GU/Prabhupada 0867 - આપણે શાશ્વત છીએ અને આપણાં કર્મો માટે જવાબદાર છીએ. તે જ્ઞાન છે.



750520 - Morning Walk - Melbourne

હરિ-સૌરી: શું હવામાનની અનિયમિતતા અને...

પ્રભુપાદ: તે પાપમાય જીવનને કારણે છે, અનિયમિતતા.

હરિ-સૌરી: તો જો આપણે કૃષ્ણ ભાવનામૃત આંદોલન વધારીશું...

પ્રભુપાદ: તો તે નિયમિત થશે. તે પ્રકૃતિનો દંડ છે. તમે ભલે કાળજી ના રાખો કે પાપમય જીવન શું છે, પણ તેને નોંધવામાં આવે છે. તે મૂર્ખતા છે. "હું ભગવાનની દરકાર નથી કરતો, શું થવાનું છે તેની દરકાર નથી કરતો," તે મૂર્ખતા છે. લોકો... નીચલા ગ્રહોમાં, તેઓ તેવા છે. આ ગ્રહમાં પણ. પાશ્ચાત્ય દેશો માં તેવી ઘણી જગ્યા છે: "કોઈ વસ્તુની કોઈ દરકાર ના કરો, પાપમય જીવન શું છે, શું થવાનું છે. બસ મજા કરો, તેટલું જ." તે તેમનું તત્વજ્ઞાન છે. "અમને આનંદ લેવા દો, બસ એટલું જ." ભૌતિક દ્રષ્ટિકોણ તે રીત નો છે. તેમને તે ખબર નથી કે આપણે શાશ્વત છીએ અને આપણે આપણાં કર્મો માટે જવાબદાર છીએ. તે જ્ઞાન છે. પણ તેમની પાસે કોઈ જ્ઞાન નથી. તેમને ફક્ત મજા કરવી છે. તે લોકોને મૃત્યુની પણ પરવાહ નથી. ફક્ત ઇન્દ્રિયતૃપ્તિ. બસ તેટલુજ. તેને દાનવ કહેવાય છે, દાનવ જીવન. વૈજ્ઞાનિકો ઘણી બધી વિવિધતાને સમજાવે છે. તેઓ સ્વીકારે છે કે વિવિધતા છે. કેમ આટલી બધી જીવનની વિવિધતા છે?

હરિ-સૌરી: તે લોકો ફક્ત અનુમાન કરતાં હતા. તે લોકો કહે છે કે આધુનિક શોધખોળો અને જીવાશ્મિઓની પરિક્ષાથી આમ અને...

પ્રભુપાદ: તે ઠીક છે.

હરિ-સૌરી: ... તે લોકોએ પોતાનું ગણિત બનાવ્યું છે.

પ્રભુપાદ: વિવિધતા ક્યાં છે?

અમોઘ: તેઓ કહે છે કે મૂળ રૂપે ફક્ત જીવકોષ હતો, અને કઈક પરિસ્થિતિઓની અનુકૂળતા પ્રમાણે, અમુક પ્રકાર જીવે અને અમુક મરી જાય. તો આ બધી વિવિધતાઓ અલગ સ્થિતિઓ પ્રમાણે અનુકૂળ થઈ. પ્ર

ભુપાદ: કોને અનુકુળ બનાવ્યું? કોને સંભાળ્યું?

અમોઘ: ઠીક છે, તેઓ ફક્ત... આકસ્મિક રીતે.

પ્રભુપાદ: આહ, તે બકવાસ છે. કઈ પણ આકસ્મિક રીતે થતું નથી. તે બકવાસ છે. કઈક ગોઠવણ હોવી જ જોઈએ. આકસ્મિક રીતે શું થઈ રહ્યું છે? તમે આ વૃક્ષોની કાળજી કેમ રાખી રહ્યા છો? ઘણી બધી વસ્તુઓ. કઈ પણ આકસ્મિક રીતે થતું નથી. તમે કારણ નથી જોતાં. જો આકસ્મિક રીતે કોઈ ધનવાન થઈ જાય, તો તમે ધનવાન બનવા શું કરવા પરિશ્રમ કરો છો? શું કરવા મોટરગાડીઓ આખો દિવસ અને રાત જઇ રહી છે, અહિયાં અને ત્યાં? તમે કેમ પ્રયત્ન કરો છો? આકસ્મિક રીતે ધન આવવા દો, અને બેસી જાઓ. તેઓ તેમ કેમ નથી કરતાં? જો અકસ્માત હોય છે, તો અકસ્માત આવવા દો અને હું ધનવાન બની જઈશ. તે લોકો પ્રયત્ન કેમ કરે છે? તે લોકો કોલેજ કેમ જાય છે? આકસ્મિક રીતે તમે એમ.એ., પીએચડી બની જાઓ. આ ધૂર્તતા છે, ફક્ત નાનો વિચાર. નાની વિચારધારા. જો વસ્તુઓ અકસ્માતથી થાય છે, તો તમે પ્રયાસ કેમ કરો છો? શું છે જવાબ?

અમોઘ: ઠીક છે, અમે પ્રયાસ કરીએ છીએ - પણ - આપણે પ્રયાસ તો કરવો જ પડે - પણ આપણે કહી ના શકીએ શું થવાનું છે. તો તે અકસ્માતથી થાય છે જ્યારે આપણે પ્રયાસ કરીએ છીએ. જેમકે નિશાળમાં આપણે પ્રયત્ન કરવો પડે, પણ કદાચ આપણે આગળના ધોરણમાં જઈ શકીએ.

પ્રભુપાદ: ના, જો તમે અકસ્માતમાં વિશ્વાસ રાખતા હોવ, તો તમારે કઈ વસ્તુ માટે પ્રયાસ કરવો ના જોઈએ. કઈ અકસ્માતથી થતું નથી.

હરિ-સૌરી: ઠીક છે, તો આપણે એવું ના કહી શકીએ કે માણસના કાર્યોથી વસ્તુઓ થાય છે? મને એક પત્ર મળેલો એક માણસ દ્વારા જેને હું જાણતો હતો, અને...

પ્રભુપાદ: કર્મ અને ભગવાનની મંજૂરી - બે વસ્તુઓ. પાંચ કારણો હોય છે: કર્મ, જગ્યા, શક્તિ, અને અંતિમ, ભગવાનની મંજૂરી. ત્યારે વસ્તુઓ થાય છે. નહીં તો અકસ્માતનો કોઈ પ્રશ્ન જ નથી.