GU/Prabhupada 0874 - જે અધ્યાત્મિક મંચ પર ઉન્નત છે, તે પ્રસન્નાત્મા છે. તે ખુશ છે



750519 - Lecture SB - Melbourne

તો વિદ્યા-વિનય, એક સજ્જન, ખૂબ વિદ્વાન, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી, અને ગાય, અને હસ્તી, હાથી, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની, અને શુની - શુની મતલબ કૂતરો - અને શ્વપાક... શ્વપાક મતલબ ચાંડાલ (કુતરા ભક્ષક). ઘણા લોકો હોય છે, તેઓ વિભિન્ન પ્રકારનું માંસ ખાવાનું પસંદ કરે છે. પણ જે કુતરાનું માંસ ખાય છે, તે ખૂબ જ નિમ્ન જાતિનો ગણાય છે. તો શુની ચૈવ શ્વપાકે ચ પંડિતા: સમ દર્શિના: (ભ.ગી. ૫.૧૮) જે પંડિત છે, વિદ્વાન, તે દરેકને એક જ સ્તર પર જુએ છે. તે એક જ સ્તર શું છે? અધ્યાત્મિક આત્મા. તે બહારનું શરીર નથી જોતો. તેને બ્રહ્મ દર્શિન કહેવાય છે. પંડિતા: સમ દર્શિના: અને જો કોઈ તે સ્થિતિમાં સ્થિત થાય છે,

બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા
ન શોચતી ન કાંક્ષતિ
સમઃ સર્વેષુ ભૂતેષુ
મદ ભક્તિ લભતે પરમ
(ભ.ગી ૧૮.૫૪)

જ્યારે તેને આત્મસાક્ષાત્કાર થાય છે કે તે શરીર નથી, તે અધ્યાત્મિક આત્મા છે, બ્રહ્મ ભૂત, તો ચિહ્નો કયા છે? હવે, પ્રસન્નાત્મા: તે તરત જ ખૂબ ખુશ બની જાય છે.

જ્યાં સુધી આપણે ભૌતિક રીતે તલ્લીન છીએ, જીવનનો શારીરિક અભિગમ, ત્યાં સુધી હમેશા ચિંતા રહેશે. આ પરીક્ષા છે. જે કોઈ પણ ચિંતામાં છે, મતલબ ભૌતિક અવસ્થામાં છે. જે અધ્યાત્મિક મંચ પર ઉન્નત છે, તે પ્રસન્નાત્મા છે. તે ખુશ છે. પ્રસન્નાત્માનો મતલબ શું છે? ન શોચતી ન કાંક્ષતિ: તેને કઈ જોઈતું નથી, અને તેની પાસે જે કઈ છે, જો તે જતું રહે તો તે તેના માટે રડતો નથી. બસ તેટલું જ. અહિયાં ભૌતિક જગતમાં આપણે આપણી પાસે જે નથી તેના માટે ઝંખના કરીએ છીએ. અને જો આપની પાસે કઈ હોય તો, તે ખોવાઈ જાય તો, આપણે રડીએ છીએ. બે જ વ્યવસાય: શોચન અને આકાંક્ષા. દરેક વ્યક્તિ બહુ મોટો માણસ બનવા પ્રયત્ન કરી રહ્યો છે. તેને આકાંક્ષા કહેવાય છે. અને જો તેનું પદ જતું રહે, તો તે રડે છે. તો આ બે વસ્તુ સમાપ્ત થઈ જશે જો તમે અધ્યાત્મિકતામાં સ્થિત થશો તો.

બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા
ન શોચતી ન કાંક્ષતિ
સમ: સર્વેષુ ભૂતેષુ...
(ભ.ગી ૧૮.૫૪)

જ્યાં સુધી કોઈને અધ્યાત્મિક સાક્ષાત્કાર નથી થતો, તે કોઈને સમાન દ્રષ્ટિથી જોઈ ના શકે. પછી, સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરમ. પછી તે ભગવાનનો સાચો ભક્ત બની શકે છે, બ્રહ્મભૂત સ્થિતિને પાર કર્યા પછી.

