએ છીએ, જો સરકાર મદદ કરે તો.

નિર્દેશક: તમે... તમે એક જગ્યા બનાવી શકો છો જ્યાં બેસહારા લોકો, આવી શકે અને એક નિશુલ્ક ભોજન ખાઈ શકે.

પ્રભુપાદ: ઓહ, હા. ઓહ હા. દરેક, અમે દરેક માટે ખુલ્લા છીએ. તમે આવો અને પ્રસાદ ગ્રહણ કરો.

નિર્દેશક: શું સરકાર, એક બીજા શબ્દો માં, તમારો ઉપયોગ કરી શકે છે...

પ્રભુપાદ: ના. અમે સરકાર દ્વારા ઉપયોગ ના થઈ શકીએ. અમે સરકારનો ઉપયોગ કરી શકીએ. સરકાર અમને નિર્દેશિત ના કરી શકે. તે મદદ નહીં કરે.

નિર્દેશક: એક પળ, એક પળ (અસ્પષ્ટ) એ સાચું છે કે ઘણા બધા બેસહારા લોકો છે જેને સહાયતા ની જરૂર છે, અને તમને લાગે છે કે તમારો ધાર્મિક સંઘ એવા લોકોની મદદ કરવા ઈચ્છે છે. જો સરકાર સબસિડી આપે છે આવી સેવાઓ પ્રદાન કરવા...

પ્રભુપાદ: તે અમે કરી શકીએ છીએ.

નિર્દેશક: તે તમે કરી શકો છો. જ્યાં સુધી તેઓ તમારાથી વિપરીત નથી જતાં...

પ્રભુપાદ: ના. અમારો સિધ્ધાંત આ છે...

નિર્દેશક: મારો મતલબ છે કે ઘણા બધા ચર્ચ સંગઠનો બાળકોને લે છે અને...

પ્રભુપાદ: તમે એક દિવસ જોઈ શકો છો. જો તમે કૃપા કરીને સવારે જલ્દી આવો અને એક દિવસ રહો, તમે અમારા કાર્યો જુઓ, કેવી સુંદર રીતે અમે કરીએ છીએ. અને પછી આવશ્યક વસ્તુ કરો.

નિર્દેશક: હું વ્યક્તિગત રૂપમાં અહી નથી આવ્યો. હું મારા વિભાગનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.

પ્રભુપાદ: ના. જે હોય તે...

નિર્દેશક: તમે મને સમજાવી શકો કે નહીં... સંઘને... હું ફક્ત એ કહી શકું છું કે અમે બહુ ગરીબ લોકો સાથે કામ કરી રહ્યા છીએ. અમે તેમને કહીશું કે તમે શું કરી રહ્યા છો, અને પછી હું કહું છું કે કદાચ કઈક જોડાઈ શકે. કે હું મંત્રી ને કહી શકું છું, કે શું નિકળ્યું, અને પછી ત્યાથી તેઓ જુએ. અને હું મારા બીજા કર્તવ્યો તરફ જઈ શકું છું.

પ્રભુપાદ: તો તેઓ અમને ધ્યાન રાખવા પાછળ કઈક વ્યક્તિગત યોગદાન આપી શકે છે. તો અમે આમંત્રિત કરી શકીએ છીએ. અમે આવાસ વધારી શકીએ છીએ. અત્યારે અમે કરી રહ્યા છીએ. અમારે કોઈ વ્યવસાય નથી, કોઈ આવક નથી. અમે આમરી પુસ્તકો વેચી રહ્યા છીએ. તો અમારી આવક સીમિત છે. છતાં, અમે બધાને આમંત્રિત કરીએ છીએ, આવો. પણ જો સરકાર અમને પ્રોત્સાહન આપે, તો અમે કાર્યક્રમ વધારી શકીએ છીએ.

નિર્દેશક: હા. બેશક, તે એક રાજનૈતિક નિર્ણય છે. હું ફક્ત તેટલું જ કહી શકું...

પ્રભુપાદ: તે રાજનીતિથી પરે છે.

નિર્દેશક: માફ કરજો?

પ્રભુપાદ: તે રાજનીતિથી પરે છે. નિર્દેશક: તમારા દ્રષ્ટિકોણ થી, પણ અમે વિભાગની અંદર રાજનૈતિક નિર્ણયો પર આધાર રાખીએ છીએ.

પ્રભુપાદ: હા, વિભાગનો મતલબ છે કે તે એક બીજો સેટ છે...

નિર્દેશક: હા. તે એક સાર્વજનિક ઇચ્છાશક્તિનું માત્ર એક સાધન છે. જનતાની ઈચ્છા અનુસાર અમારા સમાજમાં મંત્રી ચૂંટાય છે.

પ્રભુપાદ: કારણકે તેમણે વિભાગ બનાવ્યો છે, જેમ કે તમારો, તમારો વિભાગ શો છે?

ભક્ત: સમાજ કલ્યાણ.

પ્રભુપાદ: સમાજ કલ્યાણ. તો જો તેઓ સમાજ કલ્યાણ જુએ, તો મદદ કેમ ના કરે? તેઓ રાજનીતિ કેમ લાવે છે? જો ખરેખર તેઓ અહિયાં સમાજ કલ્યાણ જુએ છે, તેમણે સમર્થન કેમ ના કરવું જોઈએ?

નિર્દેશક: હા, તમે સાચા છો. પણ આમરા સમાજમાં, મંત્રી ચૂંટાય છે કોઈક નીતિઓ લાગુ કરવા એ નહીં કે જે તેને કરવું હોય, પણ લોકોએ જેના માટે મત આફો. અને તેમની ઉપર કાર લાગે છે તેના સમર્થન માટે.

પ્રભુપાદ: જો તમારી નીતિ સામાજિક સુધાર છે...

નિર્દેશક: સામાજિક સુધાર અમારી નીતિ નથી.

પ્રભુપાદ: તો, સમાજ કલ્યાણ.