GU/Prabhupada 0869 - જનસંખ્યા વ્યસ્ત મૂર્ખ છે. તો અમે આળસુ બુદ્ધિમાન પેદા કરી રહ્યા છીએ



750629 - Conversation in Car after Morning Walk - Denver

પ્રભુપાદ:... અને વ્યસ્ત મૂર્ખ સૌથી નિમ્ન વર્ગનો માણસ છે. અત્યારના સમયમાં તેઓ "વ્યસ્ત મૂર્ખ" છે.

તમાલ કૃષ્ણ: તેઓ આળસુ મૂર્ખ કરતાં પણ નિમ્ન છે.

પ્રભુપાદ: હે?

તમાલ કૃષ્ણ: તેઓ આળસુ મૂર્ખ કરતાં પણ નિમ્ન છે.

પ્રભુપાદ: હા. આળસુ મૂર્ખ તે મૂર્ખ છે પણ તે આળસુ છે, તે બહુ નુકસાન નહીં કરે. પણ વ્યસ્ત મૂર્ખ ફક્ત નુકસાન જ કરશે. અત્યારે, જનસંખ્યા વ્યસ્ત મૂર્ખ છે. તો આપણે આળસુ બુદ્ધિમાન પેદા કરી રહ્યા છીએ. બુદ્ધિમાન મનુષ્ય આળસુ હોવો જોઈએ, નહીં તો તે કેવી રીતે બુદ્ધિમાનીમાં, શાંતિથી વર્તી શકે. "ઠીક છે, મને વિચાર કરવા દો." તમે એવી આશા ના રાખી શકો કે બુદ્ધિમાન મનુષ્ય તેનો નિર્ણય સહેલાઇથી આપી દેશે.

તમાલ કૃષ્ણ: તેને આળસુ કહી શકાય છે, પણ તે તમોગુણ નથી.

પ્રભુપાદ: તે સંયમ છે. આધુનિક વૃતિ "વ્યસ્ત મૂર્ખ" ઉત્પન્ન કરવાની છે. સામ્યવાદીઓ વ્યસ્ત મૂર્ખ છે.