તો આ ભક્તિ માર્ગ સરળ નથી. પણ, ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણે આ અર્ચાવિગ્રહ તમારા દેશમાં પ્રસ્થાપિત કર્યા છે. તમે ખૂબ ભાગ્યશાળી છો કે ચૈતન્ય મહાપ્રભુ તમારા દેશમાં આવ્યા છે તમને સમસ્ત ચિંતાઓમાથી મુક્ત થવાનું શીખવાડવા. તે ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે. દરેક વ્યક્તિ ચિંતામાં છે, પણ દરેક વ્યક્તિ ચિંતાથી મુક્ત થઈ શકે છે, જો તે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ચિંધેલા માર્ગનું અનુસરણ કરે તો. અને શ્રી ચૈતન્ય મહાપ્રભુની સૂચના શું છે? બહુ જ સરળ.

હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ
કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ ગતીર અન્યથા
(ચૈ.ચ. આદિ ૧૭.૨૧)

આ ચૈતન્ય મહાપ્રભુનું વ્યક્તિગત કહેવું નથી. આ શાસ્ત્રમાં છે, વેદિક શાસ્ત્ર, બ્રહન નારાદિય પુરાણ. આ સૂચના છે. કારણકે આ યુગમાં લોકો પતિત છે, આ ખૂબ સરળ વિધિ આપેલી છે. તેઓ કોઈ સખત તપસ્યા કરી શકે નહીં. તે શક્ય નથી. તે લોકોને ફક્ત ભગવાનના પવિત્ર નામનો જપ કરવાની વિધિ આપવામાં આવેલી છે. બસ તે જ. કોઈ પણ કરી શકે છે. તે સહેજ પણ મુશ્કેલ નથી. પછી જો તમે એવું કહો કે "તમે ભારતીય છો. તમારા ચૈતન્ય ભારતીય છે, અને તે હરે કૃષ્ણની સલાહ આપે છે. હું કેમ જપ કરું? મારી પાસે મારા પોતાના ભગવાન છે." ઠીક છે, જો તમારી પાસે તમારા પોતાના ભગવાન છે, તો તમે તેમના નામનો જપ કરો. ચૈતન્ય મહાપ્રભુ એવું નથી કહેતા કે તમે ફક્ત કૃષ્ણના નામનો જ જપ કરો. જો તમારે ભગવાન સાથે કોઈ પણ સંબંધ હોય, અને તમને તેમનું નામ અને સરનામું ખબર હોય, (હાસ્ય) તો તમે તેમનું નામ જપ કરો. દુર્ભાગ્યે, તમને ખબર નથી કે ભગવાન કોણ છે, કે નથી તમને તેમના સરનામા કે કાર્યોની ખબર. તો આ કૃષ્ણ લો. આ સશક્ત નામ છે. અને અમે તમને તેમનું સરનામું આપીએ છીએ, તેમના પિતાનું નામ, તેમની માતાનું નામ, બધુજ. તો જો તમારી પાસે તમારા પોતાના ભગવાનનું નામ છે, ચૈતન્ય મહાપ્રભુ કહે છે, તમે તે જપ કરી શકો છો. તમારી પાસે છે, કોઇની પાસે, ભગવાનનું નામ? કોઈને ખબર છે?

ભક્ત: જેહોવા.

પ્રભુપાદ: જેહોવા. ઠીક છે, તમે જેહોવા જપ કરો. તો તે ચૈતન્ય મહાપ્રભુની ભલામણ છે, કે જો તમને લાગે કે આ ભગવાનનું નામ છે, તો તમે જપ કરો. નામનામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ: તત્રાર્પિતા નિયમિત: સ્મરણે ન કાલઃ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬, શિક્ષાષ્ટક ૨). તે ચૈતન્ય મહાપ્રભુની સૂચના છે, કે નામ, ભગવાનનું પવિત્ર નામ, એ ભગવાનના જ સમાન છે.